રાજ્યમંત્રી રિવાબા જાડેજાની અધ્યક્ષતામાં વાંકાનેરમાં વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબી જિલ્લામાં બાકી રહી ગયેલા અને મતદારો માટે હાથ ધરાશે સતત મતદારયાદી સુધારણા ખાસ ઝુંબેશ મોરબીમાં મુસ્કાન નવરાત્રી મહોત્સવ ઉત્સાહ અને ઉમંગ સાથે યોજાયો મોરબીમાં શ્રી ઉમિયા નવરાત્રિનું 16મું વર્ષ: ગરબાની રમઝટ સાથે સમાજસેવાની સરવાણી પોક્સો-એનડીપીએસ વિગેરે જેવા ગંભીર ગુનામાં આરોપીઓને વધુમાં વધુ સજા થાય તે માટે મોરબીમાં ડી.ઓ.પી. અંબાલાલ પટેલની હાજરીમાં લીગલ સેમીનાર યોજાયો મોરબીના પીપળી નજીક અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા રોડ સાઇડમાં ઉભેલા આધેડનું મોત મોરબીમાં ઘરમાંથી 96 બોટલ દારૂ-72 બીયરના ટીન ઝડપાયા: આરોપીની શોધખોળ મોરબીમાં આવેલ બ્લૂઝોન ફેક્ટરીની ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન આંબાલાલ પટેલે લીધી મુલાકાત
Breaking news
Morbi Today

મોરબીની ન્યુએરા ગ્લોબલ સ્કૂલના વિદ્યાર્થીઓએ CBSE ના ધો.૧૨ ના પરિણામમાં ગુજરાતમાં વગાડ્યો ડંકો


SHARE









મોરબીની ન્યુએરા ગ્લોબલ સ્કૂલના વિદ્યાર્થીઓએ CBSE ના ધો.૧૨ ના પરિણામમાં ગુજરાતમાં વગાડ્યો ડંકો

મોરબીના રવાપર ઘુનડા રોડ ઉપર આવેલ ન્યુએરા ગ્લોબલ સ્કૂલના વિદ્યાર્થીઓએ વર્ષ ૨૦૨૨-૨૩ માં ધો. ૧૨ ની CBSE બોર્ડની પરીક્ષા આપી હતી જેમાં ઉત્કૃષ્ટ દેખાવ કરીને ન માત્ર મોરબી પરંતુ સમગ્ર ગુજરાતમાં ન્યુ એરા ગ્લોબલ સ્કૂલનું નામ અને વિદ્યાર્થીઓએ તેના પરિવારનું નામ રોશન કર્યું છે.

ન્યુએરા ગ્લોબલ સ્કૂલમા ધો. ૧૨ માં ત્રણેય પ્રવાહો સાયન્સ, કોમર્સ, આર્ટસનું શિક્ષણ આપવામાં આવે છે એન બોર્ડની પરીક્ષામાં ન્યુએરા ગ્લોબલ સ્કૂલની વિદ્યાર્થીની પટેલ ખુશીએ ૯૮/૨ ટકા માર્કસ મેળવી સમગ્ર ગુજરાત રાજ્યમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. તેમજ ગઢિયા અભિષેકએ ધો. ૧૨ વિજ્ઞાન પ્રવાહમાં ૯૭ ટકા માર્કસ મેળવીને મોરબી શહેરમાં પ્રથમ સ્થાન મેળવેલ છે તે ઉપરાંત શાળાના શિક્ષકોની અથાગ મેહનતથી શાળાનું પરિણામ પણ ૧૦૦ ટકા આવ્યું છે અને ધો. ૧૨ ની પરીક્ષામાં સરેરાશ  ૨૨ ટકા વિદ્યાર્થીઓએ ૯૦ ટકા થી વધુ, ૩૭ ટકા વિદ્યાર્થીઓએ ૮૫ ટકા થી વધુ અને બાકીના ૪૧ ટકા વિદ્યાર્થીઓએ ૮૦ ટકા થી વધુ માર્કસ મેળવ્યા છે તેમજ ધો. ૧૦ સી.બી.એસ.ઈ. ની બોર્ડની પરીક્ષામાં ૩૧ ટકા વિદ્યાર્થીઓએ ૯૦ ટકાથી વધુ, ૫૫ ટકા વિદ્યાર્થીઓએ ૮૫ ટકાથી વધુ અને ૬૯ ટકા વિદ્યાર્થીઓએ ૮૦ ટકાથી વધુ માર્કસ મેળવેલ  છે જેથી કરીને પરિવાર અને શાળાના નામ રોશન કરનારા વિદ્યાર્થીઓને શાળાના સંચાલક હાર્દિકભાઇ પાડલિયા, ડી.બી. પાડલીયા સહિતનાઓએ અભિનંદન આપેલ છે.




Latest News