રાજ્યમંત્રી રિવાબા જાડેજાની અધ્યક્ષતામાં વાંકાનેરમાં વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબી જિલ્લામાં બાકી રહી ગયેલા અને મતદારો માટે હાથ ધરાશે સતત મતદારયાદી સુધારણા ખાસ ઝુંબેશ મોરબીમાં મુસ્કાન નવરાત્રી મહોત્સવ ઉત્સાહ અને ઉમંગ સાથે યોજાયો મોરબીમાં શ્રી ઉમિયા નવરાત્રિનું 16મું વર્ષ: ગરબાની રમઝટ સાથે સમાજસેવાની સરવાણી પોક્સો-એનડીપીએસ વિગેરે જેવા ગંભીર ગુનામાં આરોપીઓને વધુમાં વધુ સજા થાય તે માટે મોરબીમાં ડી.ઓ.પી. અંબાલાલ પટેલની હાજરીમાં લીગલ સેમીનાર યોજાયો મોરબીના પીપળી નજીક અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા રોડ સાઇડમાં ઉભેલા આધેડનું મોત મોરબીમાં ઘરમાંથી 96 બોટલ દારૂ-72 બીયરના ટીન ઝડપાયા: આરોપીની શોધખોળ મોરબીમાં આવેલ બ્લૂઝોન ફેક્ટરીની ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન આંબાલાલ પટેલે લીધી મુલાકાત
Breaking news
Morbi Today

મોરબીમાં ગુનાહિત પ્રવૃત્તિઓને રોકવા કારખાનેદારો-કોન્ટ્રાકટને મજૂરોની માહિતી એપ્લીકેશનમાં અપલોડ કરવા તાકીદ


SHARE









મોરબીમાં ગુનાહિત પ્રવૃત્તિઓને રોકવા કારખાનેદારો-કોન્ટ્રાકટને મજૂરોની માહિતી એપ્લીકેશનમાં અપલોડ કરવા તાકીદ

મોરબી સિરામિક એસોસિએશનના હૉલ ખાતે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઇની હાજરીમાં ગુનાહિત પ્રવૃત્તિઓને રોકવા માટે માર્ગદર્શન આપવાનો કાર્યક્ર્મ યોજાયો હતો જેમાં મોરબી તાલુકા પોલીસે સીરામીક ઉધોગકારો અને લેબર કોન્ટ્રાકટને તેની નીચે કામ કરતાં પરપ્રાંતીય શ્રમિકોનું રજિસ્ટ્રેશન કરવાની સૂચના આપી હતી. સાથોસાથ બાળકોને મજૂરી કામે ન રાખવાની ટકોર પણ કરી હતી

મોરબી તાલુકા પોલીસ દ્વારા લાલપર ગામ પાસે આવેલ મોરબી સિરામિક એસો.ના હૉલ ખાતે માહિતી આપવા માટે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કારખાનામાં કોન્ટ્રાક્ટ રાખતા કોન્ટ્રાક્ટરો અને કારખાનેદારો હાજર રહ્યા હતા અને તેને ચોરી, મારામારી, અપહરણ સહિતના ગુના રોકવા માટે તાલુકા પીઆઇ કે.એ. વાળાએ તમામ પરપ્રાંતિય શ્રમિકોનું રજિસ્ટ્રેશન કરવા માટે કહ્યું હતું તેમજ ૧૮ વર્ષથી નાના બાળકોને મજૂરી કામે રાખવા તે ગુનો બને છે જેથી કરીને નાની ઉમરના બાળકોને કામે ન રાખવા માટેની તાકીદ પણ કરી હતી વધુમાં પોલીસે એવું પણ કહ્યું હતું કે, મજૂરના આધાર કાર્ડ લેવા, ગુનાહિત પ્રવૃત્તિ કરતા મજૂરોની માલિક સાથે પોલીસને પણ જાણ કરવી, કારખાનાના વાહનો ચલાવતા વાહન ચાલકો પાસે લાયસન્સ હોવું જરૂરી વિગેરે જેવી સૂચનો આપવામાં આવી હતી અને ત્યારે મોરબી સિરામિક એસો.ના પ્રમુખ હરેશભાઈ બોપલિયા અને વિનોદભાઇ ભાડજા સહિતના હાજર રહ્યા હતા અને તેઓએ કારખાનેદારો અને કોન્ટ્રાક્ટરને મજૂરોની માહિતી પોલીસની એપ્લીકેશનમાં અપલોડ કરવા માટે અપીલ કરી હતી




Latest News