રાજ્યમંત્રી રિવાબા જાડેજાની અધ્યક્ષતામાં વાંકાનેરમાં વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબી જિલ્લામાં બાકી રહી ગયેલા અને મતદારો માટે હાથ ધરાશે સતત મતદારયાદી સુધારણા ખાસ ઝુંબેશ મોરબીમાં મુસ્કાન નવરાત્રી મહોત્સવ ઉત્સાહ અને ઉમંગ સાથે યોજાયો મોરબીમાં શ્રી ઉમિયા નવરાત્રિનું 16મું વર્ષ: ગરબાની રમઝટ સાથે સમાજસેવાની સરવાણી પોક્સો-એનડીપીએસ વિગેરે જેવા ગંભીર ગુનામાં આરોપીઓને વધુમાં વધુ સજા થાય તે માટે મોરબીમાં ડી.ઓ.પી. અંબાલાલ પટેલની હાજરીમાં લીગલ સેમીનાર યોજાયો મોરબીના પીપળી નજીક અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા રોડ સાઇડમાં ઉભેલા આધેડનું મોત મોરબીમાં ઘરમાંથી 96 બોટલ દારૂ-72 બીયરના ટીન ઝડપાયા: આરોપીની શોધખોળ મોરબીમાં આવેલ બ્લૂઝોન ફેક્ટરીની ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન આંબાલાલ પટેલે લીધી મુલાકાત
Breaking news
Morbi Today

મોરબીમાં કાલે ગૃહમંત્રી હર્ષ સંઘવીના હસ્તે નવા એસટી સ્ટેશનનું લોકાર્પણ,  ઔદ્યોગિક એસોસિએશનના અગ્રણીઓ-પોલીસ વિભાગના અધિકારીઓ સાથે બેઠક


SHARE









મોરબીમાં કાલે ગૃહમંત્રી હર્ષ સંઘવીના હસ્તે નવા એસટી સ્ટેશનનું લોકાર્પણ,  ઔદ્યોગિક એસોસિએશનના અગ્રણીઓ-પોલીસ વિભાગના અધિકારીઓ સાથે બેઠક


રાજકોટ પોલીસ હેડક્વાર્ટર અને વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનના મળી કુલ ૧૫૨ નવનિર્મિત પોલીસ આવાસોનું લોકાર્પણ ગૃહ રાજ્ય મંત્રીશ્રી કરાવશે

ગુજરાતની વણથંભી વિકાસયાત્રાને વધુને વધુ વેગવંતી રાખવા માટે રાજ્ય સરકાર દ્વારા એક પછી એક વિવિધ વિકાસકાર્યો હાથ ધરવામાં આવી રહ્યા છે. તા.૧૮-૫-૨૦૨૩ના રોજ મોરબી અને રાજકોટ જિલ્લાના પ્રવાસ દરમિયાન ગૃહ રાજ્ય મંત્રી હર્ષભાઈ સંઘવી આ બંને જિલ્લામાં નવીન પોલીસ આવાસોનું તેમજ મોરબીના નવનિર્મિત એસ.ટી સ્ટેશનનું લોકાર્પણ કરી નાગરિકોની સેવામાં ખુલ્લું મૂકશે.      

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા મોરબી ખાતે રૂ. ૫૪૩ લાખથી વધુના ખર્ચે બાંધવામાં આવેલા આર.સી.સી ફ્રેમ સ્ટ્રક્ચરવાળા સુવિધાયુક્ત નવીન એસ.ટી. સ્ટેશનનું ગૃહ રાજ્ય મંત્રી હર્ષભાઈ સંઘવીના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે.આ ઉપરાંત મોરબી જિલ્લાના વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે બી કક્ષાના ૩૨ નવનિર્મિત પોલીસ આવાસોનું પણ ગૃહ રાજ્ય મંત્રીના હસ્તે ઈ-લોકાર્પણ કરવામાં આવશે. આ પ્રસંગે સાંસદ સભ્યોઓ, ધારાસભ્યશ્રીઓ અને વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહેશે.

લોકાર્પણ સમારોહ બાદ ગૃહ રાજ્ય મંત્રી મોરબીના લીલાપર ખાતે કેશવ પાર્ટી પ્લોટમાં મોરબી ઔદ્યોગિક એસોસિએશનના અગ્રણીઓ સાથે ઉદ્યોગના નાણાકીય વ્યવહારની સલામતી અને સુરક્ષા અંગે સવિશેષ સંવાદ કરશે. તદુપરાંત પોલીસ અધિક્ષકની કચેરી-મોરબી ખાતે પોલીસ વિભાગના અધિકારીઓ સાથે પણ ગૃહ રાજ્ય મંત્રી બેઠક કરશે.વધુમાં, રાજકોટ પોલીસ હેડક્વાર્ટર ખાતે ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ લી. દ્વારા નવનિર્મિત બી-કક્ષાના ૮૦ અને સી-કક્ષાના ૪૦ પોલીસ આવાસોનું લોકાર્પણ પણ ગૃહ રાજ્ય મંત્રી હર્ષભાઈ સંઘવીના હસ્તે કરવામાં આવશે.




Latest News