રાજ્યમંત્રી રિવાબા જાડેજાની અધ્યક્ષતામાં વાંકાનેરમાં વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબી જિલ્લામાં બાકી રહી ગયેલા અને મતદારો માટે હાથ ધરાશે સતત મતદારયાદી સુધારણા ખાસ ઝુંબેશ મોરબીમાં મુસ્કાન નવરાત્રી મહોત્સવ ઉત્સાહ અને ઉમંગ સાથે યોજાયો મોરબીમાં શ્રી ઉમિયા નવરાત્રિનું 16મું વર્ષ: ગરબાની રમઝટ સાથે સમાજસેવાની સરવાણી પોક્સો-એનડીપીએસ વિગેરે જેવા ગંભીર ગુનામાં આરોપીઓને વધુમાં વધુ સજા થાય તે માટે મોરબીમાં ડી.ઓ.પી. અંબાલાલ પટેલની હાજરીમાં લીગલ સેમીનાર યોજાયો મોરબીના પીપળી નજીક અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા રોડ સાઇડમાં ઉભેલા આધેડનું મોત મોરબીમાં ઘરમાંથી 96 બોટલ દારૂ-72 બીયરના ટીન ઝડપાયા: આરોપીની શોધખોળ મોરબીમાં આવેલ બ્લૂઝોન ફેક્ટરીની ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન આંબાલાલ પટેલે લીધી મુલાકાત
Breaking news
Morbi Today

મોરબીના જીવાપર પાસે વીજ કંપનીનું ટીસી બદલાવતા સમયે શોક લાગતા કોન્ટ્રાકટર યુવાનનું મોત


SHARE









મોરબીના જીવાપર પાસે વીજ કંપનીનું ટીસી બદલાવતા સમયે શોક લાગતા કોન્ટ્રાકટર યુવાનનું મોત

મોરબી તાલુકાના જીવાપર ગામની સીમમાં વીજ કંપનીનું ટીસી બદલાવવાની કામગીરી કરવામાં આવી રહી હતી ત્યારે વીજ શોક લાગતા કોન્ટ્રાકટર યુવાનનું મોત નીપજ્યું હતું જેથી કરીને તેના મૃતદેહને મોરબીની સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળ કાર્યવાહી હાથ ધરી હતી

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબી તાલુકાના જેતપર ગામે રહેતો અને વીજ કંપનીમાં કોન્ટ્રાકટર પારસલ કનૈયાલાલ રાવ (૨૨) નામનો યુવાન જીવાપર ગામની સીમમાં ટીસી બદલાવવાનું કામ કરી રહ્યો હતો ત્યારે કોઈપણ સમયે ત્યાં તેને વીજ શોક લાગ્યો હતો જેથી તેની સાથે રહેલ ભીમસિંગ રાવલ તેને મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યો હતો અને ત્યારે ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યો હતો અને આ બનાવો અંગેની સિવિલ હોસ્પિટલ દ્વારા મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના ફિરોજભાઈ સુમરા ચલાવી રહ્યા છે

અકસ્માતમાં ઇજા
મોરબીના નવા જાંબુડીયા ગામે રહેતા હકાભાઇ ગેલાભાઈ પરસાડિયા (૪૩) નામનો યુવાન લાલપર ગામની સીમમાંથી પોતાનું બાઈક લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે કોઈ કારણોસર અકસ્માતે તે બાઈક ઉપરથી નીચે પડી જતા તેને ઇજાઓ થઈ હતી જેથી ઇજાગ્રસ્ત હાલતમાં હકાભાઇને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તે યુવાનને સારવાર આપવામાં આવ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની આગળની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના જસપાલસિંહ જાડેજા ચલાવી રહ્યા છે




Latest News