રાજ્યમંત્રી રિવાબા જાડેજાની અધ્યક્ષતામાં વાંકાનેરમાં વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબી જિલ્લામાં બાકી રહી ગયેલા અને મતદારો માટે હાથ ધરાશે સતત મતદારયાદી સુધારણા ખાસ ઝુંબેશ મોરબીમાં મુસ્કાન નવરાત્રી મહોત્સવ ઉત્સાહ અને ઉમંગ સાથે યોજાયો મોરબીમાં શ્રી ઉમિયા નવરાત્રિનું 16મું વર્ષ: ગરબાની રમઝટ સાથે સમાજસેવાની સરવાણી પોક્સો-એનડીપીએસ વિગેરે જેવા ગંભીર ગુનામાં આરોપીઓને વધુમાં વધુ સજા થાય તે માટે મોરબીમાં ડી.ઓ.પી. અંબાલાલ પટેલની હાજરીમાં લીગલ સેમીનાર યોજાયો મોરબીના પીપળી નજીક અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા રોડ સાઇડમાં ઉભેલા આધેડનું મોત મોરબીમાં ઘરમાંથી 96 બોટલ દારૂ-72 બીયરના ટીન ઝડપાયા: આરોપીની શોધખોળ મોરબીમાં આવેલ બ્લૂઝોન ફેક્ટરીની ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન આંબાલાલ પટેલે લીધી મુલાકાત
Breaking news
Morbi Today

વાંકાનેરના ચંદ્રપુર પાસે ટ્રાન્સપોર્ટની ઓફિસમાં બેઠેલા યુવાનનું હાર્ટ એટેકથી મોત


SHARE









વાંકાનેરના ચંદ્રપુર પાસે ટ્રાન્સપોર્ટની ઓફિસમાં બેઠેલા યુવાનનું હાર્ટ એટેકથી મોત

વાંકાનેર નજીક ચંદ્રપુર પાસે આવેલ ટ્રાન્સપોર્ટની ઓફિસમાં બેઠેલા યુવાનને માથામાં દુખાવો પડ્યો હતો જેથી કરીને તેને તાત્કાલિક સારવાર માટે પ્રથમ વાંકાનેર અને ત્યાંથી મોરબી લઈને આવ્યા હતા ત્યાં મોરબીની ખાનગી હોસ્પિટલના ડોક્ટર તેને જોઈ તપાસીને હાર્ટ અટેકથી તે યુવાનનું મોત નીપજયું હોવાનું જાહેર કર્યું હતું અને આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર સિટી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

જાણવા મળતી માહિતી મુજબ મોરબી જિલ્લાના વાંકાનેર શહેર પાસે ચંદ્રપુર નજીક આવેલ ન્યુ રેહાન ટ્રાન્સપોર્ટની ઓફિસ ખાતે મૂળ આંધ્ર પ્રદેશનો રહેવાસી અને ડ્રાઇવિંગ કરતો સાદકવલી જાફરસાબ બદવેલ જાતે મુસ્લિમ (૩૩) નામનો યુવાન બેઠો હતો ત્યારે તેને અચાનક માથામાં દુખાવો પડ્યો હતો જેથી તેને વાંકાનેરમાં આવેલ કુંજ હોસ્પિટલ ખાતે સારવારમાં લઈ ગયા હતા ત્યારબાદ તેને વધુ સારવાર માટે મોરબીની આયુષ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે યુવાનનું હાર્ટ અટેકથી મોત થયું હોવાનું જાહેર કર્યું હતું. ત્યારબાદ મોરબીની આયુષ હોસ્પિટલ મારફતે આ બનાવની વાંકાનેર સિટી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે આ બનાવની આગળની વધુ તપાસ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનના પ્રદીપસિંહ ઝાલા ચલાવી રહ્યા છે.




Latest News