માળીયા (મી)માં ગળાફાંસો ખાઈ ગયેલ યુવતીનું સારવારમાં મોત મોરબી જિલ્લાના મીઠા ઉદ્યોગમાં અને નવલખી બંદરે કોલસાની હેરાફેરી માટે દોડતા વાહનોમાં ડિઝલની વ્યવસ્થા કરવા કરાઇ રજૂઆત ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાએ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવી આત્મનિર્ભર કૃષિ તરફ આગળ વધવા કર્યું આહવાન મોરબી જિલ્લામાં ૨૩થી ૨૫ જૂન દરમિયાન કન્યા કેળવણી મહોત્સવ-શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરશે પોલીસને બાતમી આપતો હોવાની શંકા રાખીને સગા ભત્રીજા ઉપર મોરબીમાં ફાયરિંગ કરીને ઢીમ ઢાળી દીધું: કાકા સહિત 4 શખ્સ ફરાર મોરબીમાં સંતાના દીકરો ન હોવાથી ત્રાસ આપતા પતિ સહિતના સાસરિયાં સામે પરિણીતાએ નોંધાવી ફરિયાદ​​​​​​​  ટંકારાના લજાઈ નજીક ડબલ સવારી બાઇકને હડફેટે લઈને બે યુવાનોના મોત નિપજાવનાર ટ્રક ચાલક સામે ગુનો નોંધાયો અપમૃત્યુના બે બનાવ: મોરબીના ચાચાપર અને ભડિયાદ ગામ પાસે જુદાજુદા બે બનાવમાં બે યુવાનના મોત​​​​​​​ 
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં સ્કૂલ ગેમ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા અંડર-૧૯ માટે સિલેક્શન ટ્રાયલનું આયોજન


SHARE











મોરબી જીલ્લામાં સ્કૂલ ગેમ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા અંડર-૧૯ માટે સિલેક્શન ટ્રાયલનું આયોજન

૬૬મી રાષ્ટ્રીય શાળાકીય સ્પર્ધા સ્કૂલ ગેમ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા અંડર-૧૯ (૧૯ વર્ષથી નીચેના) ભાઇઓ તથા બહેનો માટે તા. ૨૬મી મે સુધી રાષ્ટ્રીય કક્ષાની વિવિધ રમતો માટે વિવિધ જિલ્લામાં સિલેક્શન ટ્રાયલનું આયોજન હાથ ધરવામાં આવનાર છે. રસ ધરાવતાં ખેલાડીઓએ સિલેક્શન ટ્રાયલમાં જવા માટે એલીજીબીલીટીમાં (૩ નકલમાં) શાળાના આચાર્યના અને જિલ્લા રમત વિકાસ અધિકારીના સહી-સિક્કા કરાવવાના રહેશે. આ બાબતે વધુ માહિતી મેળવવા ડિસ્ટ્રીક્ટ સપોર્ટ કોચિંગ સેન્ટર, ઋષભ નગર, મહારાણા પ્રતાપ (ગેંડા) સર્કલ, મોરબી-૨ ખાતે રૂબરૂ અથવા મો.નં ૯૭૧૪૭ ૫૫૫૭૧ ઉપર સંપર્ક કરવા જિલ્લા રમત વિકાસ અધિકારીની યાદીમાં જણાવાયું છે.

હળવદમાં ઔદ્યોગિક મેળો યોજાશે
રોજગાર વિનિમય કચેરી મોરબી દ્વારા તા.૨૫-૦૫-૨૦૨૩ ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે પ્રા. વસંતરાય ઉપાધ્યાય, આઈ.ટી.આઈ., સરા રોડ, હળવદ ખાતે ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ભરતી મેળામાં મોરબી  જિલ્લાના  ખાનગી ક્ષેત્રોના વિવિધ નોકરીદાતાઓ ઉપસ્થિત રહીને વિનામુલ્યે પસંદગીની કાર્યવાહી કરશે. જેથી ખાનગી ક્ષેત્રે નોકરી મેળવવા ઇચ્છુક, નોન મેટ્રીક/એસએસસી/એચએચસી/આઇટીઆઇ/સ્નાતક વગેરેની લાયકાત ધરાવતા તથા ૧૮ થી ૩૫ વર્ષની ઉંમર ધરાવતા ઉમેદવારોએ, તેમના તમામ શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, પાસપોર્ટ સાઇજના ફોટોગ્રાફ, અધારકાર્ડ, બાયોડાટા વગેરે સાથે સ્વખર્ચે ભરતીના સ્થળે નિયત સમયે અને તારીખે અચુક ઉપસ્થિત રહેવું. રોજગાર વિનિમય કચેરી ખાતે નામ નોંધણી નહી કરાવેલ ઉમેદવારો પણ હાજર રહી શકશે તેમ મોરબી જિલ્લા રોજગાર અધિકારીની યાદીમાં જણાવાયું છે.






Latest News