હાઈ એલર્ટ: શનિવારે વહેલી સવારે ૪ વાગ્યે મચ્છુ-૨ ડેમના દરવાજા ખોલીને નદીમાં ૪૯૦૦૦ ક્યુસેક પાણી છોડશે મોરબીનો ઘોડાધ્રોઈ ડેમ 100 ટકા ભરાઈ જતા 2 દરવાજા 3 ફૂટ ખોલ્યા ભારે વરસાદની અગમચેતીના ભાગરૂપે આવતીકાલે મોરબી જિલ્લાની તમામ શાળાઓ અને કોલેજોમાં શૈક્ષણિક કાર્ય બંધ રહેશે: વિદ્યાર્થીઓ માટે રજા જાહેર યુ ટર્ન: મોરબીના વોર્ડ નં-2 માં ચોમાસા પછી પ્રાથમિક સુવિધાના કામ નહિ થાય તો હું રાજીનામું આપીશ: કોર્પોરેટર સીતાબેન હુંબલ મોરબી જીલ્લામાં 3 કોઝવે ઉપર પાણી આવી જવાથી અને 1 ડાયવર્ઝન ધોવાઈ જતાં રસ્તાઓને બંધ કરાયા મોરબી જીલ્લામાં વરસાદી પાણીનો નિકાલ સહિતની બાબતોને લઈને કલેક્ટરની અધિકારીઓએ સાથે બેઠક યોજાઈ મોરબીનો મચ્છુ-3 ડેમ 100 ટકા ભરાયો: 2 દરવાજા 1 ફૂટ  ખોલ્યા: 2 તાલુકાના 21 ગામોને એલર્ટ કરાયા વાંકાનેરમાં નેશનલ હાઈવે અને સર્વિસ રોડ ઉપર વરસાદી પાણી ભરાઈ જતા વાહનોની અવરજવર બંધ
Breaking news
Morbi Today

વાંકાનેર શહેરમાં મુકાયેલા પીઆઇ સોલંકીની શહેર અને યુવા ભાજપની ટીમે શુભેચ્છા મુલાકાત લીધી


SHARE







વાંકાનેર શહેરમાં મુકાયેલા પીઆઇ સોલંકીની શહેર અને યુવા ભાજપની ટીમે શુભેચ્છા મુલાકાત લીધી

 

વાંકાનેર શહેર ભાજપ ટીમ દ્વારા વાંકાનેર શહેર પોલીસ સ્ટેશનમાં ચાર્જ સંભાળતા નવનિયુંકત પી.આઇ. પી.ડી.સોલંકીની મુલાકાત લઈ સાલ ઓઢાડી ફૂલહાર કરી શુભેચ્છા પાઠવવા આવી હતી. આ તકે પ્રદેશ કારોબારી વ્યાપારી સેલ સભ્ય શૈલેષભાઈ ઠક્કર,મોરબી જિલ્લા સંગઠન મંત્રી રસિકભાઈ વોરા, હળવદ તાલુકા પ્રભારી ભરતભાઈ ઠાકરાણી, શહેર મહામંત્રી કે.ડી.ઝાલા, ઉપપ્રમુખ અમિતભાઈ શાહ, મંત્રી શૈલેષભાઈ મહેતા, કિસાન મોરચા પ્રમુખ ક્રિપાલસિંહ બી. ઝાલા, અનુ.જાતી મોરચા પ્રમુખ મુકેશભાઈ સોલંકી, મહામંત્રી અરૂણભાઇ મહાલીયા, ભાજપ અગ્રણી સુરેશભાઈ પ્રજાપતિ તેમજ ગજેન્દ્રસિંહ રાઠોડ ઉપસ્થિત રહ્યા હતા. અને વાંકાનેર શહેર માં કાયદો અને વ્યવસ્થા જળવાય અને શાંતિમય વાતાવરણ બની રહે તેવી બાહેધરી અધિકારી દ્વારા આપવામાં આવી હતી. આ તકે શહેર ભાજપ સંગઠન દ્વારા અધિકારીનો આભાર પણ માનવામાં આવ્યો હતો. આવી જ રીતે વાંકાનેર શહેર યુવા ભાજપ ટીમ દ્વારા વાંકાનેર શહેર પોલીસ સ્ટેશનમાં ચાર્જ સંભાળતા નવનિયુંકત પી.આઇ. પી.ડી.સોલંકીની શુભેચ્છી મુલાકાત લેવામા આવી હતી. આ તકે વાંકાનેર શહેર યુવા ભાજપ પ્રમુખ જયેન્દ્રસિંહ ઝાલા અને મહામંત્રી નીતેશભાઇ પાટડિયા , કિશાન મોરચા વાંકાનેર શહેર મંત્રી ક્રિપાલસિંહ ઝાલા અને કારોબારી સભ્ય ઉપસ્થિત રહ્યા હતા. 






Latest News