લાયન્સ કલબ ઓફ મોરબી સીટીના જનસેવા પ્રોજેક્ટમાં ઠંડી છાશનુ વિતરણ માળીયા (મી)માં ગળાફાંસો ખાઈ ગયેલ યુવતીનું સારવારમાં મોત મોરબી જિલ્લાના મીઠા ઉદ્યોગમાં અને નવલખી બંદરે કોલસાની હેરાફેરી માટે દોડતા વાહનોમાં ડિઝલની વ્યવસ્થા કરવા કરાઇ રજૂઆત ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાએ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવી આત્મનિર્ભર કૃષિ તરફ આગળ વધવા કર્યું આહવાન મોરબી જિલ્લામાં ૨૩થી ૨૫ જૂન દરમિયાન કન્યા કેળવણી મહોત્સવ-શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરશે પોલીસને બાતમી આપતો હોવાની શંકા રાખીને સગા ભત્રીજા ઉપર મોરબીમાં ફાયરિંગ કરીને ઢીમ ઢાળી દીધું: કાકા સહિત 4 શખ્સ ફરાર મોરબીમાં સંતાના દીકરો ન હોવાથી ત્રાસ આપતા પતિ સહિતના સાસરિયાં સામે પરિણીતાએ નોંધાવી ફરિયાદ​​​​​​​  ટંકારાના લજાઈ નજીક ડબલ સવારી બાઇકને હડફેટે લઈને બે યુવાનોના મોત નિપજાવનાર ટ્રક ચાલક સામે ગુનો નોંધાયો
Breaking news
Morbi Today

વાંકનેર-માળીયા તાલુકા દેશીદારૂની ત્રણ ભઠ્ઠી ઉપર રેડ: ૪૦૦૦ લિટર આથો, ૬૮૦ લિટર દારૂ કબજે


SHARE











વાંકનેર-માળીયા તાલુકા દેશીદારૂની ત્રણ ભઠ્ઠી ઉપર રેડ: ૪૦૦૦ લિટર આથો, ૬૮૦ લિટર દારૂ કબજે

વાંકાનેર તાલુકાના રાતાવિરડા ગામની સીમ અને માળીયા મીયાણા તાલુકાના ફતેપર ગામની સીમમાં સુલતાનશાપીરની દરગાહ પાછળ મચ્છુ નદીના કાંઠે દેશી દારૂની જુદીજુદી ત્રણ ભઠ્ઠી ઉપર પોલીસે રેડ કરી હતી ત્યારે દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો ૪૦૦૦ લિટર આથો અને ૬૮૦ લિટર દેશી દારૂ મળી આવી હતો જેથી પોલીસે તે મુદામાલને કબ્જે કરેલ છે અને હાલમાં સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ગુના નોંધીને પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી કરેલ છે 

બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના રાતાવિરડા ગામની સીમમાં પાનેલી જવાના રસ્તે ખરાબમાં દેશી દારૂની ભઠ્ઠી ચાલુ હોવાની બાતમી મળી હતી જેના આધારે વાંકાનેર તાલુકા પોલીસની ટીમ દ્વારા ત્યાં દારૂની રેડ કરવામાં આવતા સ્થળ ઉપરથી દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો ૨૦૦૦ લીટર આથો તેમજ તૈયાર ૬૦૦ લિટર દેશીદારૂ અને ભઠ્ઠીના અન્ય સાધનો મળી આવ્યા હતા જેથી પોલીસે સ્થળ ઉપરથી ૨૬૯૦૦ નો મુદ્દામાલ કબજે કર્યો હતો. જોકે, આ દેશીદારૂની ભઠ્ઠી રસિકભાઈ છનાભાઈ અબાસણીયા જાતે કોળી રહે. રાતાવિરડા તાલુકો વાંકાનેર વાળાની હોવાનું સામે આવ્યું હતું અને તે સ્થળ ઉપર હાજર ન હોવાથી પોલીસે તેની સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે આવી જ રીતે માળીયા મીયાણા તાલુકાના ફતેપર ગામની સીમમાં સુલતાનશાપીરની દરગાહ પાછળ મચ્છુ નદીના કાંઠે બાવળની જાળીમાં દેશી દારૂની ભઠ્ઠી ચાલુ હોવાની એલસીબીની ટીમને હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની જુદીજુદી બે રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી પહેલી રેડમાં ૧૨૦૦ લીટર આથો, તૈયાર ૪૦ લીટર દેશીદારૂ અને ભઠ્ઠીના સાધનો મળી આવ્યા હતા જેથી ૩૨૦૦ નો મુદ્દામાલ કબજે કર્યો હતો અને આ દેશી દારૂની ભઠ્ઠી સાઉદીન અકબરભાઈ જામની હોવાની સામે આવ્યું હતું જેથી કરીને પોલીસે તેની સામે ગુનો નોંધીને આરોપી સાઉદીન અકબરભાઈ જામ જાતે મિયાણા (૩૪) રહે. જુના બસ સ્ટેશન પાછળ માળિયા વાળાની ધરપકડ કરેલ છે અને તે જ વિસ્તારમાં બીજી ભઠ્ઠી મળી આવી હતી જેથી પોલીસે દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો ૮૦૦ લીટર આખો ૪૦ લીટર તૈયાર દેશી દારૂ મળીને ૩૨૦૦ ના મુદ્દામાલને કબજે કર્યો હતો અને આ દેશી દારૂની ભઠ્ઠી યાસીનભાઈ કાસમભાઇ મોવરની હોવાનું સામે આવતા પોલીસે માળિયા મીયાણામાં મામલતદાર કચેરી પાસે રહેતા યાસીનભાઈ કાસમભાઈ મોવર જાતે મિયાણા (૩૬) ની ધરપકડ કરી છે






Latest News