રાજ્યમંત્રી રિવાબા જાડેજાની અધ્યક્ષતામાં વાંકાનેરમાં વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબી જિલ્લામાં બાકી રહી ગયેલા અને મતદારો માટે હાથ ધરાશે સતત મતદારયાદી સુધારણા ખાસ ઝુંબેશ મોરબીમાં મુસ્કાન નવરાત્રી મહોત્સવ ઉત્સાહ અને ઉમંગ સાથે યોજાયો મોરબીમાં શ્રી ઉમિયા નવરાત્રિનું 16મું વર્ષ: ગરબાની રમઝટ સાથે સમાજસેવાની સરવાણી પોક્સો-એનડીપીએસ વિગેરે જેવા ગંભીર ગુનામાં આરોપીઓને વધુમાં વધુ સજા થાય તે માટે મોરબીમાં ડી.ઓ.પી. અંબાલાલ પટેલની હાજરીમાં લીગલ સેમીનાર યોજાયો મોરબીના પીપળી નજીક અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા રોડ સાઇડમાં ઉભેલા આધેડનું મોત મોરબીમાં ઘરમાંથી 96 બોટલ દારૂ-72 બીયરના ટીન ઝડપાયા: આરોપીની શોધખોળ મોરબીમાં આવેલ બ્લૂઝોન ફેક્ટરીની ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન આંબાલાલ પટેલે લીધી મુલાકાત
Breaking news
Morbi Today

મોરબીના પંચાસર રોડે બહેનને કેમ મારો છો કહીને બનેવીને સાળા સહિત ત્રણ શખ્સોએ માર માર્યો


SHARE









મોરબીના પંચાસર રોડે બહેનને કેમ મારો છો કહીને બનેવીને સાળા સહિત ત્રણ શખ્સોએ માર માર્યો

મોરબીના પંચાસર રોડ ઉપર આવેલ રોલા રાતડીયાની વાડીમાં રહેતા યુવાનને રોકીને તેના સાળા સહિતના ત્રણ શખ્સો દ્વારા મારી બહેનને કેમ માર મારો છો તેવું કહીને બનેવીને જેમ ફાવે તેમ ગાળો બોલવામાં આવી હતી અને ગાળો બોલવાની ના પાડવામાં આવતા બે શખ્સોએ તેને પકડી રાખ્યો હતો અને એક શખ્સે તેને લોખંડના પાઇપ વડે માથામાં અને ડાબા કાન ઉપર માર મારીને ઈજા કરી હતી તેમજ ઢીકા પાટુનો મારમારીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી જેથી ભોગ બનેલા યુવાન દ્વારા હાલમાં સારવાર લીધા બાદ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે પોતાના સાળા સહિત ત્રણની સામે ફરિયાદ નોંધાવવા આવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બનાવની જાણમાં મળતી માહિતી પ્રમાણે મોરબીના પંચાસર રોડ ઉપર આવેલ રોલા રાતડીયાની વાડીમાં રહેતા કમલેશભાઈ અરજણભાઈ ડાભી જાતે સતવારા (૩૩) એ હાલમાં તેના સાળા જયંતીભાઈ નરસીભાઈ કંણજારિયા, જગાભાઈ રામજીભાઈ કંણજારિયા અને હસુભાઈ રહે ત્રણેય માંગરની વાડી સમયના ગેટ પાસે સનાળા રોડ મોરબી વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેણે જણાવ્યું છે કે મોરબીના પંચાસર રોડ ઉપર મામાદેવના મંદિર પાસેથી તે પોતાનું બાઈક લઈને ઘર તરફ જતો હતો ત્યારે ત્રણેય આરોપીઓ ત્યાં બાઈક લઈને તેની પાછળ આવ્યા હતા અને તેની આડે બાઇક ઊભું રાખીને જયંતીભાઈ કંણજારિયા એ મારા બહેન રૂક્ષ્મણીબેનને કેમ માર મારો છો તેમ કહીને જેમ ફાવે તેમ ગાળો આપવા લાગ્યો હતો જેથી કરીને ગાળો આપવાની ના પાડતા જયંતીભાઈ અને હસુભાઈએ તેને પકડી રાખેલ અને જગાભાઈએ લોખંડના પાઇપ વડે તેને માથા અને ડાબા કાન ઉપર માર મારી લોહીયાળ ઈજા કરી હતી અને ઢીકા પાટુનો માર મારીને જયંતીભાઈ કંણજારિયાએ જાનથી મારી રાખવાની ધમકી આપી હતી જેથી કરીને ભોગ બનેલા કમલેશભાઈ ડાભીએ સારવાર લીધા બાદ હાલમાં મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે તેના સાળા સહિત કુલ મળીને ત્રણ શખ્સોની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે




Latest News