ટંકારાના છતર ગામના જેઠાણી-દેરાણી સહિત 7 પદયાત્રીઓને વિરમગામ નજીક ટ્રક ચાલકે કચડી નાખ્યા મોરબીમાં નજીવી રકમ માટે મિત્રનું મર્ડર કરી ૨૪ વર્ષથી ફરાર આરોપી પકડાયો મોરબીના યુવાશક્તિ ફાઉન્ડેશન-જડેશ્વર જીવદયા ગ્રુપ દ્વારા જીવદયાનો અનોખો પ્રયાસ મોરબીના આમરણ ગામે જુદીજુદી ત્રણ સંસ્થા દ્વારા મેડિકલ કેમ્પ યોજાયો મોરબી આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજાની કુશળતાએ વૃદ્ધનું જીવન બચાવ્યુ છેલ્લા એક માહિનામાં મોરબીના પ્રત્યેક સિરામિક ઉદ્યોગકારને 50 લાખથી 1.5 કરોડનું નુકશાન: મનોજભાઇ એરવાડીયા મોરબી મહાપાલિકાની ચુંટણીમાં પક્ષ-અપક્ષ સહિત 204 ઉમેદવારોએ ફોર્મ ભર્યા: બુધવારે ચિત્ર સ્પષ્ટ થશે મોરબીના શનાળા ગામ પાસે કારના સર્વિસ સ્ટેશનમાં આગ લાગતા દોડધામ
Breaking news
Morbi Today

મોરબીના ટિંબડી નજીક બાઈક આડે ખુટિયો ઉતરતા અકસ્માત: ઇજા પામેલ આધેડ સારવારમાં


SHARE













મોરબીના ટિંબડી નજીક બાઈક આડે ખુટિયો ઉતરતા અકસ્માત: ઇજા પામેલ આધેડ સારવારમાં

મોરબીમાં રહેતા આધેડ ટિંબડી ગામના પાટીયા પાસે હોટલ નજીકથી પોતાનું બાઈક લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે તેઓના બાઈકની આડે ખુટિયો ઉતર્યો હતો જેથી કરીને અકસ્માતનો બનાવ બન્યો હતો અને તે બનાવમાં ઇજા પામેલા આધેડને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી કરી હતી

મોરબી માળિયા હાઇવે ઉપર આવેલ ટિંબડી ગામના પાટીયા પાસે અશ્વમેઘ હોટલની સામેથી મોરબીમાં રહેતા શૈલેષભાઈ હરગોવિંદભાઈ ભટ્ટ (૫૧) નામના આધેડ પોતાનું બાઈક લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે તેઓના બાઈકની આડે અચાનક ખુટિયો ઉતરતા બાઈક તેની સાથે અથડાયું હતું જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો અને ત્યારે શૈલેષભાઈ ભટ્ટ રસ્તા ઉપર નીચે પટકાતા તેઓને ઈજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલ ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે અકસ્માતના બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના એમ.એલ. બારૈયા ચલાવી રહ્યા છે

અજાણી દવા પી લીધી

મોરબીના વીસીપરા વિસ્તારમાં આવેલ આંબેડકરનગરમાં રહેતી નજમાબેન હબીબભાઈ નામની ૩૨ વર્ષીય પરણીતાએ કોઈ કારણોસર પોતે પોતાના ઘરે હતી ત્યારે અજાણી દવા પી લીધી હતી જેથી કરીને તેને તાત્કાલિક સારવાર માટે મોરબીમાં આવેલ ખાનગી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપવામાં આવ્યા બાદ આ બનાવની મોરબી સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની આગળની વધુ તપાસ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના વી.ડી. મેતા ચલાવી રહ્યા છે






Latest News