હૈ તૈયાર હમ: મોરબી જિલ્લાના મતદાન મથકો ઉપર EVM સહિતની મશીનરી-સ્ટાફ રવાના, 225 મતદાન મથકો સંવેદનશીલ હળવદના ગોલસાણ ગામે ભત્રીજા-ભત્રીજીના લગ્ન પ્રસંગમાં સાળાના દીકરાને લેવા જઇ રહેલા યુવાનનું મોરબી નજીક માર્ગ અકસ્માતમાં મોત મોરબી મહાપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયત તેમજ પાલિકાની ચૂંટણી માટે કાલે મતદાન: ૮૫૭ મતદાન મથકો ઉપર સ્ટાફ-મશીનરીની આજે ફાળવણી માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનને છરીના ઘા ઝીકયા ટંકારાના ઓટાળા નજીક કાર ચાલકે માલવાહક વાહનને હડફેટે લેટ બાળક સહિત 3 વ્યક્તિને ઇજા: હળવદમાં કાર ચાલકે સ્કૂટરને હડફેટે લેતા અકસ્માત ટંકારાના હડમતીયા ગામે મિત્રના લગ્ન પ્રસંગમાં ગયેલા યુવાનને જૂના ઝઘડાનો ખાર રાખીને મારી નાખવાની ધમકી મોરબીમાં ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા 3 શખ્સો પકડાયા મોરબીમાં ચૂંટણીના માહોલ વચ્ચે વિદેશી દારૂની જુદીજુદી ત્રણ રેડમાં 620 બોટલ દારૂ ઝડપાયો
Breaking news
Morbi Today

વાંકાનેરના ગારીડા ગામે ભૂસ્તરમાંથી શંકાસ્પદ પદાર્થ બહાર આવતા કુતૂહલ: તપાસનો ધમધમાટ


SHARE













વાંકાનેરના ગારીડા ગામે ભૂસ્તરમાંથી શંકાસ્પદ પદાર્થ બહાર આવતા કુતૂહલ: તપાસનો ધમધમાટ

વાંકાનેર તાલુકાના ગારીડા ગામની સામે આવેલ ડુંગરના ધાર વિસ્તારમાં બુધવારે રાત્રીના સમયે પહેલા બ્લાસ્ટ થયો હતો અને ત્યાર બાદ ભૂસ્તરમાંથી શંકાસ્પદ પદાર્થ બહાર આવતા કુતૂહલ સર્જાયું છે અને આ અંગેની વાંકાનેરના પ્રાંત અધિકારી અને મામલતદારને જાણ કરવામાં આવતા હાલમાં તપાસનો ધમધમાટ સહરું કરવામાં આવેલ છે

એક બાજુ વર્તમાન સમયમાં ગરમીનો પારો દિવસેને દિવસે વધી રહ્યો છે ત્યારે બીજી બાજુ મોરબી જિલ્લાના ગારિડા ગામે આવેલ ડુંગરના ધાર વિસ્તારમાં બુધવારે રાત્રીના સમયે બનેલા બનાવને લઈને લોકોમાં ભારે કુતૂહલ છે હાલમાં ગારિડા ગામના સરપંચ યુનુસભાઈ માથકીયાના કહેવા મુજબ ડુંગરના ધાર વિસ્તારમાં પહેલા બ્લાસ્ટ જેવો અવાજ આવ્યો હતો પછી જમીનમાંથી ધુમાડા સાથે પદાર્થ નીકળ્યો હતો જે અંગેની ત્યાં માલઢોર રાખતા માલધારીએ તેઓને અને ગામના લોકોને જાણ કરી હતી જેથી કરીને ગ્રામજનોમાં હાલમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે અને આ અંગેની તેઓએ વાંકાનેર તાલુકાનાં પ્રાંત અધિકારીને જાણ કરી હતી

હાલમાં પ્રાંત અધિકારી સેરશિયા સાથે વાત કરતાં તેઓએ જણાવ્યુ હતું કે, વાંકાનેરના મામલતદાર અને ટીડીઓને સ્થળ તપાસ માટે મોકલ્યા હતા જેથી કરીને મામલતદાર કાનાણી સાથે વાત કરતાં તેમણે કહ્યું હતું કે, લાવા જેવો શંકાસ્પદ પદાર્થ લાગી રહ્યો છે જો કે, લાવા છે કે નહીં તેની તપાસ પાસે જીપીસીબી અને જિયોલોજિસ્ટ વિભાગને આ અંગેની જાણ કરવામાં આવી છે જો કે, ગારિડા ગામ પાસે નેશનલ હાઈવેની બાજુમાં આવેલ ડુંગરની ધારમાં જમીનમાં ઘુઘવાટનો અવાજ આવ્યા પછી બ્લાસ્ટ અને જમીનમાંથી ધુમાડા નીકળ્યા હતા તેવું લોકો કહી રહ્યા છે ત્યારે ખરેખર આ શું છે તે દિશામાં તંત્ર તપાસ કરી રહ્યું છે






Latest News