હૈ તૈયાર હમ: મોરબી જિલ્લાના મતદાન મથકો ઉપર EVM સહિતની મશીનરી-સ્ટાફ રવાના, 225 મતદાન મથકો સંવેદનશીલ હળવદના ગોલસાણ ગામે ભત્રીજા-ભત્રીજીના લગ્ન પ્રસંગમાં સાળાના દીકરાને લેવા જઇ રહેલા યુવાનનું મોરબી નજીક માર્ગ અકસ્માતમાં મોત મોરબી મહાપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયત તેમજ પાલિકાની ચૂંટણી માટે કાલે મતદાન: ૮૫૭ મતદાન મથકો ઉપર સ્ટાફ-મશીનરીની આજે ફાળવણી માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનને છરીના ઘા ઝીકયા ટંકારાના ઓટાળા નજીક કાર ચાલકે માલવાહક વાહનને હડફેટે લેટ બાળક સહિત 3 વ્યક્તિને ઇજા: હળવદમાં કાર ચાલકે સ્કૂટરને હડફેટે લેતા અકસ્માત ટંકારાના હડમતીયા ગામે મિત્રના લગ્ન પ્રસંગમાં ગયેલા યુવાનને જૂના ઝઘડાનો ખાર રાખીને મારી નાખવાની ધમકી મોરબીમાં ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા 3 શખ્સો પકડાયા મોરબીમાં ચૂંટણીના માહોલ વચ્ચે વિદેશી દારૂની જુદીજુદી ત્રણ રેડમાં 620 બોટલ દારૂ ઝડપાયો
Breaking news
Morbi Today

વાંકાનેરના ભલગામ પાસે બે બાઇક અથડાતાં ઇજા પામેલ મહિલાનું સારવાર દરમિયાન મોત


SHARE













વાંકાનેરના ભલગામ પાસે બે બાઇક અથડાતાં ઇજા પામેલ મહિલાનું સારવાર દરમિયાન મોત

મોરબીના વાંકાનેર તાલુકામાં આવેલા ભલગામ નજીક હાઇવે ઉપર વાહન અકસ્માતનો બનાવ થોડા દિવસો પહેલા બન્યો હતો જેમાં બાઈક સાથે બાઈકની અથડામણ થતા દિયરના બાઈક પાછળ બેસીને જતા ભાભી ઇજાગ્રસ્ત થયા હતા અને તે બનાવમાં સારવારમાં ખસેડાયેલ મહિલાનું રાજકોટ ખાતે મોત નીપજયુ હોવાનું પોલીસસૂત્રોમાંથી જાણવા મળેલ છે.

ઉપરોક્ત બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેરના ભલગામના રહેવાસી વર્ષાબેન રમેશભાઈ દેગડા (ઉમર ૨૭) કે જેઓનું પિયર સાયલા નજીકનું ધાંધલપર ગામ છે તેઓ પોતાના દિયર માલાભાઈના બાઈકની પાછળના ભાગે બેસીને ગત તા.૧૯-૪ ના સાંજના ૫:૩૦ વાગ્યાના અરસામાં જતા હતા ત્યારે ભલગામ નજીક હાઇવે ઉપર તેઓના બાઈકને અન્ય બાઈકના ચાલકે હડફટે લેતા વર્ષાબેન રમેશભાઈ દેગડા નામની ૨૭ વર્ષીય મહિલાને ઇજાઓ થતા પ્રથમ વાંકાનેર સિવિલ ખાતે સારવારમાં લઈ જવાયા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા અને ત્યાં ગઈકાલ તા.૩૦-૪ ના રોજ સારવાર દરમિયાન વર્ષાબેન દેગડાનું મોત નીપજયુ હતું અને તેમના મોતના પગલે હાલ બે સંતાનોએ માતાની મમતાનો પાલવ ગુમાવ્યો છે. બનાવની જાણ થતા હાલ વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા આ અંગે આગળની તપાસ કરવામાં આવી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે.

મારામારીમાં ઈજા થતા સારવારમાં

મોરબીના જેતપર રોડ ઉપર બેલા ગામ નજીક આવેલ નારાયણ કંપની નજીક મારામારીના બનાવમાં ઈજાઓ થવાથી ગગનભાઈ જગદીશભાઈ અરોરા (ઉંમર ૩૦) રહે. કપૂરવા ગામ તાલુકો થાન જિલ્લો સુરેન્દ્રનગરને ઇજાઓ પહોંચી હતી જેથી તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો બનાવને પગલે હોસ્પિટલ તરફથી સારવાર કરવામાં આવ્યા બાદ તાલુકા પોલીસમાં જાણ કરાતા હાલ તાલુકા પોલીસ મથકના એમ.એલ.બારૈયા દ્વારા આ અંગે આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

મારામારીમાં ઈજા થતા સારવારમાં

હળવદના ભલગામડા વિસ્તારના રહેવાસી જશુબેન પ્રભુભાઈ દેત્રોજા નામના ૫૦ વર્ષીય મહિલાને મારામારીના બનાવમાં ઈજા થતા મોરબીની સિવિલે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા






Latest News