રાજ્યમંત્રી રિવાબા જાડેજાની અધ્યક્ષતામાં વાંકાનેરમાં વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબી જિલ્લામાં બાકી રહી ગયેલા અને મતદારો માટે હાથ ધરાશે સતત મતદારયાદી સુધારણા ખાસ ઝુંબેશ મોરબીમાં મુસ્કાન નવરાત્રી મહોત્સવ ઉત્સાહ અને ઉમંગ સાથે યોજાયો મોરબીમાં શ્રી ઉમિયા નવરાત્રિનું 16મું વર્ષ: ગરબાની રમઝટ સાથે સમાજસેવાની સરવાણી પોક્સો-એનડીપીએસ વિગેરે જેવા ગંભીર ગુનામાં આરોપીઓને વધુમાં વધુ સજા થાય તે માટે મોરબીમાં ડી.ઓ.પી. અંબાલાલ પટેલની હાજરીમાં લીગલ સેમીનાર યોજાયો મોરબીના પીપળી નજીક અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા રોડ સાઇડમાં ઉભેલા આધેડનું મોત મોરબીમાં ઘરમાંથી 96 બોટલ દારૂ-72 બીયરના ટીન ઝડપાયા: આરોપીની શોધખોળ મોરબીમાં આવેલ બ્લૂઝોન ફેક્ટરીની ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન આંબાલાલ પટેલે લીધી મુલાકાત
Breaking news
Morbi Today

૨૦ મી’ એ મોરબી ખાતે યોજાશે કારકિર્દી માર્ગદર્શન સેમિનાર, એલઈ કોલેજ દ્વારા વિદ્યાર્થીઓને ડિપ્લોમામાં પ્રવેશ અંગે માર્ગદર્શન


SHARE









૨૦ મી’ એ મોરબી ખાતે યોજાશે કારકિર્દી માર્ગદર્શન સેમિનાર, એલઈ કોલેજ દ્વારા વિદ્યાર્થીઓને ડિપ્લોમામાં પ્રવેશ અંગે માર્ગદર્શન

મોરબીની એલ.ઈ. કોલેજ(ડિપ્લોમા) દ્વારા એડમીશન કમીટી ફોર પ્રોફેશનલ ડિપ્લોમા કોર્સિસ (એસીપીડીસી) અમદાવાદ વતી આઇટીઆઇ કેમ્પસની બાજુમાં, મહેંદ્રનગર પાણીની ટાંકી સામે, ઘુંટુ રોડ, મોરબી-૨ ખાતે તા.૨૦-૫-૨૩ ના રોજ સવારે ૧૧ કલાકે “કારકિર્દી માર્ગદર્શન સેમિનાર"નું આયોજન કરવામાં આવ્યું છે.

આ સેમિનાર અન્વયે કોલેજનાં નિષ્ણાંતો દ્વારા ડિપ્લોમાની જુદી જુદી શાખાઓની માહિતી આપવામાં આવનાર છે. વાલીઓને મુંજવતા પ્રશ્નો જેવા કે, ધોરણ ૧૦ પછી અને આઇટીઆઇ અભ્યાસ પછી ડિપ્લોમા એન્જિનિયરિંગમાં એડમિશન માટેની ઓનલાઈન પ્રક્રીયા વગેરે અંગે માર્ગદર્શન આપવામાં આવશે.જેથી ધોરણ ૧૦ નો અભ્યાસક્રમ પૂર્ણ કરેલ વિદ્યાર્થીઓ અને વાલીઓને આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા અને  કાર્યક્રમનો બહોળો લાભ લેવા માટે મોરબીની એલ. ઈ. કોલેજ(ડિપ્લોમા)ના આચાર્યએ અખબારી યાદીમાં જણાવાયું છે.




Latest News