માળિયા (મી) ખાતે એસિડ પી ગયેલ મહિલાનું સારવાર દરમિયાન મોત મોરબી જીલ્લામાં આવેલ રામપરા વન્યપ્રાણી અભ્યારણ્યમાં સિહ, દીપડા સહિત ૧૦૦થી વધુ પ્રજાતિના વન્યપ્રાણીઓનો વસવાટ મોરબી નજીક કારખાનામાં આગ લાગતા મશીનરી-શેડમાં 32.72 લાખથી વધુનું નુકસાન મોરબીમાં કરોડોના ખર્ચે બનેલ અંડર ગ્રાઉન્ડ ભૂગર્ભ ગટરના પમ્પિંગ સ્ટેશન વર્ષો સુધી બંધ રહ્યા તેના માટે જવાબદાર કોણ ?: પુષ્પરાજસિંહ જાડેજા મોરબીમાં અજાણ્યા શખ્સે 16 વર્ષના સગીરને છરીનો ઘા ઝીકયો મોરબીના લાલપર નજીક સર્વિસ રોડ ઉપર અજાણ્યા વાહન ચાલકે બાઇકને હડફેટે લેતા માથામાં ઇજા થવાથી આધેડનું મોત મોરબીમાં મંગેતર સાથે રસોઇ બનાવવા બાબતે બોલાચાલી બાદ યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબી નજીક કારખાનામાં રહેતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત: બે દીકરીઓએ પિતાની છત્રછાયા ગુમાવી
Breaking news
Morbi Today

મોરબીમાં ચાલતા ગેરકાયદેસર હોલ્ડિંગ બોર્ડના ધંધાર્થીઓને કોના આશીર્વાદ ?: ધીકતો ધંધો કોના ઇશારે..?


SHARE













મોરબીમાં ચાલતા ગેરકાયદેસર હોલ્ડિંગ બોર્ડના ધંધાર્થીઓને કોના આશીર્વાદ ?: ધીકતો ધંધો કોના ઇશારે..?

મોરબી શહેરના તમામ મુખ્ય માર્ગો અને મુખ્ય ચોક ઉપર ગેરકાયદેસર બોર્ડનું જંગલ જેવુ સામ્રાજ્ય ઊભું થઈ ગયું છે અને હવે ટ્રાફિકને અડચણરૂપ થાય તે રીતે મનફાવે તેમ નીતિ નિયમોને નેવે મૂકીને હોડીંગ બોર્ડ લગાવવામાં આવી રહ્યા છે તેની સામે જવાબદાર પાલીકા તંત્ર તેમજ તેની લાગુ પડતી શાખાના અધીકારી-કર્મચારી શા માટે મુજરા કરી રહ્યા છે..? તે સવાલ ઉઠી રહ્યો છે.

મોરબીમાં છેલ્લા કેટલાક સમયથી ભાજપનું શાસન હતું અને ભાજપ શાસનમાં મોટાભાગે નીતિ નિયમોને નેવે મૂકીને કામો થતા હોય તેવું સામે આવ્યું છે અને અંતે જુલતા પુલની દુર્ઘટના અને ત્યારબાદ પાલિકાના વિસર્જન સહિતના ઘટનાક્રમો જોઈએ તો પાલિકામાં બોડી બામણીનું ખેતર હોય અને કોઈ ઉપર કોઈની પકડ જ ન હોય તેવો ઘાટ જોવા મળી રહ્યો છે.દરમિયાનમાં તેવો જ ઘાટ મોરબી સીટીમાં પણ જોવા મળી રહ્યો છે.જેમાં મોરબીના લગભગ તમામ વિસ્તારો અને જાહેર માર્ગો તથા તમામ મુખ્ય ચોકમાં બોર્ડ બેનર અને હોર્ડિંગ બોર્ડનું કાયદેસર જંગલ ખડકી દેવામાં આવ્યું છે અને કોઈપણ જાતનો કોન્ટ્રાક્ટ ન હોવા છતાં પણ આ હોર્ડીગ બોર્ડના ઉઘરાણા કોન કરે છે..? તે જિલ્લા કક્ષાએ (કલેક્ટર કક્ષાએ) થી તપાસનો વિષય છે.ત્યારે આગામી દિવસોમાં વરસાદ અને વાવાઝોડાની સ્થિતિ ઉભી થાય અને આ હોર્ડિંગ બોર્ડ કોઈનો જીવ લે તો તે જવાબદારી કોની ગણાશે..? પાલિકાના "ગાંધીજી કે તીન બંદર" જેવા મૌન થઈને બેઠેલા અધિકારી-કર્મચારીઓની..? બોર્ડ બેનર લગાવનાર એજન્સીની કે..? તેની સામે પગલા ન લેનાર કલેક્ટર સહિતના જવાબદાર અધિકારીઓની..?

હાલ વાત કરીએ જો મોરબીની તો મોરબીના સામાકાંઠા વિસ્તારમાં બી ડિવિઝન પોલીસ સ્ટેશનની પાસે માળિયા ફાટક નજીક ૧૫ થી ૨૦ જેટલા હોર્ડીંગ બોર્ડ કોઈપણ જાતના મંજૂરી વિના ખડકી દેવામાં આવ્યા છે અને હદ તો ત્યારે થાય કે જ્યારે બે રોડની વચ્ચે આવેલ ડિવાઈડરને પણ મૂકવામાં આવતું નથી અને સામેથી આવતું વાહન પણ ન દેખાય અને અકસ્માત સર્જાય તે રીતે મનફાવે તેમ હોડીસ બોર્ડ લગાવીને ધીકતા કમાણી કરી લેવાની લાયમાં કોઈનો જીવ જાય તો પણ વિચાર કરવામાં આવતો નથી તે નીંદનીય બાબત શહેરમાં ધ્યાને આવી રહી છે.જેમાં જાણવા મળતી વિગતો મુજબ મોરબીના સામાકાંઠે માળિયા ફાટકની સર્વિસ રોડની બંને તરફ અને માળિયા ફાટક ઓવરબ્રીજની નીચે તેમજ સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના ખૂણા પાસે આમ એક જ જગ્યાએ ૨૦ થી વધુ હોર્ડિંગ બોર્ડ ખડકી દેવામાં આવ્યા છે.જેમાંથી મોટાભાગના હોર્ડીંગ બોર્ડ નિયમ વિરુદ્ધ મંજૂરી વગરના છે અને હદ તો ત્યારે થાય કે જ્યારે ડિવાઈડરમાં પણ બોર્ડ લગાવી દેવાયા છે..! સામેથી આવતું વાહન પણ ન દેખાય અને અકસ્માત સર્જાય તો તેમાં જવાબદારી કોની ગણવી..? હોપ્ડીંગ બોર્ડ લગાવનારની કે..? તે હોર્ડિસ બોર્ડને નહિ હટાવનાર પાલીકાના તે વિભાગના જવાબદાર શાખાના અધિકારીઓની..?

આવી જ રીતે જો વાત કરીએ મોરબીના મહારાણા પ્રતાપ સર્કલની તો ત્યાં પણ કડિયા બોર્ડિંગના ખૂણે તથા બે રોડની વચ્ચે લગાવેલા ડિવાઈડરના બગીચામાં બે રોકટોક પણે મનફાવે તેમ હોર્ડિંગ બોર્ડ ખડકી દેવામાં આવ્યા છે. તે જ રીતે વાત કરીએ મોરબીના નટરાજ ફાટક ચોકની તો ત્યાં પણ રેલ્વે સ્ટેશનની હદમાં લાલબાગના દરવાજે તેમજ રેલ્વેની જગ્યામાં પણ મોટા હોર્ડીંગ બોર્ડ કોઈપણ જાતની મંજૂરી વિના લગાવવામાં આવ્યા હોય તેવું ધ્યાને આવી રહ્યું છે.તે રીતે જ મોરબીની એલઇ કોલેજ સ્ટાફ ક્વાર્ટરની દિવાલ પાસે પણ હોડીંગ બોર્ડની લાઈન કરી દેવામાં આવી છે જ્યાં કોઈનું વાહન ચલાવતા સમયે ધ્યાન જાય અને અકસ્માત સર્જાય તો શું થાય તેવી બાબતો ધ્યાનમાં રાખ્યા વિના આડેધડ રીતે હોર્ડીંગ બોર્ડ લગાવાય છે અને આ તમામ ગેરકાયદેસર હોર્ડીંગ બોર્ડની સામે આંખ આડા કાન કરીને પાલીકાને સંલગ્ન વિભાગના અધીકારીને શું લાભ થાય છે..? તે પણ તપાસનો વિષય છે.

આ જ પ્રમાણે વાત કરીએ મોરબીના શક્તિ ચોક પાસેની તો ત્યાં પણ ખાનગી ઇમારતોની છત ઉપર કોઈપણ જાતના નિયમ વિના બેરોકટોકપણે મોટી એંગલો લગાવીને બોર્ડ લગાવ્યા છે જે આગામી દિવસોમાં વરસાદ કે વાવાઝોડાની સ્થિતિમાં કોઈ ઉપર પડે અને કોઈનો જીવ પણ જાય અથવા અકસ્માત સર્જાય આવી સ્થિતિનું નિર્માણ થાય તેવી હાલત હોવા છતાં પણ તંત્ર દ્રારા કોના લાભાર્થે આંખ આડા કાન કરવામાં આવે છે..? ક્યાંક ને ક્યાંક પાલિકાના લાગુ પડતી શાખાના જવાબદાર અધિકારી અને કર્મચારીઓની પણ આ હોર્ડીંગ બોર્ડ કૌંભાણમાં મિલી ભગત હોય તેવું સ્પષ્ટ પણે જણાઈ આવે છે અથવા જો તેઓ સામેલ ન હોય તો શા માટે તેઓ કામગીરી કરતા નથી..? શા માટે ઓફિસની બહાર નીકળીને નિયમ વિરૂદ્ધ લગાવાયેલા હોર્ડીંગ બોર્ડને હટાવવાની કામગીરી કરવામાં નથી આવતી..? મોરબીના પાલિકાના ગેઇટની પાસે સિવિલ હોસ્પીટલના ચોકમાં પણ ૧૫ થી વધુ હેડિંગ બોર્ડ લગાવવામાં આવ્યા છે શું તેની પણ કોઈ મંજૂરી છે ખરી..? અને મળતી માહિતી મુજબ છેલ્લા કેટલાક સમયથી પાલિકામાં કોઈને હોર્ડીંગ બોર્ડનો કોન્ટ્રાકટ કે મંજૂરી આપવામાં જ આવી નથી તો મોરબી શહેરના તમામ ચોકમાં લગાવવામાં આવેલા હોર્ડીંગ બોર્ડની આવક કોના ખિસ્સામાં જાય છે..? અને તેને નહીં અટકાવવામાં કે આ બિન કાયદેસર બોર્ડને નહીં હટાવીને કોણ લાભ લે છે..? તે જિલ્લા કલેક્ટર કક્ષાએથી તપાસ થવી જોઈએ અને જવાબદારો સામે યોગ્ય પગલાં ભરવા જોઈએ તથા આગામી વરસાદ અને વાવાઝોડાની સ્થિતિને ધ્યાનમાં લઈને લોકો માટે જોખમી રૂપ હોય તેવા તમામ હોર્ડીંગ બોર્ડ ઉતારી લેવામાં આવે તેવી પણ લોકમાંથી માંગ ઉઠી રહી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે મોરબીમાં સત્તા ભાજપની હોય કે કોંગ્રેસની ત્યારે જે તે પાર્ટીના હોર્ડિંગ બોર્ડ લગાવતા એજન્ટો કે એજન્સીઓ જે તે પક્ષને તે પાર્ટીના બોર્ડ બેનર મફતમાં લગાવી દઈને રાજી રાખે છે અને તેના બદલામાં બાદમાં પોતાના ગ્રાહકોના બોર્ડ બેનરો લગાવીને માસિક પાંચ હજારથી લઈને પંદર હજાર (લોકેશન મુજબ) કમાણી કરવામાં આવે છે..! જોકે આ મુજબની કોઈ આવક પાલિકાના ચોપડે થતી નથી તો શા માટે પાલિકાની લાગુ પડતી શાખાના અધિકારી અને પદાધિકારી આ બાબતે કામગીરી કરતા નથી તે પણ તપાસનો વિષય છે માટે ઉચ્ચ કક્ષાએથી આ અંગે પગલા લેવામાં આવે તે જરૂરી છે.






Latest News