રાજ્યમંત્રી રિવાબા જાડેજાની અધ્યક્ષતામાં વાંકાનેરમાં વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબી જિલ્લામાં બાકી રહી ગયેલા અને મતદારો માટે હાથ ધરાશે સતત મતદારયાદી સુધારણા ખાસ ઝુંબેશ મોરબીમાં મુસ્કાન નવરાત્રી મહોત્સવ ઉત્સાહ અને ઉમંગ સાથે યોજાયો મોરબીમાં શ્રી ઉમિયા નવરાત્રિનું 16મું વર્ષ: ગરબાની રમઝટ સાથે સમાજસેવાની સરવાણી પોક્સો-એનડીપીએસ વિગેરે જેવા ગંભીર ગુનામાં આરોપીઓને વધુમાં વધુ સજા થાય તે માટે મોરબીમાં ડી.ઓ.પી. અંબાલાલ પટેલની હાજરીમાં લીગલ સેમીનાર યોજાયો મોરબીના પીપળી નજીક અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા રોડ સાઇડમાં ઉભેલા આધેડનું મોત મોરબીમાં ઘરમાંથી 96 બોટલ દારૂ-72 બીયરના ટીન ઝડપાયા: આરોપીની શોધખોળ મોરબીમાં આવેલ બ્લૂઝોન ફેક્ટરીની ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન આંબાલાલ પટેલે લીધી મુલાકાત
Breaking news
Morbi Today

મોરબીના જેતપરમાં બાઈક આડે કૂતરું આવતા સર્જાયેલ અકસ્માતમાં ઇજા પામેલા વૃદ્ધ સારવારમાં


SHARE









મોરબીના જેતપરમાં બાઈક આડે કૂતરું આવતા સર્જાયેલ અકસ્માતમાં ઇજા પામેલા વૃદ્ધ સારવારમાં

મોરબી તાલુકાના જેતપર ગામે રહેતા વૃદ્ધ પોતાનું બાઈક લઈને ગામના તળાવ પાસેથી પસાર થતા હતા ત્યારે તેઓના બાઈકની આડે કૂતરું આવ્યું હતું જેથી કરીને બાઇક સ્લીપ થઈ જતાં અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં ઇજા થતા વૃદ્ધને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના જેતપર ગામે રહેતા લાભુભાઈ ચતુરભાઈ અઘારા (૬૮) પોતાનું બાઈક લઈને જેતપર ગામના તળાવ પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે તેઓના બાઈકની આડે કૂતરું ઉતર્યું હતું જેથી કરીને અકસ્માતમાં બનાવ બન્યો હતો અને લાભુભાઈ અઘારાનું બાઈક સ્લીપ થઈ જતા તેઓને શરીરે ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવી નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

મહિલાને ઇજા

મોરબી તાલુકાના માણેકવાડા ગામે રહેતા દયાબેન શાંતિભાઈ ભોજાણી (૫૨) નામના મહિલા મોરબીના રવાપર રોડ ઉપર આવેલ આસોપાલવ સોસાયટી પાસેથી બાઈકમાં પાછળના ભાગે બેસીને પસાર થઈ રહ્યા હતા ત્યારે કોઈ કારણોસર અકસ્માતે તે બાઈકમાંથી નીચે પડી ગયા હતા જેથી કરીને દયાબેન ભોજાણીને ઈજાઓ થઇ હોવાથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ઇજાગ્રસ્ત મહિલાને સારવાર આપ્યા બાદ અકસ્માતના આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવવી નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની આગળની વધુ તપાસ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના એચ.એમ. ચાવડા ચલાવી રહ્યા છે

અકસ્માતમાં ઇજા

ટંકારા તાલુકાના લજાઈ ગામે રહેતા મલકબેન જાદવજીભાઈ પંચવાણી (૭૫) નામના વૃદ્ધા મોરબી શહેરમાં આવેલ વાઘપરા શેરી નં-૧૫ માં હનુમાનજી મંદિર પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે અકસ્માતે તેઓ રસ્તા ઉપર પડી ગયા હતા જેથી કરીને વૃદ્ધાને ઈજાઓ થઈ હોવાથી તેને સારવાર માટે મોરબીની સદભાવના હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને અકસ્માતમાં ઇજા પામેલ વૃદ્ધને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે




Latest News