રાજ્યમંત્રી રિવાબા જાડેજાની અધ્યક્ષતામાં વાંકાનેરમાં વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબી જિલ્લામાં બાકી રહી ગયેલા અને મતદારો માટે હાથ ધરાશે સતત મતદારયાદી સુધારણા ખાસ ઝુંબેશ મોરબીમાં મુસ્કાન નવરાત્રી મહોત્સવ ઉત્સાહ અને ઉમંગ સાથે યોજાયો મોરબીમાં શ્રી ઉમિયા નવરાત્રિનું 16મું વર્ષ: ગરબાની રમઝટ સાથે સમાજસેવાની સરવાણી પોક્સો-એનડીપીએસ વિગેરે જેવા ગંભીર ગુનામાં આરોપીઓને વધુમાં વધુ સજા થાય તે માટે મોરબીમાં ડી.ઓ.પી. અંબાલાલ પટેલની હાજરીમાં લીગલ સેમીનાર યોજાયો મોરબીના પીપળી નજીક અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા રોડ સાઇડમાં ઉભેલા આધેડનું મોત મોરબીમાં ઘરમાંથી 96 બોટલ દારૂ-72 બીયરના ટીન ઝડપાયા: આરોપીની શોધખોળ મોરબીમાં આવેલ બ્લૂઝોન ફેક્ટરીની ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન આંબાલાલ પટેલે લીધી મુલાકાત
Breaking news
Morbi Today

મોરબી-વાંકાનેરમાં જુગારની જુદીજુદી ત્રણ રેડ: ૮ જુગારી પકડાયા


SHARE









મોરબી-વાંકાનેરમાં જુગારની જુદીજુદી ત્રણ રેડ: ૮ જુગારી પકડાયા

મોરબી તાલુકા અને વાંકાનેર શહેર તેમજ તાલુકામાં જુગારની જુદીજુદી ત્રણ રેડ કરવામાં આવી હતી ત્યારે રોકડા રૂપિયા સાથે કુલ મળીને ૮ જુગારી પકડાયા હતા જેથી પોલીસે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં જુગારના જુદાજુદા ત્રણ ગુના નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે

જુગારી પકડાયા
મોરબી નજીકના બેલા ગામની સીમમાં હોટલ પાસે જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી અને ત્યારે સ્થળ ઉપરથી સુલતાન હુસેનભાઈ જીંગીયા (૨૪) તથા અબ્દુલભાઈ હુસેનભાઇ જીંગીયા (૨૭) રહે. બંને વીસીપરા મોરબી વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી ૮૭૦ ની કિંમત રોકડ કબજે કરી હતી અને તેની સામે જુગારધારા હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરવામાં આવી છે

જુગારી પકડાયા
વાંકાનેર નજીક આવેલ રાતીદેવળી રોડ ઉપર જસદણ સિરામિકની પાછળના ભાગમાં જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી જુગાર રમતા વજુભાઈ દેવશીભાઈ ગુડિયા (૫૩), રજનીભાઈ સરજુદાસ રામાવત (૫૩) પ્રભુભાઈ ભીમજીભાઇ મકવાણા (૪૮) અને રતિલાલભાઈ ગોવિંદભાઈ વોરા (૫૦) રહે. બધા વાંકાનેર વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી ૧૭૮૦ ની રોકડ કબજે કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી

જુગારી પકડાયા
વાંકાનેર તાલુકાના માટેલ ગામે શીતળાધાર વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે વાંકાનેર તાલુકો પોલસની ટીમ દ્વારા ત્યાં જુગારની રેડ કરવામાં આવતા સ્થળ ઉપર જુગાર રમતા દિનેશભાઈ અરજણભાઈ સાકરીયા (૩૫) અને રણછોડભાઈ જેસીંગભાઇ વિજવાડિયા (૩૪) રહે. બંને માટેલ વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી ૧૮૦૦ રૂપિયાની રોકડ કબજે કરી તેની સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે




Latest News