રાજ્યમંત્રી રિવાબા જાડેજાની અધ્યક્ષતામાં વાંકાનેરમાં વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબી જિલ્લામાં બાકી રહી ગયેલા અને મતદારો માટે હાથ ધરાશે સતત મતદારયાદી સુધારણા ખાસ ઝુંબેશ મોરબીમાં મુસ્કાન નવરાત્રી મહોત્સવ ઉત્સાહ અને ઉમંગ સાથે યોજાયો મોરબીમાં શ્રી ઉમિયા નવરાત્રિનું 16મું વર્ષ: ગરબાની રમઝટ સાથે સમાજસેવાની સરવાણી પોક્સો-એનડીપીએસ વિગેરે જેવા ગંભીર ગુનામાં આરોપીઓને વધુમાં વધુ સજા થાય તે માટે મોરબીમાં ડી.ઓ.પી. અંબાલાલ પટેલની હાજરીમાં લીગલ સેમીનાર યોજાયો મોરબીના પીપળી નજીક અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા રોડ સાઇડમાં ઉભેલા આધેડનું મોત મોરબીમાં ઘરમાંથી 96 બોટલ દારૂ-72 બીયરના ટીન ઝડપાયા: આરોપીની શોધખોળ મોરબીમાં આવેલ બ્લૂઝોન ફેક્ટરીની ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન આંબાલાલ પટેલે લીધી મુલાકાત
Breaking news
Morbi Today

મોરબીની સિવિલ હોસ્પિટલ-એ.એન.એમ. ટ્રેનીંગ સ્કૂલ દ્વારા ઇન્ટરનેશનલ નર્સીસ ડે ઉજવાયો 


SHARE









મોરબીની સિવિલ હોસ્પિટલ-એ.એન.એમ. ટ્રેનીંગ સ્કૂલ દ્વારા ઇન્ટરનેશનલ નર્સીસ ડે ઉજવાયો 

મોરબીની જી.એમ.ઈ.આર.એસ. જનરલ હોસ્પિટલ તથા એ.એન.એમ. ટ્રેનીંગ સ્કૂલ દ્વારા ઇન્ટરનેશનલ નર્સીસ ડે ના રોજ તમામ નર્સીસના પ્રણેતા ફ્લોરેન્સ નાઇન્ટીંગલના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી આ દિવસે હોસ્પિટલના તમામ નર્સીસ દ્વારા દર્દીઓને ફ્રૂટ વિતરણ કરવામાં આવ્યું હતું. કોરોના જેવી મહામારી માં નર્સીસ દ્વારા દર્દીઓ પ્રત્યે અદભૂત કામગીરી કરવામાં આવેલ જેથી તેઓ સમાજ માં મસીહા તરીકે ઊભરી આવેલ તથા  દેશ અનેદુનીયામાં નર્સીસનું મહત્વ સમજાયું હતુ .આ તકે ઉજવણી ના ભાગરૂપે જી.એમ.ઈ.આર.એસ. જનરલ હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ ડો. પ્રદીપ દૂધરેજીયા, આર.એમ.ઓ. ડો. સરડવા, આસીસ્ટન્ટ આર.એમ.ઓ. ડો.કાલરીયા, ડો.જગદીશ કૈલા, ઈ.ચા. ડીન ડો.સંજય વિકાણી, ડો.હીરેન, ડો.સુષ્મા દૂધરેજીયા, ડેપ્યુટી નર્સીંગ સુપ્રિટેન્ડન્ટ ચક્ષુ રંજન, પ્રિન્સીપાલ રમેશભાઈ જીવાણી, ઇન્ફેકશન કન્ટ્રોલ નર્સ ઇપ્તલકુમાર કૈલા ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં ફ્લોરેન્સ નાઇન્ટીંગલનો નર્સીગ પ્રોફેશનમાં ફાળો,નર્સીસનું મહત્વ અને બલીદાન  વિશે તમામ નર્સીસ ને સમજણ આપી હતી. અને આ દિવસે ANM નર્સીંગ સ્કૂલને એક નવું વોટર કુલર સિવિલના અધિક્ષક ડો. પ્રદીપ દૂધરેજીયા દ્વારા ફાળવવામાં આવ્યું હતું આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જી.એમ.ઈ.આર.એસ. જનરલ હોસ્પિટલના સતાધીશ, તમામ નર્સીસ તથા નર્સીંગ સ્ટુડન્ટે ભારે જહેમત ઉઠાવી હતી




Latest News