રાજ્યમંત્રી રિવાબા જાડેજાની અધ્યક્ષતામાં વાંકાનેરમાં વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબી જિલ્લામાં બાકી રહી ગયેલા અને મતદારો માટે હાથ ધરાશે સતત મતદારયાદી સુધારણા ખાસ ઝુંબેશ મોરબીમાં મુસ્કાન નવરાત્રી મહોત્સવ ઉત્સાહ અને ઉમંગ સાથે યોજાયો મોરબીમાં શ્રી ઉમિયા નવરાત્રિનું 16મું વર્ષ: ગરબાની રમઝટ સાથે સમાજસેવાની સરવાણી પોક્સો-એનડીપીએસ વિગેરે જેવા ગંભીર ગુનામાં આરોપીઓને વધુમાં વધુ સજા થાય તે માટે મોરબીમાં ડી.ઓ.પી. અંબાલાલ પટેલની હાજરીમાં લીગલ સેમીનાર યોજાયો મોરબીના પીપળી નજીક અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા રોડ સાઇડમાં ઉભેલા આધેડનું મોત મોરબીમાં ઘરમાંથી 96 બોટલ દારૂ-72 બીયરના ટીન ઝડપાયા: આરોપીની શોધખોળ મોરબીમાં આવેલ બ્લૂઝોન ફેક્ટરીની ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન આંબાલાલ પટેલે લીધી મુલાકાત
Breaking news
Morbi Today

વાંકાનેરના રાજાવડલા પાસે કારખાનના પાર્કિંગમાંથી બાઈકની ચોરી


SHARE









વાંકાનેરના રાજાવડલા પાસે કારખાનના પાર્કિંગમાંથી બાઈકની ચોરી

વાંકાનેરના રાજાવડલા પાસે આવેલ રાજા કેટલ ફીડ નામના કારખાનાના પાર્કીંગમા બાઇક પાર્ક કરીને મૂકવામાં આવ્યું હતું તે બાઈકની ની ચોરી કરવામાં આવેલ છે જેથી ભોગ બનેલા વૃદ્ધે હાલમાં વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે બાઈક ચોરીની ફરિયાદ નોંધાવેલ છે જેના આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર નજીક આવેલ જુના રાજાવડલા ગામે રહેતા અમીભાઈ હાજીભાઈ કડીવાર જાતે મોમીન (ઉમર ૫૮) એ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે બે અજાણ્યા શખ્સોની સામે ચોરીની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, રાજાવડલા ગામની પાસે રાજા કેટલ ફીડ નામના કારખાનાના પાર્કિંગમાં તેમના દીકરા અમીર સોહિલભાઈ કડીવારએ પોતાનું બાઈક નંબર જીજે ૩  એએસ ૪૭૭૫ પાર્ક કરીને મૂક્યું હતું જે રૂા.૧૦ હજારની કિંમતનું બાઈક કારખાનાના પાર્કિંગમાંથી કોઈ અજાણ્યા બે શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને બાઇક ચોરી અંગેની વૃદ્ધે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે અજાણ્યા બે શખ્સોની સામે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

વાહન અકસ્માતમાં ઈજા

મોરબીના સામાકાંઠે નજરબાગ રેલ્વે સ્ટેશનની પાસે વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં જનાર્દન ગંગોત્રીદાસ શુક્લા (રહે.ભડીયાદ સામાકાંઠે મોરબી-૨) નામના ૩૩ વર્ષના યુવાનને ઇજાઓ પહોંચી હતી જેથી તેને અત્રેની આયુષ હોસ્પિટલએ સારવારમાં લઈ જવામાં આવ્યો હતો અને ત્યાં તેણે પોલીસને જણાવ્યા પ્રમાણે પોતે બાઈક લઈને જતો હતો ત્યારે બાઈક સાથે ગાય અથડાતા અકસ્માત થયો હતો અને તેમાં તેને ઇજા પહોંચતા સારવારમાં લવાયો છે હાલ બી ડિવિઝન પોલીસ મથકના જગદીશભાઈ ડાંગર આ સંદર્ભે આગળની તપાસ ચલાવી રહ્યા છે.

વૃદ્ધા સારવારમાં

મોરબી તાલુકાના બગથળા ગામે રહેતા દુધીબેન મોહનભાઈ ફુલતરીયા નામના ૭૦ વર્ષના વૃદ્ધાને વાહન અકસ્માતના બનાવમાં ઈજા પહોંચતા તેઓને અત્રેની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યા હતા બનાવને પગલે પોલીસમાં જાણ કરવામાં આવતા તાલુકા પોલીસ મથકના અર્જુનસિંહ દ્વારા તપાસના હાથ ધરવામાં આવતા સામે આવ્યું હતું કે દુધીબેન મંદિરે દર્શન કરવા માટે પગપાળા જઈ રહ્યા હતા તે દરમિયાન અજાણ્યા છકડા રિક્ષાના ચાલકે તેમને હડફેટે લેતા તેમને ઇજાઓ પહોંચી હતી જેથી તેમને હાલ સારવાર માટે મોરબી ખસેડાયા છે.




Latest News