રાજ્યમંત્રી રિવાબા જાડેજાની અધ્યક્ષતામાં વાંકાનેરમાં વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબી જિલ્લામાં બાકી રહી ગયેલા અને મતદારો માટે હાથ ધરાશે સતત મતદારયાદી સુધારણા ખાસ ઝુંબેશ મોરબીમાં મુસ્કાન નવરાત્રી મહોત્સવ ઉત્સાહ અને ઉમંગ સાથે યોજાયો મોરબીમાં શ્રી ઉમિયા નવરાત્રિનું 16મું વર્ષ: ગરબાની રમઝટ સાથે સમાજસેવાની સરવાણી પોક્સો-એનડીપીએસ વિગેરે જેવા ગંભીર ગુનામાં આરોપીઓને વધુમાં વધુ સજા થાય તે માટે મોરબીમાં ડી.ઓ.પી. અંબાલાલ પટેલની હાજરીમાં લીગલ સેમીનાર યોજાયો મોરબીના પીપળી નજીક અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા રોડ સાઇડમાં ઉભેલા આધેડનું મોત મોરબીમાં ઘરમાંથી 96 બોટલ દારૂ-72 બીયરના ટીન ઝડપાયા: આરોપીની શોધખોળ મોરબીમાં આવેલ બ્લૂઝોન ફેક્ટરીની ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન આંબાલાલ પટેલે લીધી મુલાકાત
Breaking news
Morbi Today

મોરબીના રફાળેશ્વર ગામે રહેતા પરિણીતાએ પતિ, સાસુ અને સસરા સામે મારકૂટની નોંધાવી ફરિયાદ


SHARE









મોરબીના રફાળેશ્વર ગામે રહેતા પરિણીતાએ પતિ, સાસુ અને સસરા સામે મારકૂટની નોંધાવી ફરિયાદ

 

 

મોરબી તાલુકાના રફાળેશ્વર ગામે રહેતા મહિલાએ તેના પતિ, સાસુ અને સસરા સામે ઘરકામ બાબતે મારફૂટ કરી ગાળો આપીને શારીરિક માનસિક ત્રાસ આપતા હોવાની ફરિયાદ નોંધાવી છે જેથી કરીને મોરબીના મહિલા પોલીસ સ્ટેશન ખાતે આ અંગેનો ગુનો નોંધીને પોલીસે આરોપીઓને પકડવા માટે શરૂ કરેલ છે.

જાણવા મળતી વિગત પ્રમાણે ચોટીલા તાલુકાના લાખણકા ગામના મૂળ રહેવાસી અને હાલમાં મોરબી તાલુકાના રફાળેશ્વર ગામે મચ્છુનગર ખાતે રહેતા સેજલબેન નંદલાલભાઈ સોલંકી (૨૨) એ મોરબી જિલ્લા મહિલા પોલીસ સ્ટેશન ખાતે તેના પતિ નંદલાલભાઈ મંગાભાઈ સોલંકી, સસરા મંગાભાઈ સોલંકી અને સાસુ રૂપાબેન સોલંકી સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેણે જણાવ્યું છે કે, ઘરકામ બાબતે અવારનવાર માથાકૂટ કરી ગાળો આપી શારીરિક અને માનસિક ત્રાસ આપતા હતા જેથી કરીને સેજલબેન સોલંકીએ નોંધાવેલ ફરિયાદ આધારે તેના પતિ, સાસુ અને સસરાની સામે આઇપીસી કલમ ૪૯૮ (ક), ૩૨૩, ૫૦૪ અને ૧૧૪ મુજબ ગુનો નોંધી પોલીસે આરોપીઓને પકડવા માટે શરૂ કરેલ છે.

૧૦ બીયર

હળવદ તાલુકાના રણછોડગઢ ગામના પાટીયા પાસેથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસે ચેક કરતા તેની પાસેથી બિયરના ૧૦ ટીન મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે ૧૨૦૦ રૂપિયાની કિંમતનો બિયરનો જથ્થો કબજો કર્યો હતો અને આરોપી અજીતભાઈ હીરાભાઈ સીણોજીયા જાતે કોળી (૨૬) રહે. રણછોડગઢ ગામ તાલુકો હળવદ વાળાની ધરપકડ કરેલ છે અને તેની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.




Latest News