રાજ્યમંત્રી રિવાબા જાડેજાની અધ્યક્ષતામાં વાંકાનેરમાં વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબી જિલ્લામાં બાકી રહી ગયેલા અને મતદારો માટે હાથ ધરાશે સતત મતદારયાદી સુધારણા ખાસ ઝુંબેશ મોરબીમાં મુસ્કાન નવરાત્રી મહોત્સવ ઉત્સાહ અને ઉમંગ સાથે યોજાયો મોરબીમાં શ્રી ઉમિયા નવરાત્રિનું 16મું વર્ષ: ગરબાની રમઝટ સાથે સમાજસેવાની સરવાણી પોક્સો-એનડીપીએસ વિગેરે જેવા ગંભીર ગુનામાં આરોપીઓને વધુમાં વધુ સજા થાય તે માટે મોરબીમાં ડી.ઓ.પી. અંબાલાલ પટેલની હાજરીમાં લીગલ સેમીનાર યોજાયો મોરબીના પીપળી નજીક અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા રોડ સાઇડમાં ઉભેલા આધેડનું મોત મોરબીમાં ઘરમાંથી 96 બોટલ દારૂ-72 બીયરના ટીન ઝડપાયા: આરોપીની શોધખોળ મોરબીમાં આવેલ બ્લૂઝોન ફેક્ટરીની ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન આંબાલાલ પટેલે લીધી મુલાકાત
Breaking news
Morbi Today

મોરબી પાલિકાની ડમ્પીંગ સાઈડમાંથી ૫૨,૦૦૦ ની એંગલ-પાઇપની ચોરી કરનાર ડ્રાઈવરની ધરપકડ


SHARE









મોરબી પાલિકાની ડમ્પીંગ સાઈડમાંથી ૫૨,૦૦૦ ની એંગલ-પાઇપની ચોરી કરનાર ડ્રાઈવરની ધરપકડ

મોરબી નજીકના રફાળેશ્વર ગામ પાસે જાંબુડીયા ગામની સીમમાં નગરપાલિકાની ડમ્પીંગ સાઈડ આવેલ છે અને ડમ્પીંગ સાઈડમાં જુદા જુદા સેડ બનાવવા આવ્યા છે જેના માટે ઉપયોગમાં લેવામાં આવેલ નાની મોટી ચેનલની એંગલ તથા પાઇપ કુલ મળીને દોઢેક ટન જેટલો મુદ્દામાલ ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને હાલમાં મોરબી પાલિકાના હેડ ક્લાર્ક દ્વારા રવાપર ગ્રામ પંચાયતના ટ્રેક્ટરના ડ્રાઇવર સામે ૫૨,૦૦૦ ના મુદ્દા માલની ચોરી કરી હોવાની ફરિયાદ નોંધાવવામાં આવી છે જેથી કરીને પોલીસે ગુનો નોંધીને આરોપીની ધરપકડ કરેલ છે.

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી પાલિકાના હેડ ક્લાર્ક કનૈયાલાલ જાદવજીભાઈ કાલરીયા જાતે પટેલ (૫૯) એ હાલમાં મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે રવાપર ગ્રામ પંચાયતના ટ્રેક્ટરના ડ્રાઇવર મનુભાઈ આદિવાસીની સામે ચોરીની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે, રફાળેશ્વર ગામ પાસે જાંબુડીયા ગામની સીમમાં જીઓટેક કારખાના સામે મોરબી પાલિકાની કચરાની ડમ્પીંગ સાઈડ આવેલ છે અને ત્યાં ખુલ્લા શેડમાં નાની મોટી ચેનલ નંગ ૩૦ તથા કેચી એન્ગલ નંગ ૪૦ અને નાના મોટા ૨૧ જેટલા પાઇપ રાખવામા આવ્યા હતા જે કુલ મળીને દોઢ ટન જેટલા મુદ્દામાલની ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને ૫૨,૦૦૦ નો માલ પાલિકાની ડમ્પીંગ સાઈડમાંથી ચોરી થયો છે તેવી ફરિયાદ હાલમાં પાલિકાના કર્મચારીએ નોંધાવી છે જેથી કરીને તેના આધારે પોલીસે આરોપી મનુભાઈ મોટલા વસુનિયા જાતે આદિવાસી (૨૦) રહે હાલ હરિઓમ બ્રિજ લીલાપર રોડ મોરબી મુળ એમપી વાળાની ધરપકડ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.




Latest News