મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન મોરબીના સનાળા રોડ ઓફિસ અને રવાપર ગમે ફ્લેટમાં જુગારની 2 રેડમાં કુલ 15 શખ્સો 4.67 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત
Breaking news
Morbi Today

હળવદમાં પકડાયેલ કરોડોની રેતી ચોરીમાં વધુ બે ની ધરપકડ


SHARE







હળવદમાં પકડાયેલ કરોડોની રેતી ચોરીમાં વધુ બે ની ધરપકડ

મોરબીનો હળવદ તાલુકો રેતી ચોરી માટે સ્વર્ગ સમાન ગણવામાં આવે છે અને ખૂબ મોટા પાયે અહીંથી રેતી ચોરી થાય છે અને તે જગજાહેર છે અને તે બાબત અહીંના રાજકારણીઓ અને ઉચ્ચ પોલીસ અધિકારીઓથી પણ વિદીત જ છે.જોકે છતા નકકર પગલા નથી લેવાતા તે ઉચ્ચકક્ષાએથી તપાસનો વિષય છે દરમ્યાનમાં થોડા સમય પહેલા હળવદના ગ્રામ્ય વિસ્તારમાં સ્ટેટ વિજિલન્સની ટીમ દ્વારા રેતી ચોરી બાબતે રેડ કરવામાં આવી હતી અને કરોડોની કિંમતના વાહનો જપ્ત કરી દંડ વસૂલવાની કાર્યવાહી કરવામાં આવી હતી અને તે સમયે મોટી સંખ્યામાં આરોપીઓને પણ સ્થળ ઉપરથી પકડવામાં આવ્યા હતા અને તેની ક્રોસ તપાસ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકના પીએસઆઇ જે.એલ.ઝાલાને સોંપવામાં આવી હતી.જેઓએ કરેલ તપાસ દરમિયાન સંડોવણી ખૂલતાં હાલમાં આનંદ ધીરજલાલ સાણજા જાતે પટેલ (ઉમર ૨૮) રહે.અંજની એપાર્ટમેન્ટ પંચાસર રોડ મોરબી તેમજ પરેશ સવજી વરસડા જાતે પટેલ (ઉમર ૩૬) રહે.અણીયાળી તા.મોરબીની કલમ ૧૨૦ બી સહિતની કલમો હેઠળ ધરપકડ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.

વાહન અકસ્માતમાં ઈજા

મોરબીની મસાલની વાળી વિસ્તારમાં રહેતા ઘનશ્યામ મુકેશભાઈ કણજારીયા નામના ૨૦ વર્ષના યુવાનને પગપાળા જતા સમયે અજાણ્યા બાઈક ચાલકે હેડફેટે લેતા પગના ભાગે ઇજાઓ થતા ઘનશ્યામને અત્રે ડો.હેમલ પટેલ હોસ્પિટલ ખાતે સારવારમાં લાવવામાં આવ્યો હતો સારવાર કરવામાં આવ્યા બાદ પોલીસને જાણ કરાતા હાલ એ ડિવિઝન પોલીસ મથકના વી.કે.ફુલતરીયા દ્વારા આ અંગે આગળની તપાસ ચલાવવામાં આવી રહી છે.જ્યારે મોરબીના સામાકાંઠે હળવદ રોડ ઉપર મહેન્દ્રનગર ગામ પાસેના સીએનજી પમ્પ પાસેથી હળવદ તાલુકાના ડુંગરપુર ગામે રહેતો સંતરામભાઈ અવચરભાઈ વિઠલાપરા નામનો યુવાન પોતાનું બાઈક લઈને જતો હતો ત્યારે રસ્તામાં ત્યાં મહેન્દ્રનગર નજીક તેનું બાઈક અકસ્માતે સ્લીપ થતા તેને ઇજા થવાથી સંતરામ વિઠલાપરાને મોરબીના સામાકાંઠે આવેલ સમર્પણ હોસ્પિટલે સારવાર માટે લઈ જવાયો હતો.

રીક્ષા પલ્ટી જતા ઈજા

મોરબીના સામાકાંઠે ત્રાજપર ચોકડી નજીક રીક્ષા પલ્ટી મારી જવાનો અકસ્માત બનાવ બન્યો હતો જે અકસ્માત બનાવમાં રવિ છગનભાઈ સોલંકી (ઉમર ૨૪) રહે.નીચી માંડલ હળવદ રોડ તા.મોરબી વાળાને ઇજાઓ પહોંચતા રવિ સોલંકીને અત્રેની ક્રિષ્ના હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો હોસ્પિટલ દ્વારા તેની સારવાર કરવામાં આવ્યા બાદ બી ડિવિઝન પોલીસને જાણ કરાતા હાલ પોલીસ મથકના વાલભા ચાવડા દ્વારા આ અકસ્માત બનાવની આગળની તપાસ ચલાવવામાં આવી રહી હોવાનું જાણવા મળેલ છે.






Latest News