મોરબીની પી.જી.પટેલ કોલેજની વિધાર્થીની B.Com Sem-6 માં સૌરાષ્ટ્ર યુનિ.માં પ્રથમ
મોરબીમાં ભાજપ શાસનમાં પાલિકાના પ્રમુખે કલમ ૪૫ ડી મુજબ કરેલ કામની યાદી જાહેર કરવાની કોંગ્રેસની માંગ
SHARE
મોરબીમાં ભાજપ શાસનમાં પાલિકાના પ્રમુખે કલમ ૪૫ ડી મુજબ કરેલ કામની યાદી જાહેર કરવાની કોંગ્રેસની માંગ
મોરબીની ભાજપ શાસિત પાલિકાને ઝૂલતા પુલ કેસમાં બેદરકારી સબબ સરકાર દ્વારા સુપરસીડ કરવામાં આવી છે ત્યારે આ પાલિકા ભાજપના કબજામાં હતી ત્યારે છેલ્લા બે વર્ષમાં પાલિકાના મહિલા પ્રમુખ દ્વારા કલમ ૪૫ ડી નો ઉપયોગ કરીને લાખો નહીં કરોડો રૂપિયાના કામો કરવામાં આવ્યા છે જો કે, આ કલમનો ઉપયોગ કયારે પાલિકાના પ્રમુખે કરવાનો હોય છે ? અને ખરેખર કેટલી રકમના કામ આ સતાનો ઉપયોગ કરીને પાલિકાના મહિલા પ્રમુખે તેની સત્તા દરમ્યાન કરેલ છે તેની માહિતી લોકો સમક્ષ ઉજાગર કરવામાં આવે તેવી મોરબી જિલ્લા કોંગ્રેસનાં મહામંત્રીએ મોરબી પાલિકાના વહીવટદાર પાસે માંગ કરી છે
મોરબી નગરપાલિકામાં છેલ્લા બે વર્ષથી ભાજપ સતા ઉપર હતો અને બેફામ ભ્રષ્ટાચાર થયો છે તેવો આક્ષેપ મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિના મહામંત્રી મહેશભાઈ રાજ્યગુરુ દ્વારા કરવામાં આવેલ છે અને નીતિનિયમોને નેવે મૂકીને આ પાલિકામાં ઘણા કામો કરવામાં આવ્યા છે ત્યારે છેલ્લા બે વર્ષ દરમિયાન મોરબી નગરપાલિકાના મહિલા પ્રમુખ કુસુમબેન કરમશીભાઈ પરમાર દ્વારા પાલિકા અધિનિયમ ૧૯૬૩ ની કલમ ૪૫ ડી મુજબ લાખો નહીં પરંતુ કરોડો રૂપિયાના કામો કરવામાં આવેલ છે ત્યારે આ સતાનો ઉપયોગ પાલિકાના પ્રમુખ કયારે કરી શકે છે ? ત્યારે કેટલી રકમ મુજબના કામ કરી શકાય છે ? ક્યાં પ્રકારના કામ કરી શકાય છે ? વિગેરે લોકોને ખબર પડે તેના માટે મોરબી પાલીકમાંથી છેલ્લા બે વર્ષમાં ૪૫ ડી મુજબ જે જે કામ કરવામાં આવ્યા છે તેની વિગતવાર આંકડાકીય માહિતી લોકોની જાણ માટે જાહેર કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે
વધુમાં મહેશભાઈ રાજ્યગુરુએ જણાવ્યુ છે કે, તેની પાસે માહિતી છે તે મુજબ આપાતકાળમાં પાલિકાના પ્રમુખ કામ માટે કલમ ૪૫ ડી નો ઉપયોગ કરી શકે છે અને યેને મળેલ અધિકાર અન્વયે ખર્ચ કરી શકે છે પરંતુ તેમણે કરેલ ખર્ચ જનરલ બોર્ડમાં મંજુર કરાવવાનો હોય છે અને એ કામ કેમ જરૂરી છે તેનો અહેવાલ આપવો પડે છે પરંતુ નગરપાલિકામાં છેલ્લા બે વર્ષમાં પ્રમુખએ ૪૫ ડી મુજબ કરેલા ખર્ચ જનરલ બોર્ડમાં ચુટેલા સદસ્યએ મંજૂર કરેલ નથી અને તે એજન્ડા પેન્ડિંગ રાખવામા આવ્યો હતો અને સૌથી મોટી વાતે છે કે છેલ્લા બે વર્ષમાં મોરબીમાં આપતકાળ કહી શકાય તેવી કોઈ પરિસ્થિતી ઊભી જ થયેલ નથી તો પછી પાલિકાના પ્રમુખએ કલમ ૪૫ ડી નો ઉપયોગ કરીને ક્યા ક્યા કામો કરેલા છે ?, કયા કયા વિસ્તારમાં કામો કરેલા છે ?, કેટલો ખર્ચ આ કામોમાં કરવામાં આવેલ છે ? તે તમામની જાણકારી મોરબી શહેરની પાલિકામાં ટેક્સ ભરતી પ્રજાને જાણવાનો પૂરો અધિકાર છે જેથી કરીને તેને જાહેર કરવામાં આવે તેવી માંગ કરી છે
હાલમાં મોરબી નગરપાલિકાના વહીવટદાર અને ચીફ ઓફિસરને આ બાબતે રજૂઆત કરી છે અને છેલ્લા બે વર્ષ દરમિયાન નગરપાલિકાના પ્રમુખએ નગરપાલિકા અધિનિયમ ૧૯૬૩ કલમ ૪૫ ડી મુજબ કરેલા કામોની અને કરેલ ખર્ચની યાદી પ્રજાની જાણકારી માટે નોટિસ બોર્ડ અને દૈનિક વર્તમાન પત્રમાં જાહેર કરવા માટે માગણી કરેલ છે અને આ યાદી જાહેર કરવામાં નહીં આવે તો ના છૂટકે નગરપાલિકા સામે ગાંધીજી માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે તેમજ ના છૂટકે ન્યાયપાલિકામાં ન્યાય માટે જવાની ફરજ પડશે તેવી ચીમકી ઉચ્ચારી છે