રાજ્યમંત્રી રિવાબા જાડેજાની અધ્યક્ષતામાં વાંકાનેરમાં વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબી જિલ્લામાં બાકી રહી ગયેલા અને મતદારો માટે હાથ ધરાશે સતત મતદારયાદી સુધારણા ખાસ ઝુંબેશ મોરબીમાં મુસ્કાન નવરાત્રી મહોત્સવ ઉત્સાહ અને ઉમંગ સાથે યોજાયો મોરબીમાં શ્રી ઉમિયા નવરાત્રિનું 16મું વર્ષ: ગરબાની રમઝટ સાથે સમાજસેવાની સરવાણી પોક્સો-એનડીપીએસ વિગેરે જેવા ગંભીર ગુનામાં આરોપીઓને વધુમાં વધુ સજા થાય તે માટે મોરબીમાં ડી.ઓ.પી. અંબાલાલ પટેલની હાજરીમાં લીગલ સેમીનાર યોજાયો મોરબીના પીપળી નજીક અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા રોડ સાઇડમાં ઉભેલા આધેડનું મોત મોરબીમાં ઘરમાંથી 96 બોટલ દારૂ-72 બીયરના ટીન ઝડપાયા: આરોપીની શોધખોળ મોરબીમાં આવેલ બ્લૂઝોન ફેક્ટરીની ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન આંબાલાલ પટેલે લીધી મુલાકાત
Breaking news
Morbi Today

મોરબીમાં વિધર્મી શખ્સે યુવતી પાસે અશ્લીલ માંગણી કરીને આપી જાનથી મારી નાખવાની ધમકી


SHARE









મોરબીમાં વિધર્મી શખ્સે યુવતી પાસે અશ્લીલ માંગણી કરીને આપી જાનથી મારી નાખવાની ધમકી

મોરબી શહેરમાં છેડતી અને દુષ્કર્મના બનાવો ચિંતાજનક વધી રહ્યા છે ત્યારે વધુ એક લાલબતી સમાન બનાવો મોરબીમાં સામે આવ્યો છે જેમાં માળીયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રહેતી યુવતી સાથે મોબાઈલ ફોન નંબર મેળવીને સંપર્ક કરીને તેને મોરબીના કામધેની પાર્ટી પ્લોટે તથા અન્ય જગ્યાએ બોલાવીને તેની સાથે સેલ્ફી ફોટા પાડી લીધા હતા ત્યાર બાદ તેને બ્લેકમેલ કરવામાં આવતી હતી અને તેના શરીરે અડપલા કરીને અશ્લીલ માંગણી કરવામાં આવતી હતી તેમજ લગ્ન કરવા માટેનું દબાણ કરવામાં આવતું હતું જો કે, યુવતીએ લગ્ન કરવાની ના પાડી હતી જેથી કરીને તે યુવતીને તેમજ તેના પરિવારને મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલ યુવતી દ્વારા મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે એક શખ્સની સામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

બનાવની જાણવા મળતી મુજબ માળિયા મીયાણા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રહેતી યુવતીનો આઠેક મહિના પહેલા કોઈપણ રીતે હળવદ તાલુકાના નવા દેવળીયા ગામે રહેતા એજાજ અલાઉદ્દીન હિંગળોજા નામના શખ્સે મોબાઈલ નંબર મેળવી લીધો હતો અને ત્યારબાદ તેની સાથે વિશ્વાસ કેળવીને તેની ફ્રેન્ડ મોરબીના બાયપાસ રોડ ઉપર આવેલ કામધેનું પાર્ટી પ્લોટ ખાતે આવેલ છે તેવું કહીને તેને વિશ્વાસમાં લઈને કામધેનુ પાર્ટી પ્લોટે બોલાવીને તેમજ અલગ અલગ જગ્યાઓએ તેને લઈ જઈને તેની સાથે સેલ્ફી ફોટા પાડી લીધા હતા અને ત્યારબાદ તે ફોટોના આધારે તેને બ્લેકમેલ કરી અવારનવાર મળવા માટે યુવતીને બોલાવવામાં આવતી હતી અને ત્યારે તે યુવતી સાથે શારીરિક અડપલા કરીને અશ્લીલ માગણી કરવામાં આવતી હતી તેમજ લગ્ન કરવા માટે દબાણ કરવામાં આવતું હતું જોકે, યુવતીએ લગ્ન કરવાની ના પાડી હોવા છતાં તેને ફોન કરીને આરોપી દ્વારા ફરિયાદીને તેમજ તેના પરિવારજનોને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવતી હતી જેથી કરીને ભોગ બનેલી યુવતી દ્વારા હાલમાં મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે હળવદ તાલુકાના નવા દેવળીયા ગામે રહેતા એજાજ અલાઉદ્દીન હિંગળોજાની સામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આઈપીસી કલમ ૩૫૪ (એ), ૩૫૪ (બી) અને ૫૦૬ (૨) મુજબ ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.




Latest News