હાઈ એલર્ટ: શનિવારે વહેલી સવારે ૪ વાગ્યે મચ્છુ-૨ ડેમના દરવાજા ખોલીને નદીમાં ૪૯૦૦૦ ક્યુસેક પાણી છોડશે મોરબીનો ઘોડાધ્રોઈ ડેમ 100 ટકા ભરાઈ જતા 2 દરવાજા 3 ફૂટ ખોલ્યા ભારે વરસાદની અગમચેતીના ભાગરૂપે આવતીકાલે મોરબી જિલ્લાની તમામ શાળાઓ અને કોલેજોમાં શૈક્ષણિક કાર્ય બંધ રહેશે: વિદ્યાર્થીઓ માટે રજા જાહેર યુ ટર્ન: મોરબીના વોર્ડ નં-2 માં ચોમાસા પછી પ્રાથમિક સુવિધાના કામ નહિ થાય તો હું રાજીનામું આપીશ: કોર્પોરેટર સીતાબેન હુંબલ મોરબી જીલ્લામાં 3 કોઝવે ઉપર પાણી આવી જવાથી અને 1 ડાયવર્ઝન ધોવાઈ જતાં રસ્તાઓને બંધ કરાયા મોરબી જીલ્લામાં વરસાદી પાણીનો નિકાલ સહિતની બાબતોને લઈને કલેક્ટરની અધિકારીઓએ સાથે બેઠક યોજાઈ મોરબીનો મચ્છુ-3 ડેમ 100 ટકા ભરાયો: 2 દરવાજા 1 ફૂટ  ખોલ્યા: 2 તાલુકાના 21 ગામોને એલર્ટ કરાયા વાંકાનેરમાં નેશનલ હાઈવે અને સર્વિસ રોડ ઉપર વરસાદી પાણી ભરાઈ જતા વાહનોની અવરજવર બંધ
Breaking news
Morbi Today

વાંકાનેરમાં હજરત પીર સૈયદ મીરૂમિયા બાવાના ૧૦૦ મા ઉર્ષની ભવ્ય ઉજવણી


SHARE







વાંકાનેરમાં હજરત પીર સૈયદ મીરૂમિયા બાવાના ૧૦૦ મા ઉર્ષની ભવ્ય ઉજવણી

વાંકાનેરમાં આવેલ અલ્હાજ પીર સૈયદ ખુરશીદ હૈદર પીરઝાદા દ્વારા પીર સૈયદ મીરૂમિયા બાવાના ૧૦૦ મા ઉર્ષની ઉજવણી કરવામાં આવી રહી છે અને ત્રણ દિવસ સુધી આ ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ગઇકાલે સાંજે આમ ન્યાજનો કાર્યક્રમ રાખવામા આવ્યો હતો જે શનિવારે સાંજે સાડા પાંચ વાગ્યે મોલવી સાહેબની દરગાહ પાછળની વાડીમાં આમ ન્યાજ શરૂ થઈ હતી અને ઈશાની નમાઝ બાદ તકરીર જેમાં સૈયદ શકીલ એહમદ બાવા, સૈયદ મહમદ કૈફ બાવા, ખતીબે એહલેબૈત, હઝરત અલ્લામા મૌલાના મુફ્તી મોહંમદ શફીક હનફી સાહેબ મુંબઈની તકરીરનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો અને તકરીર બાદ ન્યાજ શરીફનું આયોજન કરાયું હતું આ ઉપરાંત રવિવારે તા ૭ ના રોજ કુર્આન ખ્વાની અને દરગાહ શરીફ પાછળ વાડીમાં સર્વ રોગ ફ્રી નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું અને ઈશાની નમાઝ બાદ મશહૂર કવ્વાલ સરફરાઝ રાજા એન્ડ કંપની દ્વારા મહેફીલે શમાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે તેવું આયોજકો પાસેથી જાણવા મળ્યું છે.






Latest News