રાજ્યમંત્રી રિવાબા જાડેજાની અધ્યક્ષતામાં વાંકાનેરમાં વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબી જિલ્લામાં બાકી રહી ગયેલા અને મતદારો માટે હાથ ધરાશે સતત મતદારયાદી સુધારણા ખાસ ઝુંબેશ મોરબીમાં મુસ્કાન નવરાત્રી મહોત્સવ ઉત્સાહ અને ઉમંગ સાથે યોજાયો મોરબીમાં શ્રી ઉમિયા નવરાત્રિનું 16મું વર્ષ: ગરબાની રમઝટ સાથે સમાજસેવાની સરવાણી પોક્સો-એનડીપીએસ વિગેરે જેવા ગંભીર ગુનામાં આરોપીઓને વધુમાં વધુ સજા થાય તે માટે મોરબીમાં ડી.ઓ.પી. અંબાલાલ પટેલની હાજરીમાં લીગલ સેમીનાર યોજાયો મોરબીના પીપળી નજીક અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા રોડ સાઇડમાં ઉભેલા આધેડનું મોત મોરબીમાં ઘરમાંથી 96 બોટલ દારૂ-72 બીયરના ટીન ઝડપાયા: આરોપીની શોધખોળ મોરબીમાં આવેલ બ્લૂઝોન ફેક્ટરીની ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન આંબાલાલ પટેલે લીધી મુલાકાત
Breaking news
Morbi Today

ટંકારાના બંગાવડી ગામે યુવતીએ અંતીમ પગલું ભર્યું : મોત


SHARE









ટંકારાના બંગાવડી ગામે યુવતીએ અંતીમ પગલું ભર્યું : મોત

મોરબીના ટંકારા તાલુકામાં આવેલા બંગાવડી ગામે રહેતી યુવતી તેના ઘરે ગળેફાંસો ખાઈ જતા તેણીનું મોત નિપજયુ હતું અને મૃતદેહને અત્રેની સિવિલ હોસ્પિટલે પીએમ માટે લાવવામાં આવતા હાલ બનાવ અંગે પોલીસમાં જાણ કરાયેલ હોય પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના બંગાવડી ગામે રહેતી પાયલબેન દિનેશભાઈ દેત્રોજા નામની ૨૭ વર્ષીય યુવતી તેના ઘરે કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ ગઈ હતી જેથી કરીને તેણીનું મોત નિપજતા તેણીના ડેડબોડીને પીએમ માટે અહિંની સિવિલે લાવવામાં આવ્યું હતું હાલ બનાવ સંદર્ભે જાણ થયેલી હોય એ ડિવિઝન પોલીસ મથકના હરેશભાઈ ચાવડાએ પ્રાથમિક તપાસ કરી હતી અને બનાવ ટંકારા પોલીસ મથકની હદનો હોવાથી આગળની તપાસ માટે ટંકારા પોલીસમાં જાણ કરી હતી.

મારામારીમાં ઈજા થતા સારવારમાં

મોરબીના સામાકાંઠે આવેલા ઇન્દિરાનગર વિસ્તારમાં રહેતા ચંદ્રેશ ભગવાનજીભાઈ લાલવાણી નામના ૨૭ વર્ષના યુવાનને ઘર પાસે મારામારીના બનાવમાં ઇજાઓ પહોંચતા તેને સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો અને ત્યાં તેની સારવાર કરવામાં આવ્યા બાદ પોલીસને જાણ કરાયેલી હોય હાલ બી ડિવિઝન પોલીસ મથકના વાલભા ચાવડા દ્વારા આ અંગે નોંધ કરીને આગળની તપાસ કરવામાં આવી રહી છે.

બાળક સારવારમાં

મોરબી તાલુકાના નવાગામ ખાતે રહેતા બાબુ મહેશભાઈ અદગામા નામના ચાર વર્ષના બાળકને વાહન અકસ્માતના બનાવમાં ઇજા થતા સારવાર માટે અહીંની ખાનગી હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો તાલુકા પોલીસના જણાવ્યા પ્રમાણે બાબુ મહેશ અદગામા નામનો ચાર વર્ષનો બાળક શેરીમાં રમતો હતો ત્યારે કોઈ અજાણ્યા બાઈક ચાલકે તેને હજફેટે લેતા ઇજા પહોંચી હોય તેને સારવારમાં લાવવામાં આવ્યો હતો.




Latest News