હાઈ એલર્ટ: શનિવારે વહેલી સવારે ૪ વાગ્યે મચ્છુ-૨ ડેમના દરવાજા ખોલીને નદીમાં ૪૯૦૦૦ ક્યુસેક પાણી છોડશે મોરબીનો ઘોડાધ્રોઈ ડેમ 100 ટકા ભરાઈ જતા 2 દરવાજા 3 ફૂટ ખોલ્યા ભારે વરસાદની અગમચેતીના ભાગરૂપે આવતીકાલે મોરબી જિલ્લાની તમામ શાળાઓ અને કોલેજોમાં શૈક્ષણિક કાર્ય બંધ રહેશે: વિદ્યાર્થીઓ માટે રજા જાહેર યુ ટર્ન: મોરબીના વોર્ડ નં-2 માં ચોમાસા પછી પ્રાથમિક સુવિધાના કામ નહિ થાય તો હું રાજીનામું આપીશ: કોર્પોરેટર સીતાબેન હુંબલ મોરબી જીલ્લામાં 3 કોઝવે ઉપર પાણી આવી જવાથી અને 1 ડાયવર્ઝન ધોવાઈ જતાં રસ્તાઓને બંધ કરાયા મોરબી જીલ્લામાં વરસાદી પાણીનો નિકાલ સહિતની બાબતોને લઈને કલેક્ટરની અધિકારીઓએ સાથે બેઠક યોજાઈ મોરબીનો મચ્છુ-3 ડેમ 100 ટકા ભરાયો: 2 દરવાજા 1 ફૂટ  ખોલ્યા: 2 તાલુકાના 21 ગામોને એલર્ટ કરાયા વાંકાનેરમાં નેશનલ હાઈવે અને સર્વિસ રોડ ઉપર વરસાદી પાણી ભરાઈ જતા વાહનોની અવરજવર બંધ
Breaking news
Morbi Today

વાંકાનેર: મામાના દીકરાના લગ્નમાં જવા નીકળેલા બે પિતરાઇને નડ્યો અકસ્માત, એકનું મોત-એક સારવારમાં


SHARE







વાંકાનેર: મામાના દીકરાના લગ્નમાં જવા નીકળેલા બે પિતરાઇને નડ્યો અકસ્માત, એકનું મોત-એક સારવારમાં

વાંકાનેર તાલુકાના કોટડા નાયાણી ગામે રહેતો યુવાન તેના માસીના દીકરા સાથે બાઈકમાં તરણેતર ગામે સમૂહલગ્નમાં તેના મામાના દીકરાના લગ્ન હોવાથી ત્યાં જઈ રહ્યો હતો દરમિયાન દલડીથી કાછિયાગાળા વચ્ચે અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં આઇસર ચાલકે બાઇકને હડફેટે લેતા બાઈક ચાલકને ગંભીર ઈજા થઈ હોવાથી તેનું મોત નીપજયું હતું અને ફરિયાદી યુવાનને ઇજા થઈ હોવાથી તેને સારવારમાં રાજકોટ લઈને ગયા હતા ત્યાં સારવાર લીધા બાદ તેણે આઇસરના ચાલક સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે વાંકાનેર તાલુકાના કોટડાનાયાણી ગામે રહેતા અજયભાઈ અશોકભાઈ ગોરીયા જાતે કોળી (૧૯)એ હાલમાં આઇસર નંબર જીજે ૬ બીવી ૩૫૭૯ ના ચાલકની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, ફરિયાદી તેના માસીના દીકરા વિજયભાઈ મનસુખભાઈ ધરજીયા રહે. જોધપર ખારી વાળાની સાથે તેના બાઈક નંબર જીજે ૩ એચએમ ૬૩૬૧ માં દીધેલીયાથી તરણેતર ગામ જવા માટે રવાના થયા હતા ત્યારે દલડી થી કાછિયાગાળા વચ્ચે આઇસરના ચાલકે તેઓના બાઇકને હડફેટે લીધું હતું જેથી કરીને અકસ્માતનો બનાવ બન્યો હતો અને તેમાં બાઇક ચાલક વિજયભાઈ ધરજીયાને ગંભીર ઇજા થઈ હોવાથી તેનું સ્થળ ઉપર જ મૃત્યુ નીપજ્યું હતું અને બાઈકમાં પાછળ બેઠેલ ફરિયાદીને ગંભીર થયું હોવાથી તેણે પોતાના પરિવારજનોને જાણ કરતા તેના પિતા અશોકભાઈ ગોરીયા અને તેના મામા ત્યાં આવ્યા હતા અને તેને રાજકોટની ખાનગી હોસ્પિટલે સારવાર માટે લઈ ગયા હતા અને આ યુવાનને માથામાં સાત અને હોઠે ત્રણ ટાંકા આવ્યા છે જો કે, સારવાર લીધા બાદ હાલમાં વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે આઇસરના ચાલક સામે યુવાને ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આઈસર ચાલકને પકડવા માટે થઈને તજવીજ શરૂ કરી છે






Latest News