રાજ્યમંત્રી રિવાબા જાડેજાની અધ્યક્ષતામાં વાંકાનેરમાં વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબી જિલ્લામાં બાકી રહી ગયેલા અને મતદારો માટે હાથ ધરાશે સતત મતદારયાદી સુધારણા ખાસ ઝુંબેશ મોરબીમાં મુસ્કાન નવરાત્રી મહોત્સવ ઉત્સાહ અને ઉમંગ સાથે યોજાયો મોરબીમાં શ્રી ઉમિયા નવરાત્રિનું 16મું વર્ષ: ગરબાની રમઝટ સાથે સમાજસેવાની સરવાણી પોક્સો-એનડીપીએસ વિગેરે જેવા ગંભીર ગુનામાં આરોપીઓને વધુમાં વધુ સજા થાય તે માટે મોરબીમાં ડી.ઓ.પી. અંબાલાલ પટેલની હાજરીમાં લીગલ સેમીનાર યોજાયો મોરબીના પીપળી નજીક અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા રોડ સાઇડમાં ઉભેલા આધેડનું મોત મોરબીમાં ઘરમાંથી 96 બોટલ દારૂ-72 બીયરના ટીન ઝડપાયા: આરોપીની શોધખોળ મોરબીમાં આવેલ બ્લૂઝોન ફેક્ટરીની ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન આંબાલાલ પટેલે લીધી મુલાકાત
Breaking news
Morbi Today

મોરબીના કુલીનગરમાં ઝઘડાનો ખાર રાખીને બે શખ્સોએ બાઈકમાં ધારિયા-પાઇપ મારીને કર્યું નુકશાન


SHARE









મોરબીના કુલીનગરમાં ઝઘડાનો ખાર રાખીને બે શખ્સોએ બાઈકમાં ધારિયા-પાઇપ મારીને કર્યું નુકશાન

મોરબીના વીસીપરા વિસ્તારમાં આવેલ કુલીનગરમાં રહેતી પરણીતા તેના પતિ સાથે તેની બહેનપણીના લગ્ન પ્રસંગમાં ગઈ હતી ત્યાં તેના પતિને નજીવી બાબતે ઝઘડો થયો હતો જે બાબતનો ખાર રાખીને બે શખ્સો તેના ઘર પાસે આવ્યા હતા અને ત્યાં ગાળો બોલીને તેના મોટરસાયકલમાં ધારિયા અને પાઇપના ઘા ઝીકિને નુકસાન કર્યું હતું અને તેના દીકરાઓને મારી નાખવાની ધમકી આપી હતી જેથી કરીને પરણીતા દ્વારા હાલમાં મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે બે શખ્સોની સામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બનાવી જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીના વીસીપરા વિસ્તારમાં આવેલ કુલીનગરમાં રહેતા ડિમ્પલબેન હિતેશભાઈ રાઠોડ (૪૫) એ હાલમાં મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે રહે. વીસીપરા સરકારી વાડી વિસ્તાર મોરબી તથા અબ્બાસભાઈ અબ્દુલભાઈ બચડ રહે. વીસીપરા નોતીયાર હોટલ ઉપર મોરબી વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, તે પોતાના પતિ હિતેશભાઈ રાઠોડ સાથે વીસીપરામાં તેની બહેનપણીના લગ્નમાં ગઈ હતી ત્યારે તેના પતિને નજીકમાં રહેતા ઓળખીતાને નજીવી બાબતે ઝઘડો થયો હતો જે બાબતનો ખાર રાખીને આરોપીઓ તેના ઘર પાસે આવ્યા હતા અને ત્યાં ગાળો બોલીને શેરીમાં પડેલ મોટર સાયકલ ઉપર ધારિયા અને પાઇપના ઘા ઝીકિને વાહનમાં નુકસાન કરવામાં આવ્યું હતું તેમજ ફરિયાદી મહિલાને તેના દીકરાઓને મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી જેથી ભોગ બનેલ મહિલા દ્વારા હાલમાં મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી છે તેના આધારે પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે




Latest News