મોરબી નજીક કારખાનાના કવાર્ટરમાં મહિલાની હત્યા કરનારા આરોપીની ધરપકડ મોરબીમાં મોડી રાતે ઘરે આવેલા પતિએ પત્નીને ગળા-છાતીના ભાગે બચકાં ભરી લીધા મોરબીના જુના ઘૂટું રોડે કાર ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનના પગનો અંગુઠો કપાઈ ગયો, હાથ-પગમાં ગંભીર ઇજા મોરબી નજીક પોલીસ હેડ કવાર્ટર પાસેથી 2 લાખની કિંમતની રિક્ષાની ચોરી હળવદના ઢવાણા ગામનો બનાવ: પિતાની હત્યાનો કેસ પાછો ખેંચવાની ના કહેતા યુવાનને બે શખ્સોએ ધોકા વડે માર માર્યો, મારી નાખવાની ધમકી મોરબીના બેલા ગામ પાસે દૂકનમાંથી 100 કિલો કોપર વાયર સહિત 1.42 લાખના મુદામાલની ચોરી: ઘુનડા (સ) ગામે તળાવ પાસેથી 20 કિલો કોપર વાયરની ચોરી મોરબી નજીક કારખાનામાં પેપર રોલ માથે પડવાથી શ્રમિક યુવાનનું મોત: ત્રાજપર ખરીમાં જુગાર રમતા બે પકડાયા મોરબીના જેતપર ગામે ચાલતા ખેડુત આંદોલનના સમર્થનમાં મહિલાઓ દ્વારા સ્કૂટર રેલી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં આરટીઆઇની ૧૭૬૩ જગ્યાની સામે માત્ર ૧૦૧૦ અરજી મંજુર


SHARE









મોરબી જીલ્લામાં આરટીઆઇની ૧૭૬૩ જગ્યાની સામે માત્ર ૧૦૧૦ અરજી મંજુર

સમગ્ર રાજ્યમાં આરટીઇ અંતર્ગત ફોર્મ ભરવા અને તેની ચકાસણીની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે ત્યારે જો મોરબી જિલ્લાની વાત કરીએ તો આ વર્ષે મોરબી જીલ્લામાં કુલ મળીને ૧૫૨૮  અરજીઓ કરવામાં આવી હતી જેમાંથી ચકાસણી દરમ્યાન અપૂરતી માહિતી વાળી તેમજ ભૂલ ભરેલી અરજીઓને રિજેક્ટ કરવામાં આવી છે જેથી કરીને હવાએ જીલ્લામાં ૧૭૬૩ જગ્યાની સામે ૧૦૧૦ અરજીઓ છે

મોરબી જિલ્લા આવેલ ખાનગી શાળામાં નબળા પરિવારના બાળકોને પ્રવેશ મળે તેના માટે સરકાર દ્વારા આરટીઇ હેઠળ પ્રવેશ માટેની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે અને દર વર્ષે ધો.૧ માં પ્રવેશ માટેની પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે મોરબી જિલ્લાની ૧૮૨ શાળમાં કુલ મળીને ૧૭૬૩ જગ્યાઓ હતી જેના માટે આરટીઆઇ હેઠળ ફોર્મ ભરવામાં આવ્યા હતા અને તે ફોર્મની ચકાસણી પણ કરી લેવામાં આવી છે ત્યારે અધિકારીની સાથે વાત કરતાં તેમણે જણાવ્યુ હતું કે, મોરબી જીલ્લામાં ૧૭૬૩ જગ્યાઓ માટે નિયત સમય મર્યાદામાં કુલ મળીને ૧૫૨૮ અરજીઓ આવી હતી. જેમાંથી અપૂરતી અને ભૂલ ભરેલી માહિતી માહિતના લીધે ૫૧૮ અરજીઓને રદ કરવામાં આવેલ છે જેથી કરીને હાલમાં જીલ્લામાં ૧૭૬૩ જગ્યાની સામે માત્ર ૧૦૧૦ અરજી છે તેવું અધિકારી જણાવ્યુ છે






Latest News