હૈ તૈયાર હમ: મોરબી જિલ્લાના મતદાન મથકો ઉપર EVM સહિતની મશીનરી-સ્ટાફ રવાના, 225 મતદાન મથકો સંવેદનશીલ હળવદના ગોલસાણ ગામે ભત્રીજા-ભત્રીજીના લગ્ન પ્રસંગમાં સાળાના દીકરાને લેવા જઇ રહેલા યુવાનનું મોરબી નજીક માર્ગ અકસ્માતમાં મોત મોરબી મહાપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયત તેમજ પાલિકાની ચૂંટણી માટે કાલે મતદાન: ૮૫૭ મતદાન મથકો ઉપર સ્ટાફ-મશીનરીની આજે ફાળવણી માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનને છરીના ઘા ઝીકયા ટંકારાના ઓટાળા નજીક કાર ચાલકે માલવાહક વાહનને હડફેટે લેટ બાળક સહિત 3 વ્યક્તિને ઇજા: હળવદમાં કાર ચાલકે સ્કૂટરને હડફેટે લેતા અકસ્માત ટંકારાના હડમતીયા ગામે મિત્રના લગ્ન પ્રસંગમાં ગયેલા યુવાનને જૂના ઝઘડાનો ખાર રાખીને મારી નાખવાની ધમકી મોરબીમાં ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા 3 શખ્સો પકડાયા મોરબીમાં ચૂંટણીના માહોલ વચ્ચે વિદેશી દારૂની જુદીજુદી ત્રણ રેડમાં 620 બોટલ દારૂ ઝડપાયો
Breaking news
Morbi Today

વાંકાનેરના ગારિયા પાસે હોટલમાંથી ઝડપાયો પાંચ બોટલ દારૂ


SHARE













વાંકાનેરના ગારિયા પાસે હોટલમાંથી ઝડપાયો પાંચ બોટલ દારૂ

વાંકાનેર નજીક ગારિયા ગામના બસ સ્ટેન્ડ પાસે આવેલ હોટલમાં દારૂનો વેપલો થતો હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે હોટલમાંથી દારૂની પાંચ બોટલ મળી આવી હતી જેથી પોલીસે ૧૫૦૦ રૂપિયાની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો છે જોકે હોટલનો સંચાલક હાજર ન હોવાથી તેની સામે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

મોરબીના જુદા જુદા વિસ્તારમાં દારૂની હેરાફેરી કરવામાં આવતી હોય તથા દારૂનો છુટથી વેપાર કરવામાં આવતો હોય તેવું ઘણી જગ્યાએ જોવા મળે છે ત્યારે વાંકાનેર શહેરથી વાંકાનેર બાઉન્ડ્રી તરફ જવાના રસ્તા ઉપર આવતા ગારીયા ગામના બસ સ્ટેન્ડ પાસે આવેલી હોટલ બજરંગમાં દારૂનો વેપલો થતો હોવાની સ્થાનિક પોલીસને બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે બજરંગ હોટલમાંથી દારૂની પાંચ બોટલ મળી આવતા પોલીસે ૧૫૦૦ રૂપિયાની કિંમતનો દારૂ જથ્થો કબજે કર્યો હતો. જોકે હોટલનો સંચાલક વિવેકભાઈ મંછારામ બાવાજી રહે ગારીયા તાલુકો વાંકાનેર વાળો હોટલે હાજર ન હોવાથી તેની સામે હાલમાં વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસે તેને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

દેશી દારૂ
હળવદ તાલુકાના ગોલાસણ ગામે જીઓ કંપનીના ટાવર પાસે મનુભાઈ સંજુભાઈ ખાંભડીયા જાતે કોળી રહે. ગોલાસણ વાળાની વાડીમાં દેશી દારૂનો જથ્થો હોવાની બાતમી મળી હતી જેના આધારે સ્થાનિક પોલીસ દ્વારા ત્યાં દારૂની રેડ કરવામાં આવતા સ્થળ ઉપરથી દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો ૧૩૦૦ લીટર આથો મળી આવતા પોલીસે ૨૬૦૦ ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો જોકે આરોપી સ્થળ ઉપર હાજર ન હોવાથી તેની સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે પોલીસે તજવીજ શરૂ કરી છે.






Latest News