ખેડૂતોના ખેતરમાં થાંભલા ઊભા થવાથી ખેડૂતો નહીં કંપની જ કમાવાની છે, વળતર પૂર કેમ નથી આપતા ?: મોરબીના જેતપર ગામેથી ઈશુદાન ગઢવીનો પ્રશ્નાર્થ મોરબીમાં શ્રી વડવાળા યુવા સંગઠન દ્વારા રવિવારે તેજસ્વી વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાશે મોરબીમાં ચાલતા જન કલ્યાણકારી વિકાસ કામોની મંત્રી ત્રિકમ છાંગા અને કાંતિભાઈ અમૃતિયાએ મુલાકાત લીધી મોરબીના નીચી માંડલ ગામે પ્રભારી મંત્રી ત્રિકમ છાંગાના અધ્યક્ષસ્થાને જન કલ્યાણ શિબિર યોજાઈ મોરબી જિલ્લા ભાજપ કમલમ કાર્યાલય ખાતે પ્રભારી મંત્રી અને રાજ્ય મંત્રીની હાજરીમાં વિકસિત ભારત સંકલ્પ સંમેલન યોજાયું મોરબીમાં શનાળાના શક્તિ માતાના મંદિરે પ્રભારી મંત્રી-રાજ્યમંત્રીએ સ્વચ્છતા માટે કર્યું શ્રમદાન મોરબીમાંથી યુવતી ગુમ, પોલીસને જાણ કરાતા તપાસ શરૂ મોરબીમાં ખેડૂતો માટે અવાજ ઉઠાવતા મને જૂના કેસમાં પોલીસની નોટિસ મળી: પંકજ રાણસરીયા
Breaking news
Morbi Today

મોરબીની જેલમાં બેઠા ડાડો જેડાએ ખંડણી માંગવા ઉપયોગમાં લીધેલ ફોન પોલીસને ન મળ્યો !


SHARE











મોરબીની જેલમાં બેઠા ડાડો જેડાએ ખંડણી માંગવા ઉપયોગમાં લીધેલ ફોન પોલીસને ન મળ્યો !

મોરબીના વીસીપરામાં રહેતા વૃદ્ધ પાસે જેલમાંથી ફોન કરીને રૂપિયા બે લાખ આપી દેજે નહિંતર પેરોલ ઉપર છુટીશ ત્યારે સારા વાના નહીં રહે જાન મારી નાખીશ. તેવી ધમકી આપવામાં આવી હતી જે ગુનામાં અગાઉ એક આરોપીને પકડીને જેલ હવાલે કરવામાં આવ્યો હતો અને જેલમાં બેઠા બેઠા જે શખ્સ દ્વારા ફોન કરીને ખંડણી માંગી હતી તે આરોપીની ધરપકડ કરીને રિમાન્ડ લીધા હતા જો કે, રિમાન્ડ પૂરા થતાં આરોપીને પાછો જેલ હવાલે કરવામાં આવેલ છે અને પૂછપરછ દરમ્યાન તેને ફોન કર્યો હોવાની માહિતી સામે આવી છે જો કે, મોબાઈલ ફોન પોલીસને મળેલ નથી અને આરોપી જેલમાં ફોનનો ઉપયોગ કરતો હતો ત્યારે જેલના અધિકારીઓ નિંદ્રાધીન હતા કે શું તે પણ તપાસનો વિષય છે

મોરબીના વીસીપરામાં રમેશ કોટર મીલ પાસે રહેતા અને લાકડાનો ધંધો કરતા હરગોવિંદભાઈ દયારામભાઇ ચૌહાણ જાતે સતવારા (૬૨)એ અલ્લારખા તાજમામદ જેડા અને જેલમાં બંધ તેના ભાઈ ડાડો તાજમામદ જેડા સામે ફરિયાદ નોંધાવી હતી જેમાં જણાવ્યુ હતું કેતેના ડેલે અલ્લારખા તાજમામદ જેડા ચાલુ ફોન લઈને આવ્યો હતો અને તેના ફોનમાં જેલમાં બેઠેલ ડાડો તાજમામદ જેડાએ તેની સાથે વાત કરી હતી ને બેફામ ગાળો આપી હતી અને ત્યાર બાદ રૂપિયા બે લાખની ફરિયાદી પાસે ખંડણી માગી હતી અને જો પૈસા નહીં આપે તો પેરોલ ઉપર છૂટ્યા બાદ જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી જેથી હરગોવિંદભાઈ ચૌહાણની ફરિયાદ લઈને પોલીસે અગાઉ આરોપી અલ્લારખા તાજમામદ જેડાની ધરપકડ કરી હતી અને તેને કોર્ટમાં રજૂ કરીને જેલ હવાલે કર્યો હતો જો કે, આ ગુના સબ જેલમાં રહેલા ડાડો તાજમામદ જેડાને પકડવાનો બાકી હતો દરમ્યાન ડાડુ ઉર્ફે ડાડો ઉર્ફે રફીક તાજમામદ જેડા જાતે મિયાણા (૩૩)ની મોરબી બી ડિવિઝન પીઆઇ પી.એ. દેકાવાડિયાએ ધરપકડ કરી હતી અને તેના રિમાન્ડ લીધા હતા જે રિમાન્ડ પૂરા થતાં આરોપીને જેલ હવાલે કરવામાં આવેલ છે

અત્રે ઉલેખનીય છે કે, ડાડો ઉર્ફે ડાડુ તાજમહમદભાઈ જેડાને તેનો ભાઈ જેલે મળવા માટે ગયો હતો. ત્યારે ડાડો જેડાને તેના ભાઈએ મોબાઈલ આપ્યો હતો અને તે જેલમાં બેઠા બેઠા ફોનનો ઉપયોગ પણ કરતો હતો ત્યારે સવાલ એ ઊભો થાય છે કે, થડ સમય પહેલા રાજ્યના ગૃહમંત્રી દ્વારા જુદીજુદી જેલોમાં ચેકિંગ કરાવવામાં આવ્યું હતુ ત્યારે મોરબીની જેલમાં પણ ચેકિંગ થયું હતું તો પછી ડાડો જેડા પાસે રહેલો મોબાઈલ કેમ પકડાયો ન હતો ? સૂત્રોના કહેવા મુજબ ડાડો જેડા જેલમાંથી તેના સાગરીતો અને સગા વ્હાલાને ફોન કરતો હતો અને અંદાજે ૨૦ થી વધુ વખત તેને જેલમાં ફોનનો ઉપયોગ કર્યો હતો ત્યારે જેલમાં અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા કેવી કામગીરી કરવામાં આવી રહી છે તેના ઉપર પણ સવાલો ઉઠી રહ્યા છે 






Latest News