મોરબીમાં રાધે કોલ એન્ટરપ્રાઇઝ નામની ઓફિસમાં જુગાર રમતા આપ અને કોંગ્રેસના આગેવાન સહિત 4 પકડાયા: 5.24 લાખનો મુદ્દામાલ કબજે મોરબીના ખરેડા ગામેથી યુવતી ગુમ, પોલીસ તપાસ ચાલુ મોરબીના મહેન્દ્રનગર ગામે બસ સ્ટેશન અને ચોકડી સર્કલ બનાવવા જિલ્લા કોંગ્રેસનાં પૂર્વ પ્રમુખે કરી રજૂઆત મોરબી જિલ્લાના કાર્યકર્તાઓને વિહિપ સૌરાષ્ટ્ર પ્રાંતની બેઠકમાં નવી જવાબદારીઓ સોંપાઈ મોરબીની પરબજારમાં દુકાન ઉપરથી જૂના બંધકામનો ભાગ તૂટી પડ્યો માળીયા (મીં)-મોરબી પંથકમાં અતિવૃસ્ટીના અસરગ્રસ્તોની વ્હારે આવતી જયદીપ એન્ડ કંપની ટ્રેડિંગ કમ્યુનિટી મીડિયેટર્સની ટીમમાં મોરબી જિલ્લામાંથી સિરામિક એસો.ના પ્રમુખ સંદીપ કુંડારિયા સહિત બેનો સમાવેશ મોરબી મહાપાલિકામાં ફરજ બજાવતા મહેશભાઈ મહેતાનો નિવૃતિ વિદાય સમારોહ યોજાયો
Breaking news
Morbi Today

મોરબી : હીટ વેવને ધ્યાને લઈ કર્મચારીઓ અને કામદારો માટે યોગ્ય વ્યવસ્થાઓ કરવી જરૂરી


SHARE







મોરબી : હીટ વેવને ધ્યાને લઈ કર્મચારીઓ અને કામદારો માટે યોગ્ય વ્યવસ્થાઓ કરવી જરૂરી

હાલ ઉનાળામાં ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે. હવામાન વિભાગ દ્વારા પણ હીટ વેવની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે ત્યારે જરૂરી છે કે, આ બાબતે યોગ્ય સાવચેતી રાખીને જરૂરી પગલા લેવામાં આવે.

કર્મચારીઓ અને કામદારો મુખ્યત્વે દિવસ દરમિયાન કામગીરી કરતા હોય છે ત્યારે તેમના કામના સ્થળે યોગ્ય વ્યવ્સ્થાઓ જળવાય અને કર્મચારી કે કામદાર પોતે કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખે તે જરૂરી છે. કર્મચારીઓ અને કામદારો માટે કામના સ્થળે પીવાનું ઠંડુ પાણી પૂરું પાડવું જોઈએ. આરામ કરવાની જગ્યાએ સ્વચ્છ પાણી, છાશ, આઈસ પેક સાથે ફર્સ્ટ એઇડ કીટ્સ અને ઓઆરએસ પૂરા પાડવા જોઈએ. મજૂરોએ સીધા સૂર્યપ્રકાશમાં આવવાથી સાવધાની રાખવી. તડકાનાં સમયને બદલે દિવસના ઠંડા સમયમાં કામગીરી ગોઠવવી જોઈએ.

ખાસ કરીને બહાર કામ કરવા જતા લોકો માટે આરામ કરવાના સમયની મર્યાદા વધારવી જોઈએ. વધુ પ્રમાણમાં ગરમ હોય તેવા વિસ્તારમાં ઓછા કલાક માટે તથા હળવું કામ આપવું જોઈએ. સગર્ભા મહિલાઓ અને સારવાર ચાલતી હોય તેવા મજૂરોનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. ઉપરાંત મજૂરોને હીટ વેવની ચેતવણી આપતી નોટીસ આપવી જોઈએ






Latest News