મોરબી મહાપાલિકાની નવી ઝોન ઓફિસના બાંધકામમાં કોન્ટ્રાક્ટર દ્વારા લોટ, પાણીને લાકડા: શહેર કોંગ્રેસના પ્રમુખનો આક્ષેપ મોરબી વાંકાનેર શહેરી વિકાસ સત્તામંડળની મુસદ્દારૂપ વિકાસ યોજનાના વાંધા સૂચનો મંગાવ્યા માળીયા (મી)નાવવાણિયા ગામેસ્મશાનમાં મૂકવામાંઆવલે દેવી-દેવતાઓની મૂર્તિઓને ખંડિત કરનાર સામે આકરા પગલાં લેવાની માંગ મોરબીમાં આર્થિક શક્તિ અને વૈશ્વિક નેતૃત્વ વિષય પર વર્લ્ડ હિન્દુ કોંગ્રેસ અંતર્ગત વાર્તાલાપ યોજાયો મોરબીમાં શ્રાવણ માસના બીજા સોમવારે ગૌરક્ષકો દ્વારા કતલખાને લઈ જવાતા 29 અબોલ જીવને બચાવવામાં આવ્યા મોરબીના વોર્ડ નં 7 માં પ્રાથમિક સમસ્યાઓ ઉકેલવા માટે ચૂંટાયેલા સભ્યે કરી કમિશ્નરને લેખિતમાં રજૂઆત હળવદ તાલુકામાં બિનઅધિકૃત રેતી ખનન: 40 લાખનું એક્ષકેવેટર મશીન સીઝ મોરબી શનાળા રોડ હા.બોર્ડના મકાનમાંથી 75 બોટલ દારૂ પકડાયો
Breaking news
Morbi Today

ટંકારાની એમ.ડી. સોસાયટી ખાતે નેત્રમણી-નેત્રયજ્ઞ યોજાયો


SHARE







ટંકારાની એમ.ડી. સોસાયટી ખાતે નેત્રમણી-નેત્રયજ્ઞ યોજાયો

સદગુરુ મિત્ર મંડળ ટંકારા દ્વારા સર્વજ્ઞાતિ માટે વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ દર મહીનાની ૬ તારીખે ટંકારા ગામના એમડી સોસાયટી હોલ ખાતે યોજાઈ રહ્યો છે. જે અંતર્ગત શનિવારે યોજાયેલ કેમ્પનો ૯૦ દર્દીઓએ લાભ લીધો હતો. તે ઉપરાંત ૨૯ લોકોના નિ:શુલ્ક નેત્રમણી ઓપરેશન રવિવારે કરવામાં આવ્યા હતા આ તકે રાજકોટના રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પિટલના ડો. કિરીટભાઈ આચાર્ય, રાજેન્દ્રભાઈ ગાવડીયા, હેમુભાઈ પરમાર દ્વારા આંખના દર્દીઓની તપાસ કરવામાં આવી હતી. તેમજ અત્યાધુનિક ફેકો મશીન દ્વારા ટાંકા વગરનું સારામાં સારા સોફ્ટ ફોલ્ડેબલ લેન્સ (નેત્ર મણી) સાથે વિનામુલ્યે ઓપરેશન કરવામાં આવ્યું હતું આ ઓપરેશન માટે રાજકોટ જવા-આવવાની વ્યવસ્થા તથા રહેવા, ચા-પાણી, ટીપા, વગેરે સુવિધા વિનામુલ્યે સંસ્થા દ્વારા કરવામાં આવી રહી છે. આ કેમ્પને સફળ બનાવવા માટે ચંદ્રકાંત કટારીયા (ચનાભાઈ), નિલેશભાઈ પટણી, લાલાભાઈ આચાર્ય, ગીરીશભાઈ ગાંધી, જગદીશભાઈ કુબાવત (જગાભાઈ બાવાજી), ગીતાબેન સરડવા, કુવરજીભાઈ ભાગ્યા તેમજ મનસુખભાઈ બોડા દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.




Latest News