મોરબી નજીક સિરામિક કારખાનામાં નિયમિત કામે આવવા બાબતે યુવાનને લોખંડના પાઇપ અને ધોકા વડે માર માર્યો મોરબીના પ્રેમજીનગર પાસે રોડ ક્રોસ કરતી બાળકીને આઇસર ચાલકે હડફેટે લેતા ઘટના સ્થળે જ મોત હળવદના દેવીપુર ગામે મકાનના પ્લોટ બાબતે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને સામસામે મારામારી ટંકારાના વાછકપર ગામે ઝેરી દવા પી ગયેલ બાળકનું મોત: વાંકાનેરના સરધારકા ગામે ઇલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત મોરબીમાં ગૌરક્ષક દળ તેમજ રાજનગર યુવા ગ્રુપ દ્વારા જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી મોરબીમાં મિશન ન્યૂ ઇન્ડિયાની ટીમ દ્વારા સફાઈ કર્મચારીઓનું કરાયું સન્માન મોરબીના રફાળેશ્વર ગામે સગીરા અને હળવદના ભવાનીનગરમાં યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત વાંકાનેરમાં અગાઉ થયેલ માથાકૂટમાં મિત્રનું ઉપરાણું લેનારા યુવાન ઉપર છરી વડે હુમલો
Breaking news
Morbi Today

વાંકાનેરમાં જવલંતશિલ પદાર્થ ભરેલ કાચ સળગતી બોટલ ફેંકી બે શખ્સ ફરાર: ભયનો માહોલ


SHARE





વાંકાનેરમાં જવલંતશિલ પદાર્થ ભરેલ કાચ સળગતી બોટલ ફેંકી બે શખ્સ ફરાર: ભયનો માહોલ

વાંકાનેરની અમરનાથ સોસાયટીમાં બે બાઈક સવાર શખ્સ જોવા મળ્યા હતા જેથી તેની તરફ જય રહેલા યુવાનને રોકવા માટે તેના દ્વારા પેટ્રોલ ભરેલી કાચની બોટલો ફેંકવામાં આવી હતી જો કે, જવલંતશિલ પદાર્થ ભરેલ કાચ સળગતી બોટલ ફેંકીને આ બંને શખ્સો નાસી છૂટયા હતા ત્યાર બાદ યુવાને બૂમા બૂમ કરતાં આસપાસના લોકો જાગી ગયા હતા અને બાઇક લઈને નાશી ગયેલા શખ્સોને શોધવા માટેની કવાયત શરૂ કરવામાં આવી હતી જો કે, તેનો કોઈ પત્તો ન લગતા અંગે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશને બે અજાણ્યા શખ્સોની સામે ગુનો નોંધીને હાલમાં પોલીસે સીસીટીવી કેમેરાના ફૂટેજના આધારે આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેરમાં આવેલી અમરનાથ સોસાયટીમાં મંગવારે વહેલી સવારે ત્રણ વાગ્યે બાઇક લઈને બે અજાણ્યા શખ્સો ત્યાં આવ્યા હતા અને ત્યારે જાગી ગયેલ યુવાન ગેલાભાઇ મૈયાભાઇ મુંધવા જાતે ભરવાડ (૪૫) તેના તરફ આગળ જતાં તેને રોકવા માટે આ શખ્સો દ્વારા તેની પાસે રહેલ જવલંતશિલ પદાર્થ ભરેલ કાચની સળગતી બોટલ ફેંકી તે બંને શખ્સો બાઇક લઈને નાશી ગયા હતા જો કે, ગેલાભાઇ મૈયાભાઇ મુંધવાએ બૂમા બૂમ કરી હતી જેથી કૈરને આસપાસના લોકો જાગી ગયા હતા અને બાઇક ઉપર આવીને જવલંતશિલ પદાર્થ ભરેલ કાચની સળગતી બોટલ ફેંકી નાસી ગયેલા શખ્સોને શોધવા માટે તજવીજ શરૂ કરી હતી જો કે તે બંને મળી આવ્યા ન હતા જેથી કરીને હાલમાં ગેલાભાઇ મૈયાભાઇ મુંધવા દ્વારા વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે બે અજાણ્યા શખ્સોની સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે આઇ.પી.સી. કલમ ૩૪૧, ૨૮૫, ૩૩૬, ૧૧૪ મુજબ ગુનો નોંધીને આરોપીઓને શોધવા માટે તજવીજ શરૂ કરી છે આ ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને પોલીસે હાલમાં આરોપીઓ સુધી પહોચવા માટે ઘટના સ્થળની આસપાસના વિસ્તારના સીસીટીવી કેમેરાના ફૂટેજ લેવા માટેની તજવીજ શરૂ કરી છે




Latest News