વાંકાનેરના રાતીદેવળી નજીક જાહેરમાં જુગાર રમતા ત્રણ શખ્સ પકડાયા
મોરબીમાં ચારિત્રની શંકા કરીને પરણિતાને પતિ, સાસુ, સસરા સહિત ૧૦ લોકોએ માર માર્યો
SHARE
મોરબીમાં ચારિત્રની શંકા કરીને પરણિતાને પતિ, સાસુ, સસરા સહિત ૧૦ લોકોએ માર માર્યો
મોરબીના મહેન્દ્રપરા વિસ્તારમાં રહેતી પરણીતાને તેના પતિ સહિતના સાસરિયાઓએ ચારિત્રની શંકા કરીને તથા ઘરકામ બાબતે અવારનવાર મેળા ટોળા મારીને દુઃખ ત્રાસ આપ્યો હતો અને પતિ તેમજ જેઠ અને જેઠાણી તેમજ સાસુ સસરા દ્વારા મારમારીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી જેથી પરણીતા દ્વારા હાલમાં મહિલા પોલીસ સ્ટેશન ખાતે પતિ સહિત ૧૦ સામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.
બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના મહેન્દ્રપરા વિસ્તારમાં રહેતી પરણીતા રેશમાબેન ઇમરાનભાઈ ગાલબ જાતે ઘાંચી (૨૮)એ હાલમાં મોરબી મહિલા પોલીસ સ્ટેશન ખાતે તેના પતિ ઈમરાનભાઈ આમદભાઈ, જેઠ ગુલામભાઈ આમદભાઈ, સલીમભાઈ આમદભાઈ, મુસાભાઇ અમદભાઈ અને આદમભાઈ આમદભાઈ તેમજ જેઠાણી ફરીદાબેન ગુલાબભાઈ, સાયમાંબેન સલીમભાઈ, શાહીનબેન મુસાભાઇ, સાસુ હાલીમાબેન આમદભાઈ અને સસરા આમદભાઈ જુમાભાઈની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેણે જણાવ્યું છે કે, તેના પતિ સહિતના સાસરીયાઓ દ્વારા ચરિત્ર ઉપર શંકા કરીને તેને ઘરકામ બાબતે અવારનવાર મેણાંટોણા મારીને દુઃખ ત્રાસ આપવામાં આવતો હતો તેમજ ફરિયાદી મહિલાને તેના પતિ, જેઠ, જેઠાણી, સાસુ અને સસરા દ્વારા લાકડી વડે અને ઢીકાપાટુનો માર મારીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે જેથી ભોગ બનેલ પરિણીતાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે પતિ સહિતના સાસરિયાઓની સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.
દેશીદારૂ
હળવદ તાલુકાના ખેતરડી ગામ પાસેથી બાઈક નંબર જીજે ૧૩ એએસ ૬૫૩૬ લઈને પસાર થઈ રહેલા શખ્સને રોકીને ચેક કરતા તેની પાસેથી ૧૦૦ લિટર દેશીદારૂ મળી આવ્યો હોય ૩૦૦૦૦ ની કિંમતનું બાઈક અને દારૂનો જથ્થો કબજે કરી પોલીસે નરવીરભાઈ ઉર્ફે લાલો બાબુભાઈ નંદેસરીયા જાતે કોળી (૨૮) રહે. સરતાનપર ગામની સીમ છોટુભા દરબારની વાડી તાલુકો વાંકાનેર વાળાની ધરપકડ કરેલ છે આવી જ રીતે ત્યાંથી બાઈક નંબર જીજે ૩૬ એઇ ૫૮૮૧ લઈને નીકળેલ શખ્સને રોકીને પોલીસે ચેક કરતાં તેની પાસેથી ૫૦ લિટર દેશીદારૂ મળી આવતા પોલીસે ૪૦૦૦૦ ની કિંમતનું બાઈક અને દારૂનો જથ્થો કબજે કરીને ધર્મદીપભાઈ પ્રતાપભાઈ તકમડિયા જાતે કાઠી દરબાર (૧૯) રહે વીરપરડા ગામ તાલુકો વાંકાનેર વાળાની ધરપકડ કરેલ છે આમ જુદા જુદા બે બાઈક સહિત કુલ મળીને ૧૫૦ લીટર દેશી દારૂનો જથ્થો કબજે કરી પોલીસે ૭૩ હજાર રૂપિયાનો મુદ્દામાલ કબજે કરેલ છે.