હાઈ એલર્ટ: શનિવારે વહેલી સવારે ૪ વાગ્યે મચ્છુ-૨ ડેમના દરવાજા ખોલીને નદીમાં ૪૯૦૦૦ ક્યુસેક પાણી છોડશે મોરબીનો ઘોડાધ્રોઈ ડેમ 100 ટકા ભરાઈ જતા 2 દરવાજા 3 ફૂટ ખોલ્યા ભારે વરસાદની અગમચેતીના ભાગરૂપે આવતીકાલે મોરબી જિલ્લાની તમામ શાળાઓ અને કોલેજોમાં શૈક્ષણિક કાર્ય બંધ રહેશે: વિદ્યાર્થીઓ માટે રજા જાહેર યુ ટર્ન: મોરબીના વોર્ડ નં-2 માં ચોમાસા પછી પ્રાથમિક સુવિધાના કામ નહિ થાય તો હું રાજીનામું આપીશ: કોર્પોરેટર સીતાબેન હુંબલ મોરબી જીલ્લામાં 3 કોઝવે ઉપર પાણી આવી જવાથી અને 1 ડાયવર્ઝન ધોવાઈ જતાં રસ્તાઓને બંધ કરાયા મોરબી જીલ્લામાં વરસાદી પાણીનો નિકાલ સહિતની બાબતોને લઈને કલેક્ટરની અધિકારીઓએ સાથે બેઠક યોજાઈ મોરબીનો મચ્છુ-3 ડેમ 100 ટકા ભરાયો: 2 દરવાજા 1 ફૂટ  ખોલ્યા: 2 તાલુકાના 21 ગામોને એલર્ટ કરાયા વાંકાનેરમાં નેશનલ હાઈવે અને સર્વિસ રોડ ઉપર વરસાદી પાણી ભરાઈ જતા વાહનોની અવરજવર બંધ
Breaking news
Morbi Today

વાંકાનેરના વીસીપરા નજીક શ્રમિક યુવાનની હત્યા


SHARE







વાંકાનેરના વીસીપરા નજીક શ્રમિક યુવાનની હત્યા

વાંકાનેરના લુણસરિયાથી વીસીપરા વચ્ચેના વિસ્તારમાંથી યુવાનની હત્યા કરેલી લાશ મળી આવી હતી જે બનાવ સંદર્ભે હાલમાં વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા શખ્સની સામે હત્યાનો ગુનો નોંધાયેલ છે જેથી કરીને પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી વિગતો પ્રમાણે ટંકારા તાલુકાના હીરાપર ગામે રહેતા અને મજૂરોનો કોન્ટ્રાક્ટ રાખતા અરવિંદભાઈ ટીહાભાઈ લામકા જાતે ભરવાડ (૪૫) એ હાલમાં વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા શખ્સની સામે હત્યાની ફરિયાદ નોંધાવવામાં આવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, વાંકાનેરના જુના લુણસરિયાથી વીસીપરા વચ્ચેના રોડ ઉપરથી તેના મજુર કાર્તિકસિંગ રૂહયાસિંગ રહે. અજોધીયા વાયા નિલાગીરી તાલુકો ચીત્રકુટ જીલ્લો બોલેશ્વર રાજ્ય ઓડીસા વાળાની શરીરે બોથડ પદાર્થ વડે મુંઢ માર મારીને હત્યા કરેલી લાશ મળી આવી હતી જેથી કરીને આ બનાવ સંદર્ભે હાલમાં અરવિંદભાઈ લામકાએ અજાણ્ય શખ્સની સામે હત્યાની ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનના પીઆઇ પી.ડી. સોલંકી ચલાવી રહ્યા છે






Latest News