રાજ્યમંત્રી રિવાબા જાડેજાની અધ્યક્ષતામાં વાંકાનેરમાં વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબી જિલ્લામાં બાકી રહી ગયેલા અને મતદારો માટે હાથ ધરાશે સતત મતદારયાદી સુધારણા ખાસ ઝુંબેશ મોરબીમાં મુસ્કાન નવરાત્રી મહોત્સવ ઉત્સાહ અને ઉમંગ સાથે યોજાયો મોરબીમાં શ્રી ઉમિયા નવરાત્રિનું 16મું વર્ષ: ગરબાની રમઝટ સાથે સમાજસેવાની સરવાણી પોક્સો-એનડીપીએસ વિગેરે જેવા ગંભીર ગુનામાં આરોપીઓને વધુમાં વધુ સજા થાય તે માટે મોરબીમાં ડી.ઓ.પી. અંબાલાલ પટેલની હાજરીમાં લીગલ સેમીનાર યોજાયો મોરબીના પીપળી નજીક અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા રોડ સાઇડમાં ઉભેલા આધેડનું મોત મોરબીમાં ઘરમાંથી 96 બોટલ દારૂ-72 બીયરના ટીન ઝડપાયા: આરોપીની શોધખોળ મોરબીમાં આવેલ બ્લૂઝોન ફેક્ટરીની ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન આંબાલાલ પટેલે લીધી મુલાકાત
Breaking news
Morbi Today

વાંકાનેરમાં ચા-પાન અને બીડીની કેબીનમાંથી ૨૦૦ ગ્રામ ગાંજા સાથે એક શખ્સની ધરપકડ


SHARE









વાંકાનેરમાં ચા-પાન અને બીડીની કેબીનમાંથી ૨૦૦ ગ્રામ ગાંજા સાથે એક શખ્સની ધરપકડ

વાંકાનેર નજીક આવેલ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ગેટ પાસે ચા પાન બીડીની કેબીનમાંથી ગાંજાનું પણ વેચાણ થતું હોવા અંગેની બાતમી મળી હતી જેના આધારે સ્થાનિક પોલીસ દ્વારા રેડ કરવામાં આવી હતી ત્યારે કેબિનમાંથી ૨૦૦ ગ્રામ ગાંજો મળી આવ્યો હતો જેથી પોલીસે ગાંજો, ડિજિટલ વજન કાંટો તથા અન્ય મુદ્દામાલ મળીને ૩૧૫૦ નો મુદામાલ કબજે કરી આરોપીની ધરપકડ કરેલ છે અને વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે એન.ડી.પી.એસ. એક્ટ મુજબ ગુનો નોંધી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરેલ છે

 બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર સિટી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનના જુના બિલ્ડીંગની દિવાલને અડીને આવેલ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ગેટ પાસે રાખવામાં આવેલ ચા પાન બીડીની કેબિનમાંથી ગાંજાનું વેચાણ થતું હોવાની માહિતી મળી હતી જેથી પોલીસે ત્યાં રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી ૨૦૦ ગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો જેથી પોલીસે ગાંજો, મોબાઈલ ફોન, ડિજિટલ વજન કાંટો અને અન્ય મુદામાલ મળીને કુલ ૩૧૫૦ નો મુદ્દામાલ કબજે કર્યો છે અને આરોપી નૂરમહંમદ હાજીભાઈ મકવાણા જાતે ઘાંચી (૬૨) રહે. લક્ષ્મીપરા શેરી નં-૨ વાંકાનેર વાળાની ધરપકડ કરેલ છે અને તેની સામે વાંકાનેર સુધી પોલીસ સ્ટેશન ખાતે એન.ડી.પી.એસ. એક્ટ મુજબ ગુનો નોંધી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરેલ છે તેમજ આ શખ્સ પાસેથી મળી આવેલ ગાંજાનો જથ્થો તેને કોની પાસેથી મેળવ્યો હતો તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે




Latest News