રાજ્યમંત્રી રિવાબા જાડેજાની અધ્યક્ષતામાં વાંકાનેરમાં વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબી જિલ્લામાં બાકી રહી ગયેલા અને મતદારો માટે હાથ ધરાશે સતત મતદારયાદી સુધારણા ખાસ ઝુંબેશ મોરબીમાં મુસ્કાન નવરાત્રી મહોત્સવ ઉત્સાહ અને ઉમંગ સાથે યોજાયો મોરબીમાં શ્રી ઉમિયા નવરાત્રિનું 16મું વર્ષ: ગરબાની રમઝટ સાથે સમાજસેવાની સરવાણી પોક્સો-એનડીપીએસ વિગેરે જેવા ગંભીર ગુનામાં આરોપીઓને વધુમાં વધુ સજા થાય તે માટે મોરબીમાં ડી.ઓ.પી. અંબાલાલ પટેલની હાજરીમાં લીગલ સેમીનાર યોજાયો મોરબીના પીપળી નજીક અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા રોડ સાઇડમાં ઉભેલા આધેડનું મોત મોરબીમાં ઘરમાંથી 96 બોટલ દારૂ-72 બીયરના ટીન ઝડપાયા: આરોપીની શોધખોળ મોરબીમાં આવેલ બ્લૂઝોન ફેક્ટરીની ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન આંબાલાલ પટેલે લીધી મુલાકાત
Breaking news
Morbi Today

મોરબીના દક્ષ અમૃતિયાએ રાજ્ય કક્ષાની શૂટીંગ ચેમ્પિયનશીપમાં પ્રથમ ક્રમ સાથે ગોલ્ડ મેડલ મેળવ્યો


SHARE









મોરબીના દક્ષ અમૃતિયાએ રાજ્ય કક્ષાની શૂટીંગ ચેમ્પિયનશીપમાં પ્રથમ ક્રમ સાથે ગોલ્ડ મેડલ મેળવ્યો

રાજ્ય કક્ષાની શૂટીંગ ચેમ્પિયનશીપમાં ગોલ્ડ મેડલ મેળવી દક્ષ અમૃતિયાએ સમગ્ર મોરબી જીલ્લાનુ ગૌરવ વધાર્યુ

મોરબીની ઓસેમ સીબીએસસીના ધો.૧૨ કોમર્સના વિદ્યાર્થી દક્ષ ભુપતભાઈ અમૃતિયાએ રાજ્ય કક્ષાની ૨ જી ગુજરાત સ્ટેટ ઈન્ટર સ્કૂલ શૂટીંગ ચેમ્પિયનશીપ-૨૦૨૩ માં પ્રથમ ક્રમાંક સાથે ગોલ્ડ મેડલ મેળવેલ છે.

તાજેતરમાં તા.૧૪-૧૫ મે ના રોજ અમદાવાદ ખાતે ૨ જી ગુજરાત સ્ટેટ ઈન્ટર સ્કુલ શૂટીંગ ચેમ્પિયનશીન-૨૦૨૩ યોજાઈ હતી જેમાં સમગ્ર ગુજરાતમાંથી ૨૦૦ થી વધારે ખેલાડીઓએ રાઈફલ તેમજ પિસ્તોલ શૂટીંગમાં ભાગ લીધો હતો.જેમાં મોરબીની ઓસેમ સીબીએસસીના સ્કુલમાં ધો.૧૨ કોમર્સમાં અભ્યાસ કરતા દક્ષ ભૂપતભાઈ અમૃતિયાએ ૪૦૦ માંથી ૩૫૪ નો સ્કોર પ્રાપ્ત કરી સમગ્ર ગુજરાતમાં પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો તેની આ ઉત્કૃષ્ઠ સિધ્ધી બદલ ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યો હતો.અત્રે ઉલ્લેખનીય છે કે એપ્રિલ માસ દરમિયાન રાઈફલ શૂટીંગમાં મોરબીના દક્ષ અમૃતિયાએ બે સિલ્વર મેડલ પણ મેળવ્યા હતા.તેઓએ રાઈફલ તેમજ પિસ્તોલ શૂટીંગનુ કોચિંગ ખ્યાતનામ શૂટર દીપભાઈ ભુપેન્દ્રભાઈ પટેલ પાસેથી પ્રાપ્ત કરી રાજ્ય કક્ષાએ ગોલ્ડ મેડલ મેળવી સમગ્ર મોરબી જીલ્લાને ગૌરવ અપાવ્યુ છે.તેની આ સિધ્ધિ બદલ ઓસેમ સ્કુલના ટ્રસ્ટીઓ, પ્રિન્સિપાલ, સ્ટાફ ગણ સહીતનાઓએ અભિનંદન પાઠવ્યા હતા તેમજ તેમના મિત્રો, સગાં-સંબંધીઓ, શુભચિંતકો તરફથી શુભેચ્છાઓનો ધોધ ચોમેરથી વરસી રહ્યો છે.




Latest News