રાજ્યમંત્રી રિવાબા જાડેજાની અધ્યક્ષતામાં વાંકાનેરમાં વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબી જિલ્લામાં બાકી રહી ગયેલા અને મતદારો માટે હાથ ધરાશે સતત મતદારયાદી સુધારણા ખાસ ઝુંબેશ મોરબીમાં મુસ્કાન નવરાત્રી મહોત્સવ ઉત્સાહ અને ઉમંગ સાથે યોજાયો મોરબીમાં શ્રી ઉમિયા નવરાત્રિનું 16મું વર્ષ: ગરબાની રમઝટ સાથે સમાજસેવાની સરવાણી પોક્સો-એનડીપીએસ વિગેરે જેવા ગંભીર ગુનામાં આરોપીઓને વધુમાં વધુ સજા થાય તે માટે મોરબીમાં ડી.ઓ.પી. અંબાલાલ પટેલની હાજરીમાં લીગલ સેમીનાર યોજાયો મોરબીના પીપળી નજીક અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા રોડ સાઇડમાં ઉભેલા આધેડનું મોત મોરબીમાં ઘરમાંથી 96 બોટલ દારૂ-72 બીયરના ટીન ઝડપાયા: આરોપીની શોધખોળ મોરબીમાં આવેલ બ્લૂઝોન ફેક્ટરીની ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન આંબાલાલ પટેલે લીધી મુલાકાત
Breaking news
Morbi Today

મોરબીના ખાટકીવાસ પાસે યુવાનના ખિસ્સામાંથી મોબાઈલ ફોનની ચોરી


SHARE









મોરબીના ખાટકીવાસ પાસે યુવાનના ખિસ્સામાંથી મોબાઈલ ફોનની ચોરી

મોરબીના ગેસ્ટ હાઉસ રોડ પાસે આવેલ ખાટકીવાસ નજીક યુવાનના ખીસ્સામાંથી મોબાઈલ ફોનની ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને ભોગ બનેલા યુવાન દ્વારા મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે મોબાઇલ ચોરીની ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબી નજીકના વનાળીયા ગામે રહેતા અને પાઇપનું કારખાનું ધરાવતા ઈશાભાઈ ઇલિયાસભાઈ લઢુર જાતે સંધિ (૪૬) મોરબી શહેરના ગેસ્ટ હાઉસ રોડ ઉપર આવેલ ખાટકીવાસ પાસે હતા ત્યારે તેના શર્ટના ખીસ્સામાં રાખેલ ઓપો કંપનીના મોબાઈલ ફોનની કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને ભોગ બનેલા યુવાન દ્વારા હાલમાં મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ૬૦૦૦ ની કિંમતના મોબાઈલ ફોનની ચોરી થઈ હોવા અંગેની ફરિયાદ નોંધવામાં આવી છે જેના આધારે પોલીસે ચોરીનો ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

અપહરણનું આરોપી ઝડપાયો

એમપીના કલવર કનોજ વિસ્તારમાંથી સગીરાનું અપહરણ કરવામાં આવ્યું હતું. જેથી કરીને તે બાબતે ત્યાં નોંધેલ ફરિયાદ આધારે પોલીસ સગીરાને શોધવા માટે અને આરોપીને પકડવા માટે તજવીજ કરી હતી દરમિયાન આરોપી મોરબી તાલુકાની હદમાં આરોપી હોવાની માહિતી મળી હતી જેના આધારે એમપીના બાગલી પોલીસ સ્ટેશનના અધિકારી મોરબીમાં આવ્યા હતા અને તાલુકા પોલીસની ટીમને સાથે રાખીને મોરબી વિસ્તારમાંથી ભોગ બનેલ સગીરાને શોધી કાઢી હતી અને આરોપી સંદીપ સુમેર બચાનાથ રહે. કલવર કનોજ એમપી વાળાની ધરપકડ કરી હતી




Latest News