મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાન સહિત બે વ્યક્તિ ઉપર છરી-ધોકા વડે 4 શખ્સનો હુમલો વાંકાનેરમાં ભિક્ષાવૃતિ કરીને મહિલાએ એકત્રિત કરેલ 50,000 રૂપિયાની અજાણ્યા શખ્સે કરી ચોરી હળવદના બુટવડા ગામે જુગાર રમતા 5 શખ્સ ઝડપાયા હળવદના ઢવાણા ગામે યુવાને કર્યો આપઘાત: મોરબીના લાલપર ગામે તાવની બીમારીમાં બાળકીનું મોત મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને આઠ લાખ ખર્ચ સહીત ચૂકવવા હુકમ
Breaking news
Morbi Today

વાંકાનેરમાં પાણી ચોરી કરતાં વેપારી સહિતઓની સામે પાલિકા કર્મચારીએ નોંધાવી ફરિયાદ


SHARE







વાંકાનેરમાં પાણી ચોરી કરતાં વેપારી સહિતઓની સામે પાલિકા કર્મચારીએ નોંધાવી ફરિયાદ

મોરબી જીલ્લામાં પાણીની બેફામ ચોરી કરવામાં આવતી હોય છે જો કે, કોઈ પણ જગ્યાએ પાણી ચોરી પકડાય પછી ગુના નોંધવામાં આવે છે આવી જ રીતે વાંકાનેર શહેરમાં અનેક ભૂતિયા નળ કનેક્શન હશે જો કે, વાંકાનેર સીટી પોલીસ લાઈનમાં પાણીની સપ્લાઈ માટે પાલિકા દ્વારા જે પાણીની લાઇન પથરવામાં આવી છે તેમાંથી ગેરકાયદેસર કનેકશન લેવામાં આવ્યું હોવાનું સામે આવ્યું હતું જેથી કરીને હાલમાં પાલિકાના કર્મચારી દ્વારા વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે પાણી ચોરીની વેપારી સહિત ત્રણ સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે

આ ઉપરાંત વાંકાનેર નગરપાલીકામા વોટર વર્ક સુપવાઈઝર અશોકભાઇ કનકપ્રસાદ રાવલ જાતે બ્રાહ્મણ (૫૭)એ પણ હાલમાં રફીકભાઇ મામદભાઇ બાદી, નીજામુદિનભાઇ મામદભાઇ બાદી અને આરીફભાઇ અલ્લાઉદ્દીનભાઇ શેરસીયા સામે ફરિયાદ નોંધવામાં આવી છે જેમાં તેને જણાવ્યુ છે કે,  વાંકાનેર વાંઢા લીમડા ચોક તરફથી વાંકાનેર પોલીસ લાઈન તરફ જતી પાણીની મેઈન લાઈનમાંથી જીગર ડેરી વાળા રફીકભાઇ મામદભાઇ બાદી, નીજામુદિનભાઇ મામદભાઇ બાદી અને આરીફભાઇ અલ્લાઉદ્દીનભાઇ શેરસીયાએ ગેરકાયદેસર પાણીનુ કનેકશન લઇ પાણી ચોરી કરેલ છે અને જે ગેરકાયદેસર કનેકશન લેવામાં આવ્યું હતું તે જીગર ડેરી તરફ જોવામા આવ્યું હતું જેથી કરીને પાલીકામાથી કોઈ એનઓસી લીધેલ છે કે કેમ ?, કોઈ મંજુરી લીધેલ છે ? જે તેની પાસે ન હોવાથી વેપારી સહિતના ત્રણેયની સામે વાંઢા લીમડા ચોક તરફથી વાંકાનેર પોલીસ લાઈન તરફ જતી પાણીની મેઈન લાઈનમાંથી જીગર ડેરી પાસે ગેરકાયદેસર પાણીનું કનેકશન લઇ પાણી ચોરી કરેલ હોવાથી પાલિકાના કર્મચારી દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આઇપીસી કલમ ૪૩૦ અને ૧૧૪ મુજબ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી કરેલ છે






Latest News