રાજ્યમંત્રી રિવાબા જાડેજાની અધ્યક્ષતામાં વાંકાનેરમાં વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબી જિલ્લામાં બાકી રહી ગયેલા અને મતદારો માટે હાથ ધરાશે સતત મતદારયાદી સુધારણા ખાસ ઝુંબેશ મોરબીમાં મુસ્કાન નવરાત્રી મહોત્સવ ઉત્સાહ અને ઉમંગ સાથે યોજાયો મોરબીમાં શ્રી ઉમિયા નવરાત્રિનું 16મું વર્ષ: ગરબાની રમઝટ સાથે સમાજસેવાની સરવાણી પોક્સો-એનડીપીએસ વિગેરે જેવા ગંભીર ગુનામાં આરોપીઓને વધુમાં વધુ સજા થાય તે માટે મોરબીમાં ડી.ઓ.પી. અંબાલાલ પટેલની હાજરીમાં લીગલ સેમીનાર યોજાયો મોરબીના પીપળી નજીક અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા રોડ સાઇડમાં ઉભેલા આધેડનું મોત મોરબીમાં ઘરમાંથી 96 બોટલ દારૂ-72 બીયરના ટીન ઝડપાયા: આરોપીની શોધખોળ મોરબીમાં આવેલ બ્લૂઝોન ફેક્ટરીની ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન આંબાલાલ પટેલે લીધી મુલાકાત
Breaking news
Morbi Today

મોરબીના લક્ષ્મીનગર નજીક ભાઈએ ભાઈને છરીનો ઘા ઝીકયો: ઇજાગ્રસ્ત સારવારમાં


SHARE









 

મોરબીના લક્ષ્મીનગર નજીક ભાઈએ ભાઈને છરીનો ઘા ઝીકયો: ઇજાગ્રસ્ત સારવારમાં

મોરબીના લક્ષ્મીનગર ગામ પાસે આવેલ કારખાનામાં કામ કરતા યુવાનને કોઈ કારણોસર તેના ભાઈએ સાથળના ભાગે છરીનો ઘા મારી દીધો હતો જેથી કરીને ઈજા પામેલા યુવાનને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

બનાવની જાણવા મળતી વખતે પ્રમાણે મોરબી માળિયા હાઇવે ઉપર આવેલ લક્ષ્મીનગર ગામ પાસે રવિરાજ ચોકડી નજીક આવેલ ગીતા પાઇપ નામના કારખાનામાં રહેતા અને ત્યાં કામ કરતા ડાયાભાઈ રઘુભાઈ રાઠોડ (૩૫)ને સાથળના ભાગે છરીનો ઘા મારવામાં આવ્યો હોવાથી તેને ઈજા થઈ હોય તેને સારવાર માટે મોરબી શહેરમાં આવેલ ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તે યુવાનને સારવાર આપવામાં આવ્યા બાદ આ બનાવ અંગેની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની આગળની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના એમ.એલ. બારૈયા ચલાવી રહ્યા છે વધુમાં પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી પ્રમાણે યુવાનને કોઈ કારણોસર તેના ભાઈ સુનિલે સાથળના ભાગે છરીનો ઘા માર્યો છે જેથી ઈજા થતાં તે યુવાનને સારવારમાં લઈને આવ્યા છે

અકસ્માતમાં ઇજા
મોરબી વાંકાનેર હાઇવે ઉપર આવેલ રફાળેશ્વર ગામ પાસે દરિયાલાલ હોટલ નજીક મૂળ એમપીના રહેવાસી કમલસિંહ કુકા (૨૭) નામના યુવાનને અકસ્માતના બનાવમાં ઈજા થયેલ હતી જેથી કરીને પ્રથમ સારવાર માટે મોરબી અને વધુ સારવાર માટે રાજકોટ લઈ ગયા હતા અને ત્યાં યુવાનને સારવાર આપ્યા બાદ હોસ્પિટલ મારફતે આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગાહી કાર્યવાહી કરેલ છે અને આ બનાવની આગળ વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના જે.પી. પટેલ ચલાવી રહ્યા છે

મારામારીના બનાવમાં યુવાનને ઇજા
મોરબીના નાની વાવડી ગામે રહેતા કમલેશ દેવાભાઈ ડામોર જાતે આદિવાસી નામના ૩૫ વર્ષના યુવાનને મારામારીના બનાવમાં ઈજા થતા સિવિલે સારવારમાં ખસેડાયો હતો.મારામારીના બનાવ સંદર્ભે ભોગ બનનાર દ્વારા જણાવવામાં આવ્યા મુજબ પોતે તેના ઝુંપડામાં હતો ત્યારે ત્યાંથી તેને ઉપાડી જઈને મેદાનમાં લઈ જવામાં આવ્યો હતો અને ત્યાં તેની સાથે કોઈપણ જાતની અદાવત વિના મારામારી કરવામાં આવી હતી અને જેમાં તેને ઈજા પહોંચી હતી.વધુમાં તેણે જણાવ્યું હતું કે નાની વાવડી ગામના કુલદીપસિંહ દરબાર દ્વારા તેને માર મારવામાં આવ્યો હતો.હાલ બનાવ અંગે નોંધ થતા તાલુકા પોલીસ મથકના મહિલા એએસઆઈ નેહલબેન ખડીયા તેમજ રાઈટર લક્ષ્મણભાઇ દ્વારા મારામારીના આ બનાવની નોંધ કરીને આગળની તપાસ શરૂ કરવામાં આવેલ છે.




Latest News