મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા વાંકાનેરમાં ફૂલના હારનો વેપાર કરતાં યુવાનને નજીવી વાતમાં ઢીકાપાટુનો માર મારીને જાનથી મારી નાખવાની ધમકી મોરબી જિલ્લા રાજપૂત સમાજ દ્વારા આયોજિત નવરાત્રિ મહોત્સવમાં દીકરીઓએ બુલેટ અને બાઇક સાથે રજૂ કર્યો અદ્ભુત તલવાર રાસ
Breaking news
Morbi Today

વાંકાનેર નજીક રિક્ષાના ફોટો પડતાં પત્રકારને બે શખ્સોએ ધોકા વડે માર માર્યો: જાનથી મારી નાખવાની ધમકી


SHARE









વાંકાનેર નજીક રિક્ષાના ફોટો પડતાં પત્રકારને બે શખ્સોએ ધોકા વડે માર માર્યો: જાનથી મારી નાખવાની ધમકી

વાંકાનેર નજીક રાતીદેવળી રોડ ઉપર આવેલ પંપ પાસે રિક્ષાના ફોટો પાડતા પત્રકારને ગાળો આપીને ધોકા વડે આડેધડ શરીરે માર મારવામાં આવ્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી જેથી કરીને ભોગ બનેલા પત્રકાર દ્વારા હાલમાં વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જાણવા મળતી માહિતી પ્રમાણે વાંકાનેરના વાકિયા ગામે રહેતા શરાફુદીનભાઈ હાજીભાઈ માથકિયા જાતે મોમીન (૪૦)એ હાલમાં અકબરભાઈ મુસાભાઇ ફકીર રહે. વાંકાનેર સિટી સ્ટેશન રોડ અને એક અજાણ્યા શખ્સ સહિત કુલ બે શખ્સોની સામે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, વાંકાનેરના રાતીદેવળી રોડ ઉપર આવેલ એસ્સારના પંપ પાસે તે રિક્ષાના ફોટા પાડતો હતો ત્યારે રિક્ષાના ફોટા કેમ પાડે છે..? તેમ કહીને આરોપીએ તેને ગાળો આપી હતી અને ત્યારબાદ ધોકા વડે માર માર્યો હતો તેમજ જતાં જતાં જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલા પત્રકાર દ્વારા હાલમાં વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.




Latest News