રાજ્યમંત્રી રિવાબા જાડેજાની અધ્યક્ષતામાં વાંકાનેરમાં વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબી જિલ્લામાં બાકી રહી ગયેલા અને મતદારો માટે હાથ ધરાશે સતત મતદારયાદી સુધારણા ખાસ ઝુંબેશ મોરબીમાં મુસ્કાન નવરાત્રી મહોત્સવ ઉત્સાહ અને ઉમંગ સાથે યોજાયો મોરબીમાં શ્રી ઉમિયા નવરાત્રિનું 16મું વર્ષ: ગરબાની રમઝટ સાથે સમાજસેવાની સરવાણી પોક્સો-એનડીપીએસ વિગેરે જેવા ગંભીર ગુનામાં આરોપીઓને વધુમાં વધુ સજા થાય તે માટે મોરબીમાં ડી.ઓ.પી. અંબાલાલ પટેલની હાજરીમાં લીગલ સેમીનાર યોજાયો મોરબીના પીપળી નજીક અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા રોડ સાઇડમાં ઉભેલા આધેડનું મોત મોરબીમાં ઘરમાંથી 96 બોટલ દારૂ-72 બીયરના ટીન ઝડપાયા: આરોપીની શોધખોળ મોરબીમાં આવેલ બ્લૂઝોન ફેક્ટરીની ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન આંબાલાલ પટેલે લીધી મુલાકાત
Breaking news
Morbi Today

મોરબીમાં મગનું ટેકાના ભાવે વેચાણ કરવા VCE થકી નોંધણી કરાવી શકાશે


SHARE









મોરબીમાં મગનું ટેકાના ભાવે વેચાણ કરવા VCE થકી નોંધણી કરાવી શકાશે

ખેડૂતોને તેઓના પાકના પોષણક્ષમ ભાવ મળી રહે તે હેતુથી ઉનાળુ સીઝન ૨૦૨૨-૨૩ માં રાજ્ય સરકાર દ્વારા લઘુતમ ટેકાના ભાવે મગની ખરીદી કરવામાં આવનાર છે. જે અન્વયે ૭૭૫૫ પ્રતિ ક્વિન્ટલના ભાવે મગની ખરીદી કરવામાં આવનાર છે.

લઘુતમ ટેકાના ભાવે વેચાણ કરવા ઇચ્છતા ખેડુતોની ઓનલાઇન નોંધણી ગ્રામ્ય કક્ષાએ VCE-વિલેજ કોમ્પ્યુટર એન્ટરપ્રીન્યોર મારફત ગ્રામ પંચાયત ખાતે તા. ૨૯/૦૫/૨૦૨૩ થી કરવામાં આવશે. જે અંતર્ગત મોરબી જિલ્લામાં મગનું વાવેતર કરેલ હોય અને ટેકાના ભાવે વેચાણ કરવા માંગતા હોય તેવા ખેડૂતોએ ઈ – સમૃદ્ધિ પોર્ટલ પર નોંધણી કરાવવાની રહેશે તેવું મોરબી જિલ્લા ખેતીવાડી અધિકારી વિક્રમસિંહ ચૌહાણની યાદીમાં જણાવાયું છે.




Latest News