મોરબીના જેતપર ગામે ચાલતા ખેડુત આંદોલનના સમર્થનમાં મહિલાઓ દ્વારા સ્કૂટર રેલી યોજાઇ મોરબીના ઢુવા પાસે સગાઇ થયેલ યુવતી પસંદ ન હોય ગળેફાંસો ખાઈ જતા યુવાનનું મોત, મહેન્દ્રનગર ગામે બીમારી સબબ યુવાનનું મોત મોરબીના જુના પિપળી ગામે કોમન પ્લોટની સફાઇ મામલે કુહાડી બતાવી ધમકી, ગુનો નોંધાયો, માળિયાના ખીરઈ ગામે દારૂની ચાલુ ભઠ્ઠી સાથે એક પકડાયો, ત્રણની શોધખોળ ચાલુ મેજર અપસેટ: સરકાર દ્વારા મંત્રણા માટે મોકલવામાં આવેલ આમંત્રણ મોરબીના જેતપર ગામે આંદોલન ચલાવતા ખેડૂતોએ સ્વીકારવાનો કર્યો ઇન્કાર મોરબી નાની બજારના બંધ મકાનમાંથી ૫૮૮ બોટલ દારૂ પકડાયો, બે ની શોધખોળ ચાલુ ; ઢુવા પીએચસી પાસેથી ચોરાયેલ બાઈક સાથે બાળકિશોર ઝડપાયો શ્રી પરશુરામ યુવા ગ્રુપ-મોરબી દ્વારા ગરમી અને તડકામાં રાહત માટે સરબત વિતરણનો સેવાયજ્ઞ મોરબી: માળીયાના વવાણીયા ગામે રૂપીયાની લેતી દેતી મુદદે દંપતી ઉપર હુમલો મોરબીના ઢુવા પાસે પગપાળા જતા મહિલાનું ડમ્પર હડફેટે મોત, હળવદમાં જાહેરનામા ભંગ સબબ કાર્યવાહી
Breaking news
Morbi Today

મોરબી નજીક ટ્રક ચાલકે ડબલ સાવરી બાઇકને હડફેટે લેતા અકસ્માત: ઇજા પામેલા યુવતી રાજકોટ સારવારમાં


SHARE









મોરબી નજીક ટ્રક ચાલકે ડબલ સાવરી બાઇકને હડફેટે લેતા અકસ્માત: ઇજા પામેલા યુવતી રાજકોટ સારવારમાં

મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસે આવેલ સીએનજી પમ્પ નજીક ડબલ સવારી બાઇકને ટ્રક ચાલકે હડફેટે લીધું હતું જેથી કરીને અકસ્માતમાં બનાવ બન્યો હતો અને તેમાં ઈજા પામેલ યુવતીને સારવાર માટે પ્રથમ મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવી છે આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીના વાવડી રોડ ઉપર આવેલ ગાયત્રી નગરમાં રહેતી ખુશી હરેશભાઈ પાડલીયા (૧૮) નામની યુવતી બાઈકમાં બેસીને મોરબીની મહેન્દ્રનગર ચોકડી થી સીએનજી પંપ તરફ જવાના રસ્તા ઉપરથી પસાર થઈ રહી હતી ત્યારે ડબલ સવારી બાઇકને ટ્રક ચાલકે હડફેટે લીધું હતું જેથી કરીને બાઈકમાં બેઠેલ ખુશી હરેશભાઈ પાડલીયા નામની યુવતીને ઇજા થઈ હોવાથી તેને પ્રથમ સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ રીફર કરવામાં આવી હતી જોકે અકસ્માતના આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની આગળની વધુ તપાસ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના જે.જે. ડાંગર ચલાવી રહ્યા છે

મારામારીમાં ઇજા

મોરબીના નવલખી રોડ ઉપર આવેલ રણછોડનગર શેરી નં-૨ માં મારામારીનો બનાવ બન્યો હતો જેમાં રાજકોટમાં રહેતા વિજય જીતુભાઈ કુંભારવાડીયા (૨૩) નામના યુવાનને ઇજા થઈ હતી જેથી કરીને ઈજા પામેલા યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને હોસ્પિટલે સારવાર આપ્યા બાદ મારામારીના આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે આ બનાવવાની આગળની વધુ તપાસ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના વી.ડી. મેતા ચલાવી રહ્યા છે

અકસ્માતમાં ઇજા

મોરબી નજીકના રાજપર કુંતાસી ગામે રહેતા નાનજીભાઈ ચકુભાઈ ગડારા (૫૫) પોતાનું બાઈક લઈને મોરબીની બાયપાસ ચોકડીએથી વાવડી ચોકડી તરફ જઈ રહ્યા હતા ત્યારે બાઈક ડિવાઈડર સાથે અથડાયું હતું જેથી કરીને અકસ્માતનો બનાવ બન્યો હતો અને તેમાં નાનજીભાઈ ગડારાને જમણા હાથે ઇજા થઈ હતી જેથી કરીને ઈજા પામેલા આધેડને સારવાર માટે હોસ્પિટલમાં આવ્યા હતા અને હોસ્પિટલ મારફતે અકસ્માતના બનાવની મોરબી સીટી એડવિઝન પોલીસની જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી આ બનાવની આગળની વધુ તપાસ મોરબી એડમિશન પોલીસ સ્ટેશનના એચ.એમ ચાવડા ચલાવી રહ્યા છે






Latest News