રાજ્યમંત્રી રિવાબા જાડેજાની અધ્યક્ષતામાં વાંકાનેરમાં વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબી જિલ્લામાં બાકી રહી ગયેલા અને મતદારો માટે હાથ ધરાશે સતત મતદારયાદી સુધારણા ખાસ ઝુંબેશ મોરબીમાં મુસ્કાન નવરાત્રી મહોત્સવ ઉત્સાહ અને ઉમંગ સાથે યોજાયો મોરબીમાં શ્રી ઉમિયા નવરાત્રિનું 16મું વર્ષ: ગરબાની રમઝટ સાથે સમાજસેવાની સરવાણી પોક્સો-એનડીપીએસ વિગેરે જેવા ગંભીર ગુનામાં આરોપીઓને વધુમાં વધુ સજા થાય તે માટે મોરબીમાં ડી.ઓ.પી. અંબાલાલ પટેલની હાજરીમાં લીગલ સેમીનાર યોજાયો મોરબીના પીપળી નજીક અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા રોડ સાઇડમાં ઉભેલા આધેડનું મોત મોરબીમાં ઘરમાંથી 96 બોટલ દારૂ-72 બીયરના ટીન ઝડપાયા: આરોપીની શોધખોળ મોરબીમાં આવેલ બ્લૂઝોન ફેક્ટરીની ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન આંબાલાલ પટેલે લીધી મુલાકાત
Breaking news
Morbi Today

હળવદમાં એક્ટિવા-બાઇક અથડાયા બાદ યુવાનને ચાર શખ્સોએ પાઇપ-ટામી વડે માર માર્યો


SHARE









હળવદમાં એક્ટિવા-બાઇક અથડાયા બાદ યુવાનને ચાર શખ્સોએ પાઇપ-ટામી વડે માર માર્યો

હળવદમાં આવેલ આંબેડકર સર્કલ પાસે એક્ટિવા અને બાઈક વચ્ચે અકસ્માતનો બનાવ બન્યો હતો અને ત્યારે એક્ટિવા ચાલક યુવાનને ગાળો આપીને લોખંડના પાઇપ અને ટામી વડે માર માર્યો હતો જેથી ઇજા પામેલ યુવાનને સારવાર લઈને આવ્યા હતા અને હાલમાં તેને ચાર શખ્સોની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આગળની રાવેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ હળવદમાં ધ્રાંગધ્રા દરવાજા પાસે આવેલ રાવલ ફળીમાં રહેતા કિશનભાઇ ઉર્ફે કાળુ પ્રવીણભાઈ બાબરીયા જાતે કોળી (૨૪)એ હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અનિલભાઈ ધીરાજીલાલ દલવાડી, વિપુલભાઈ ધીરજલાલ દલવાડી, બળદેવભાઈ મનજીભાઈ દલવાડી અને ભરતભાઈ મનજીભાઈ દલવાડી રહે. બધા ખારી વાળી હનુમાનજી મંદિર પાસે હળવદ વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેણે જણાવ્યું છે કે, હળવદમાં આવેલ આંબેડકર સર્કલ પાસેથી તે પોતાનું એકટીવા લઈને જતો હતો ત્યારે આરોપી અનિલના બાઇકની સાથે એક્સિડન્ટ થયું હતું જેથી કરીને અનિલે તે બાબતનું મનદુઃખ રાખીને તેને ગાળો આપી હતી અને ફરિયાદી યુવાનને જમણા પગે લોખંડનો પાઇપ માર્યો હતો તેમજ વિપુલે ફરિયાદીને માથાના ભાગે લોખંડની ટામી મારી હતી અને આરોપી ભરતભાઈએ ફરિયાદીને પકડી રાખ્યો હતો ત્યારે બળદેવભાઈએ લોખંડના પાઈપ વડે મુઢમાર મારીને ઇજા કરી હતી જેથી કરીને ભોગ બનેલા યુવાન દ્વારા સારવાર લેવામાં આવ્યા બાદ હાલમાં ચાર શખ્સોની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આરોપીઓને પકડવા માટે તજવી શરૂ કરેલ છે




Latest News