રાજ્યમંત્રી રિવાબા જાડેજાની અધ્યક્ષતામાં વાંકાનેરમાં વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબી જિલ્લામાં બાકી રહી ગયેલા અને મતદારો માટે હાથ ધરાશે સતત મતદારયાદી સુધારણા ખાસ ઝુંબેશ મોરબીમાં મુસ્કાન નવરાત્રી મહોત્સવ ઉત્સાહ અને ઉમંગ સાથે યોજાયો મોરબીમાં શ્રી ઉમિયા નવરાત્રિનું 16મું વર્ષ: ગરબાની રમઝટ સાથે સમાજસેવાની સરવાણી પોક્સો-એનડીપીએસ વિગેરે જેવા ગંભીર ગુનામાં આરોપીઓને વધુમાં વધુ સજા થાય તે માટે મોરબીમાં ડી.ઓ.પી. અંબાલાલ પટેલની હાજરીમાં લીગલ સેમીનાર યોજાયો મોરબીના પીપળી નજીક અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા રોડ સાઇડમાં ઉભેલા આધેડનું મોત મોરબીમાં ઘરમાંથી 96 બોટલ દારૂ-72 બીયરના ટીન ઝડપાયા: આરોપીની શોધખોળ મોરબીમાં આવેલ બ્લૂઝોન ફેક્ટરીની ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન આંબાલાલ પટેલે લીધી મુલાકાત
Breaking news
Morbi Today

માળીયા (મી)નાં ભાવપર ગામે યુવાનની હત્યાના ગુનામાં બે મહિલા સહિત પાંચ આરોપી જેલ હવાલે


SHARE









માળીયા (મી)નાં ભાવપર ગામે યુવાનની હત્યાના ગુનામાં બે મહિલા સહિત પાંચ આરોપી જેલ હવાલે

માળીયા મિયાણા તાલુકાનાં ભાવપર ગામે ભત્રીજાની સાથે સાતેક દિવસ પહેલા ધંધા બાબતે બોલાચાલી કરનારા શખ્સોને ઝઘડો ન કરવા માટે થઈને કાકાએ કહ્યું હતું તે કાકા સહિતના બે વ્યક્તિ ઉપર બે મહિલા સહિત પાંચ વ્યક્તિઓએ ધોકા વડે હુમલો કર્યો હતો ત્યારે એક યુવાનને માથામાં ગંભીર ઇજા થતાં તેનું મોત નીપજયું હતું જેની માળીયા તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાઈ હતી જેના આધારે પોલીસે આ ગુનામાં બે મહિલા સહિત પાંચ આરોપીઓની ધરપકડ કરીને તેને કોર્ટમાં રજૂ કરીને આરોપીઓને જેલ હવાલે કરવામાં આવેલ છે

જાણવા મળતી માહિતી મુજબ માળીયા મિયાણા તાલુકાનાં ભાવપર ગામે રહેતા ધીરૂભાઈ નરશીભાઈ કાળુ જાતે કોળી (૪૦)એ માળીયા મીંયાણા તાલુકા પોલીસ સ્ટેશને છગનભાઇ બચુભાઈ કાળુ, કેશાભાઈ બચુભાઈ કાળુ, ભરતભાઈ રામભાઈ, ભરતભાઈના પત્ની ગીતાબેન અને છગનભાઈના પત્ની સંગીતાબેન રહે. બધા ભાવપર વાળાની સામે હત્યાની ફરિયાદ નોંધાવી હતી જેમાં જણાવ્યુ હતું કે, તેના ભત્રીજા મુકેશભાઇ પ્રભુભાઇને આરોપી છગનભાઇ અને ભરતભાઇ સાથે સાતેક દીવસ પહેલા ધંધા બાબતે બોલાચાલી થયેલ હતી અને ત્યારે ફરીયાદીએ ઝઘડો નહી કરવા સમજાવેલ હતું જે બાબતેનુ મનદુખ રાખી બે મહિલા સહિતના પાંચેય આરોપીઓએ ફરીયાદી તથા બટુકભાઇ નરશીભાઇ કાળુ (૪૫)ને ભુંડાબોલી ગાળો આપી હતી અને આરોપી કેશાભાઈ બચુભાઈ કાળુ, ભરતભાઈ રામભાઈ અને ભરતભાઈના પત્ની ગીતાબેનએ ઉશ્કેરાઇ જઇ ઢીકાપાટુનો માર મારી મારી નાખવાની ધમકી આપી તેમજ આરોપી છગનભાઇ બચુભાઈ કાળુએ ફરીયાદીને ધોકા વડે માથાના ભાગે બે ઘા મારતા ગંભીર ઇજા થવાથી તેને માથામાં પાંચ ટાંકા આવેલ હતા અને બટુકભાઇ નરશીભાઇ કાળૂ ત્યારે વચ્ચે પડતા આરોપી છગનભાઇ બચુભાઈ કાળુએ તેને પણ માથામાં ધોકો મારતા માથામાં ગંભીર ઇજા થતા તેનું મોત નીપજયું હતું જેથી ધીરૂભાઈ કાળુએ નોંધવાલે ફરિયાદ આધારે પોલીસે આઈપીસી કલમ ૩૦૨, ૩૨૪, ૩૨૩, ૧૧૪, ૫૦૪, ૫૦૬(૨) તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫ મુજબ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ હતી અને આ ગુનામાં પોલીસે આરોપી છગનભાઇ બચુભાઈ કાળુ, કેશાભાઈ બચુભાઈ કાળુ, ભરતભાઈ રામભાઈ કાળુ, ગીતાબેન ભરતભાઈ કાળુ અને સંગીતાબેન છગનભાઈ કાળુ રહે. બધા ભાવપર વાળાની ધરપકડ કરી હતી અને આ ગુનામાં પકડાયેલા આરોપીઓને કોર્ટમાં રજૂ કરીને જેલ હવાલે કરવામાં આવેલ છે




Latest News