રાજ્યમંત્રી રિવાબા જાડેજાની અધ્યક્ષતામાં વાંકાનેરમાં વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબી જિલ્લામાં બાકી રહી ગયેલા અને મતદારો માટે હાથ ધરાશે સતત મતદારયાદી સુધારણા ખાસ ઝુંબેશ મોરબીમાં મુસ્કાન નવરાત્રી મહોત્સવ ઉત્સાહ અને ઉમંગ સાથે યોજાયો મોરબીમાં શ્રી ઉમિયા નવરાત્રિનું 16મું વર્ષ: ગરબાની રમઝટ સાથે સમાજસેવાની સરવાણી પોક્સો-એનડીપીએસ વિગેરે જેવા ગંભીર ગુનામાં આરોપીઓને વધુમાં વધુ સજા થાય તે માટે મોરબીમાં ડી.ઓ.પી. અંબાલાલ પટેલની હાજરીમાં લીગલ સેમીનાર યોજાયો મોરબીના પીપળી નજીક અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા રોડ સાઇડમાં ઉભેલા આધેડનું મોત મોરબીમાં ઘરમાંથી 96 બોટલ દારૂ-72 બીયરના ટીન ઝડપાયા: આરોપીની શોધખોળ મોરબીમાં આવેલ બ્લૂઝોન ફેક્ટરીની ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન આંબાલાલ પટેલે લીધી મુલાકાત
Breaking news
Morbi Today

મોરબીના ઓમનગર (નવા ખારચીયા) ખાતે રવિવારે બોપલિયા પરિવાર દ્વારા બહુચર માતા મંદિરે પાટોત્સવ


SHARE









મોરબીના ઓમનગર (નવા ખારચીયા) ખાતે રવિવારે બોપલિયા પરિવાર દ્વારા બહુચર માતા મંદિરે પાટોત્સવ

મોરબીના ઓમનગર (નવા ખારચિયા) ખાતે સમસ્ત બોપલિયા પરિવારના શ્રી બહુચરાજી માતાજી મંદિર ખાતે 21 મો વાર્ષિક પાટોત્સવ તથા યજ્ઞ યોજાશે આગામી તા.14-5 ને રવિવારના રોજ ઓમનગર (નવા ખારચિયા) ગામે બહુચરાજી મંદિરનો 21 મો પાટોત્સવ યોજનાર છે સાથેસાથે યજ્ઞનું આયોજન પણ કરવામાં આવેલું છે.

યજ્ઞના મુખ્ય યજમાન તરીકે વ્રજ દિનેશભાઈ બોપલિયા તેમજ જયશ્રીબેન વ્રજકુમાર બોપલિયા સાતક બેસશે. તેમજ પાટલાના યજમાન તરીકે ગિરીશ મહાદેવભાઇ બોપલિયા, હાર્દિક પ્રવીણભાઇ બોપલિયા, પ્રકાશ લાલજીભાઇ બોપલિયા અને ગૌરવ દિનેશભાઇ બોપલિયા રહેશે.જેમાં તા.13-5 ને શનિવારે રાત્રીના 9:00 કલાકે માતાજીના રાસ ગરબાનું આયોજન કરેલ છે જ્યારે તા.14 ને રવિવારે સવારે 7:00 વાગ્યે દેહશુધ્ધી તથા યજ્ઞ બાદ બપોરના 12:00 કલાકે મહાપ્રસાદ યોજાશે આ મહાપ્રસાદના દાતા તરીકે કાનજીભાઈ જીવાભાઇ બોપલિયા (ખારચિયા હાલ મોરબી) વાળાએ આર્થિક સહયોગ આપ્યો હતો તે ઉપરાંતના દાતાઓ દ્વારા પણ આર્થિક સહયોગ આપવામાં આવ્યો હોવાનું જાણવા મળેલ છે મોરબીના જુદા જુદા ગ્રામ્ય વિસ્તારોમાંથી તેમજ મોરબી બહાર વસતા સમસ્ત બોપલિયા પરિવારને આ પાટોત્સવ તથા યજ્ઞ અને મહાપ્રસાદનો લાભ લેવા આયોજકો દ્વારા યાદીમાં જણાવવામાં આવેલ છે.




Latest News