મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનના સમર્થનમાં આજે હળવદ માર્કેટ યાર્ડ સદંતર બંધ મોરબીના નીચી માંડલ ગામે જુના ઝગડાનો રોષ રાખી યુવતીનો પીછો કરી છેડતી : ગુનો નોંધાયો વાંકાનેર વિસ્તારમાં વીજલાઇનના મુદ્દે ખેડૂતોમાં આક્રોશ વળતર બાબતે યોગ્ય નિર્ણય નહીં લેવાય તો આંદોલનની ચેતવણી: જિલ્લા કલેક્ટર દ્વારા ખેડૂતો સાથે બેઠક મોરબી યુવા શક્તિ ફાઉન્ડેશન અને ભોલેનાથ જીવદયા ગ્રુપ દ્વારા જડેશ્વર વિડી વિસ્તારમાં કીડિયારું મહોત્સવ યોજાયો મોરબીના મહેન્દ્રનગર ગામ પાસે એકટીવા ટ્રક સાથે અથડાતા ઇજાગ્રસ્ત યુવતી રાજકોટ ખસેડાઈ વાંકાનેરના રાતાવિરડા ગામ પાસે કારખાનામાં ઈલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત: મોરબીના કોયલી ગામ નજીક ડેમમાં ડૂબી જવાથી વૃદ્ધાનું મોત મોરબીના ભરતનગર ગામ પાસે ડબલ સવારી બાઇકને અજાણ્યા બાઈક ચાલકે હડફેટે લેતા ઈજા પામેલ દંપતી સારવારમાં વાંકાનેરના રાતાવીરડા ગામના યુવાન પાસેથી વ્યાજખોરોએ લઈ લીધેલ દાગીના, બાઇક અને કાર પોલીસે કબ્જે કરીને 10.49 લાખનો મુદમાલ પાછો અપાવ્યા
Breaking news
Morbi Today

મોરબીના ધારાસભ્ય કાંતિભાઈના હસ્તે જિલ્લાના ૧૫૨ સખી મંડળોને ૨.૭૦ કરોડથી વધુની સહાય અર્પણ


SHARE









મોરબીના ધારાસભ્ય કાંતિભાઈના હસ્તે જિલ્લાના ૧૫૨ સખી મંડળોને ૨.૭૦ કરોડથી વધુની સહાય અર્પણ

મોરબી-માળિયા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા પંચાયત ખાતે રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન યોજના હેઠળ મોરબી જિલ્લાનો કેશ ક્રેડીટ કેમ્પ યોજાયો હતો. આ પ્રસંગે ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ જણાવ્યું હતું કે, “સખી મંડળોની તમામ બહેનો નાણાકીય રીતે સધ્ધર બને તે માટે સખી મંડળોના પ્રમુખોએ પ્રયાસો કરવા જોઇએ. સખી મંડળની બહેનોએ નાના ગૃહ ઉદ્યોગ સ્થાપી આર્થિક પગભર બનવું જોઈએ. મહિલાઓને કોઈ પ્રશ્ન હોય તો તેનું નિરાકરણ લાવવું એ અમારી  જવાબદારી છે. મોરબી જિલ્લાને ઉચ્ચ કક્ષાએ લઈ જવા માટે પદાધિકારીઓ, અધિકારીઓ અને કર્મચારીઓ જાગૃત બની સહિયારા પ્રયાસો કરે તે ખૂબ જરૂરી છે”.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, “બાળકોને શિક્ષિત બનાવવામાં મહિલાઓની ભૂમિકા અત્યંત મહત્વની છે. ત્યારે ગુજરાતમાંથી વધુમાં વધુ યુવાનો IAS અને IPS બને તે માટે બાળકોને એ રીતે શિક્ષિત બનાવવા માટે મહિલાઓએ કમર કસવી જોઈએ” તો જિલ્લા વિકાસ અધિકારી ડી.ડી. જાડેજાએ મહિલાઓને સખી મંડળ હેઠળ મળતી વિવિધ નાણાકીય સહાયની માહિતી આપીને જણાવ્યું હતું કે, “જિલ્લાની મહિલાઓને વિવિધ યોજનાનો લાભ સરળતાથી મળે અને મોરબી જિલ્લો ઉચ્ચ કક્ષાએ પહોંચે તે માટે જિલ્લા વહીવટી તંત્ર સતત પ્રયત્નશીલ છે”. જિલ્લા પંચાયત કારોબારી સમિતિના ચેરમેન જયંતિભાઈ પડસુંબિયાએ જણાવ્યું હતું કે, “સરકાર મહિલાઓની સતત ચિંતા કરે છે અને મહિલાલક્ષી અનેક યોજનાઓ બનાવી છે. ત્યારે મહિલાઓ આ યોજનાઓનો લાભ લે અને અન્ય મહિલાઓને જાગૃત કરી આ કલ્યાણકારી યોજનાઓનો લાભ મેળવવા માટે માર્ગદર્શન આપે તે અગત્યનું છે”.

જિલ્લા પંચાયત સામાજિક ન્યાય સમિતિના ચેરમેન હંસાબેન પારેઘીએ જણાવ્યું હતું કે, “સખી મંડળો મહિલાઓને પગભર થવા માટે ખૂબ મહત્વના છે ત્યારે સરકાર પણ મહિલાઓને ૩૦ હજારનું રિવોલ્વીંગ ફંડ આપી તેમને સક્ષમ બનવા માટે ટેકો આપે છે. મહિલાઓ આગળ આવે તે માટે સરકાર સતત પ્રયત્નશીલ છે, ત્યારે મહિલાઓ પણ સાથે મળી સહિયારા પ્રયાસ કરે તે જરૂરી છે”. મોરબી જિલ્લા રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન યોજના હેઠળ યોજાયેલ કેશ ક્રેડીટ કેમ્પ અન્વયે ૨૨ સખી મંડળની બહેનો ૬.૬૦ લાખ રિવોલ્વીંગ ફંડ, ૧૭ સખી મંડળની બહેનોને ૧૯.૮૦ લાખનું સી.આઈ.એફ. ફંડ અને ૧૧૩ સખી મંડળની બહેનોને ૨૫૧ લાખની સી.સી. લોનની સહાય અર્પણ કરવામાં આવી હતી. આ કાર્યક્રમનું સ્વાગત પ્રવચન જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક એન.એસ. ગઢવીએ કર્યું હતું. અને કાર્યક્ર્મની આભારવિધિ અને સંચાલન દિનેશભાઈ ભેંસદડિયાએ કર્યુ હતું.






Latest News