મોરબીની ગીતાંજલી વિદ્યાલયમાં પ્રિ.બોર્ડ પરીક્ષા યોજાઇ ટંકારામાં હાઇબીપી બાદ મગજની નશ ફાટી જતા યુવાનનું મોત વધુ એક વખત ચક્કાજામ: મોરબીના બાયપાસ રોડે 3 સોસાયટીના લોકોએ પ્રાથમિક સુવિધા માટે રસ્તો બંધ કર્યો, તંત્ર દોડતું મોરબીમાં રાજ્યકક્ષાની બાળ પ્રતિભા શોધ સ્પર્ધા યોજાઇ: ૧૦૦૦ જેટલા બાળ કલાકારોએ પ્રતિભાના ઓજસ પાથર્યા વાંકાનેરમાં ઘરફોડ ચોરની ઘટનાઓને અંજામ આપવાના ગુનામાં સિખલીકર ગેંગેના બે શખ્સને વડોદરાથી પકડ્યા: 7 તોલા સોનું-રોકડ કબ્જે હળવદના વાંકીયા ગામ પાસે નદીમાં બળજબરી પૂર્વક ખાનગી વીજ કંપની દ્વારા ઉભો કરાતો વીજ પોલ અટકાવવા ગ્રામજનોની માંગ તેરા તુજકો અર્પણ: હળવદમાં કરાયેલ લૂંટમાં ગયેલ રોકડા પૈકીના 5.19 લાખ રૂપિયા વેપારીને પરત કરાયા મોરબીના જોધપર નદી ગામે બીમારીથી કંટાળીને આધેડે કર્યો આપઘાત
Breaking news
Morbi Today

મોરબી એલસીબીએ બાતમી આધારે રેડ કરી ટોમેટો સોસની આડમાં લઈ જવાતી દારૂ-બીયરની ૯૨૪૦ બોટલ સાથે એક પકડાયો, એક ફરાર


SHARE













મોરબી એલસીબીએ બાતમી આધારે રેડ કરી ટોમેટો સોસની આડમાં લઈ જવાતી દારૂ-બીયરની ૯૨૪૦ બોટલ સાથે એક પકડાયો, એક ફરાર

મોરબી એલસીબીની ટીને મળેલી બાતમીના આધારે માળિયા-અમદાવાદ હાઈવે ઉપર આવેલ અણીયાળીના ટોલનાકા પાસે વોચ ગોઠવી હતી અને ત્યારે બાતમી મુજબનો ટ્રક નીકળતા તે ટ્રકને અટકાવીને ટ્રકની તલાસી લેવામાં આવતા ટ્રકમાંથી દારૂ-બિયરનો જંગી જથ્થો મળી આવ્યો હતો.રેડમાં પોલીસને દારૂ-બીયરની કુલ ૯૨૪૦ બોટલ મળી આવતા હાલમાં રૂા.૩૩.૭૬ લાખથી વધુના મુદામાલની સાથે એકને પકડવામાં આવ્યો છે અને એકનું નામ ખુલતા તેની પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા હોવાનું સૂત્રોમાંથી જાણવા મળેલ છે.

મોરબી એલસીબીના રામભાઈ મંઢ, નિરવભાઈ મકવાણા, ભરતસિંહ ડાભી અને ભગિરથસિંહ ઝાલાને મળેલ બાતને આધારે સ્ટાફે માળીયા-અમદાવાદ હાઇવે ઉપર અણીયારીના ટોલનાકા પાસે વોચ ગોઢવી હતી.પોલીસને બાતમી મળી હતી કે ટમેટા સોશની આડમાં દારૂ-બિયરનો જંગી જથ્થો લઈ જવામાં આવે છે જેથી ગોઠવવામાં આવેલ વોચમાં નીકળેલ ટ્રક નંબર આરજે ૧૯ જીએ ૩૮૩૮ નંબરના ટ્રકને અટકાવીને ચલાલી લેવામાં આવતા તે ટ્રકમાં ટોમેટો સોસની આડમાં દારૂ અને બિયરનો જથ્થો લઈ જવામાં આવી રહ્યો હોવાનું સામે આવ્યુ હતુય છે.તપાસ કરાતા ટ્રકમાંથી દારૂની ૫૭૬૦ બોટલો તેમજ બીયરના ૩૪૮૦ ટીન મળી આવ્યા હતા જેથી રૂા.૨૦.૭૬ લાખનો દારૂ-બીયરનો જથ્થો તેમજ ટોમેટો સોસની ૩૪૨૦ બોટલો કિંમત રૂા.૨,૯૫,૮૦૦ તેમજ ટાટા કંપનીનો રૂા.૧૦ લાખનો ટ્રક અને રૂા.૫૦૦૦ ની કિંમતનો એક મોબાઈલ આમ કુલ મળીને રૂા.૩૩,૭૬,૮૦૦ ના મુદ્દામાલ સાથે સ્થળ ઉપરથી રાજસ્થાનના બાડમેર જિલ્લાના વતની એવા ટ્રક ચાલક હનુવંત ખનગારામ બીશ્નોઈ (૩૦) રહે.રોહીલા પુર્વ તા.ગુડામાલાણી જી.બાડમેર રાજસ્થાનની ધરપકડ કરી તેની પુછપરછમાં ઓમપ્રકાશ કેશારામ બીશ્નોઈ રહે.રોહીલા પુર્વ સયકાવા કી ભેરી તા.ગુડામાલાણી જી.બાડમેર રાજસ્થાનનું નામ ખુલતા બંને સામે પ્રોહીબિશન એકટ મુજબ માળીયા મિયાણા પોલીસ મથકે ગુન્હો નોંધવામાં આવેલ છે.રેડની કામગીરી મોરબી એલસીબી પીઆઇ ડી.એમ.ઢોલના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ કે.જે.ચૌહાણ, એન.એચ. ચુડાસમા, એ.ડી.જાડેજા તેમજ એલસીબી અને પેરોલ ફર્લો સ્ક્વોડ અને ટેક્નિકલ ટીમ દ્વારા કરવામાં આવી હતી.






Latest News