મોરબીની રવિવાર બજારમાંથી બે બાઈકની ચોરી કરનાર આરોપીની ધરપકડ
SHARE
મોરબીની રવિવાર બજારમાંથી બે બાઈકની ચોરી કરનાર આરોપીની ધરપકડ
મોરબીના બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આવતા પાડાપુલ નીચેથી અગાઉ બે બાઈકની ચોરી કરવામાં આવી હતી જેની ફરિયાદ નોંધાઈ હતી તેના આધારે પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને આ બંને બાઈકની ચોરી કરનાર આરોપી એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં બાઈકની ચોરીના ગુનામાં પકડાયો હતો જેથી તેનો કબ્જો કરીને પોલીસે ચોરીના બે ગુનામાં આરોપીની ધરપકડ કરીને તેને જેલા હવાલે કરેલ છે
જાણવા મળતી માહિતી મુજબ મોરબી શહેરના વીસીપરા વિસ્તારમાં આવેલ કુલીનગર-૧ માં રહેતા ઇમરાનભાઈ અનવરભાઈ મિરજા જાતે સિપાહી (૩૨)એ ફરિયાદ નોંધાવી હતી કે, પાડાપુલ નીચે ભરાતી રવિવારી બજારમાંથી તેનું બાઇક નંબર જીજે ૩ સીજી ૪૨૦૧ જેની કિંમત ૨૫,૦૦૦ નું બાઇક ચોરાયું હતું આવી જ રીતે મોરબીના ઇન્દિરાનગરમાં રહેતા જેઠાલાલ રવજીભાઈ સોલંકીએ બાઇક ચોરીની ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યુ હતું કે, પાડાપુલ નીચે રવિવારે બજારમાંથી બાઈક નંબર જીજે ૩ એચએફ ૨૪૮૯ કોઈ ચોરી કરી ગયેલ છે જેથી ૨૫૦૦૦ ની કિંમતના બાઈકની ચોરીની ફરિયાદ નોંધાવી હતી જે બંને ચોરીના ગુનામાં પોલીસે આરોપી ચતુરભાઈ ઉકાભાઈ ભોજવિયા જાતે દેવીપૂજક (૫૨)ની ધરપકડ કરી હતી અને આરોપીને કોર્ટમાં રજૂ કરીને જેલ હવાલે કરવામાં આવેલ છે
અકસ્માતમાં ઇજા
મોરબી તાલુકાના બરવાળા ગામે રહેતા સુરેશભાઈ જીવાભાઇ પરમાર (૪૨) પોતાનું બાઈક લઈને મોરબીના નવલખી રોડ ઉપર આવેલ લૂંટવાદર ગામના પાટીયા પાસેથી પસાર થતા હતા ત્યારે ત્યાં વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો અને તે અકસ્માતના બનાવમાં સુરેશભાઈ પરમારને ઇજા થઈ હોવાથી તેને પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે રાજકોટ રીફર કરવામાં આવ્યા હતા અને અકસ્માતના બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના અર્જુનસિંહ ઝાલા ચલાવી રહ્યા છે
રિક્ષા અને બાઇક વચ્ચે અકસ્માત
મોરબી નજીકના રાજપર ગામે રહેતા ભગવાનજીભાઈ કલાભાઈ રંગપરિયા (૬૪) ને ગામમાં આવેલ બજરંગ કિરાના સ્ટોર પાસે બાઈક અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં ઇજા થઈ હતી ભગવાનજીભાઈને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ કરી હતી અને આ બનાવની આગળની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના એન.જે. ખાડિયા ચલાવી રહ્યા છે