હાઈ એલર્ટ: શનિવારે વહેલી સવારે ૪ વાગ્યે મચ્છુ-૨ ડેમના દરવાજા ખોલીને નદીમાં ૪૯૦૦૦ ક્યુસેક પાણી છોડશે મોરબીનો ઘોડાધ્રોઈ ડેમ 100 ટકા ભરાઈ જતા 2 દરવાજા 3 ફૂટ ખોલ્યા ભારે વરસાદની અગમચેતીના ભાગરૂપે આવતીકાલે મોરબી જિલ્લાની તમામ શાળાઓ અને કોલેજોમાં શૈક્ષણિક કાર્ય બંધ રહેશે: વિદ્યાર્થીઓ માટે રજા જાહેર યુ ટર્ન: મોરબીના વોર્ડ નં-2 માં ચોમાસા પછી પ્રાથમિક સુવિધાના કામ નહિ થાય તો હું રાજીનામું આપીશ: કોર્પોરેટર સીતાબેન હુંબલ મોરબી જીલ્લામાં 3 કોઝવે ઉપર પાણી આવી જવાથી અને 1 ડાયવર્ઝન ધોવાઈ જતાં રસ્તાઓને બંધ કરાયા મોરબી જીલ્લામાં વરસાદી પાણીનો નિકાલ સહિતની બાબતોને લઈને કલેક્ટરની અધિકારીઓએ સાથે બેઠક યોજાઈ મોરબીનો મચ્છુ-3 ડેમ 100 ટકા ભરાયો: 2 દરવાજા 1 ફૂટ  ખોલ્યા: 2 તાલુકાના 21 ગામોને એલર્ટ કરાયા વાંકાનેરમાં નેશનલ હાઈવે અને સર્વિસ રોડ ઉપર વરસાદી પાણી ભરાઈ જતા વાહનોની અવરજવર બંધ
Breaking news
Morbi Today

વાંકાનેરમાં જુગારની રેડ પડતાં જુગારીઓમાં નાશભાગ: બે પકડાયા, એકની શોધખોળ


SHARE







વાંકાનેરમાં જુગારની રેડ પડતાં જુગારીઓમાં નાશભાગ: બે પકડાયા, એકની શોધખોળ

વાંકાનેરના સ્ટેશન રોડ ઉપર જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેથી કરીને પોલીસે ત્યાં જુગાની રેડ કરી હતી ત્યારે જુગારીઓમાં નાશ ભાગ મચી ગઈ હતી અને સ્થળ ઉપરથી પોલીસે ૧૦,૭૧૦ ની કિંમતના મુદ્દામાલ સાથે બે શખ્સની ધરપકડ કરેલ છે જોકે એક શખ્સ નાશી ગયો હોય તેને પકડવા માટે પોલીસે તજવીજ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર સિટી પોલીસને બાતમી મળી હતી કેસિટી સ્ટેશન રોડ ઉપર જાહેરમાં જુગાર રમે છે જેથી કરીને પોલીસે ત્યાં જુગારની રેડ કરતા સ્થળ ઉપર જુગાર રમી રહેલા શખસોમાં નાશભાગ મચી ગઈ હતી અને ત્યારે તકનો લાભ લઈને એક શખ્સ ત્યાંથી નાસી છૂટ્યો હતો જોકે, પોલીસે ઈકબાલશા મહમ્મદશા શેખ જાતે ફકીર (૩૩) અને અલીઅસગરભાઈ ઓસમાણભાઈ શેખ જાતે ફકીર (૨૨) રહે. બંને સિટી સ્ટેશન રોડ વાંકાનેર વાળાની ધરપકડ કરેલ છે જોકે પોલીસને જોઈને નાસી ફૂટેલ ગફુરભાઈ રહે. મિલપ્લોટ વાંકાનેર વાળાની સામે પણ ગુનો નોંધીને તેને પકડવા માટે પોલીસે તજવીજ શરૂ કરે છે હાલમાં પકડાયેલા બે આરોપીઓ પાસેથી પોલીસે ૭૧૦ રૂપિયાની રોકડ તથા ૧૦૦૦૦ રૂપિયાની કિંમતનું બાઇક આમ કુલ મળીને ૧૦,૭૧૦ ની કિંમતનો મુદ્દામાલ કબજે કરેલ છે

એક્ટિવા સ્લીપ

મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં નટરાજ ફાટક પાસેથી માળીયામીયાણા તાલુકાના વવાણિયા ગામે રહેતા બચુભાઈ વાલાભાઈ સાવસેટા (૪૦) નામનો યુવાન પસાર થઈ રહ્યો હતો ત્યારે તેનું એકટીવા કોઈ કારણોસર સ્લીપ થઈ ગયું હતું જેથી કરીને તે યુવાનને હાથમાં ફ્રેક્ચર જેવી ઈજા થઈ હતી જેથી કરીને તાત્કાલિક મોરબી શહેરમાં આવેલ ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈને આવ્યા હતા અને અકસ્માતના બનાવવામાં ઇજા પામેલા યુવાનને સારવાર આપ્યા બાદ બી ડિવિઝન પોલીસને આ બનાવવાની જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની આગળની વધુ તપાસ બી ડિવિઝન પોલીસ સ્ટેશનના જે.જે. ડાંગર ચલાવી રહ્યા છે






Latest News